________________
૧૦૬]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પર્વ ૧૦ મું આવ્યું નથી કે તેઓ ક્યાં છે અને કેણ છે?* અભયકુમારે કહ્યું કે, “તેમણે ચાલતી વખતે કાંઈ કહ્યું છે?” નંદાએ કહ્યું, “આવા અક્ષરો અર્પણ કર્યા છે” એમ કહી પત્ર બતાવ્યો. તે વાંચી અભયકુમાર પ્રસન્ન થઈને બોલ્યો કે-“મારા પિતા તે રાજગૃહ નગરના રાજા છે, માટે ચાલો હમણા જ આપણે ત્યાં જઈએ. પછી ભદ્રશેઠની રજા લઈ અભયકુમાર સામગ્રી સહિત નદાને લઈને રાજગૃહ નગરે આવ્યું. પિતાની માતાને પરિવાર સહિત બહાર ઉદ્યાનમાં મૂકી પોતે થેડે પરિવાર લઈ નગરમાં પેઠે.
અહિં શ્રેણિક રાજાએ એકે ઉણ પાંચસો બહુ કુશળ મંત્રીઓ એકઠા કર્યા હતા અને બરાબર પાંચસો મંત્રીઓ પૂરા કરવાને માટે કેઈ ઉત્કૃષ્ટ પુરૂષને તે શોધતો હતો. તેવા બુદ્ધિમાન મનુષ્યની પરીક્ષાને માટે રાજાએ એક સૂકા કુવામાં પિતાની વીંટી નાખી દઈને લોકોને જાહેર કર્યું કે, “જે કાંઠે ઉભું રહી આ કુવામાંથી વીંટી બહાર કાઢી શકે, તે કુશળ બુદ્ધિવાન્ પુરૂષ મારા મંત્રીઓમાં અગ્રેસર થાય. લેકે કહેવા લાગ્યા કે, “અમારાથી આવું કાર્ય થવું અશક્ય છે. કેમકે જે હાથવડે આકાશમાંથી તારાને ખેંચી શકે તે આ મુદ્રિકા કાઢી શકે. તેવામાં અભયકુમાર ત્યાં હસતો હસતો આવ્યો, અને બે કે શું આ વીંટી ન લેલાય? એમાં મુશ્કેલ શું છે? તેને જોઈ લોકે વિચારમાં પડયા કે આ કઈ અતિશય બુદ્ધિમાન લાગે છે.” “સમય આવતાં પુરૂષના મુખનો રંગજ તેના પરાક્રમને કહી આપે છે.” પછી તેઓ બોલ્યા કે-“કુમાર! આ વીંટી લઈ લ્યો અને તેને માટે પણ કરેલી અર્ધ રાજ્યની લક્ષમી, રાજપુત્રી અને મંત્રીઓમાં મુખ્યતા ગ્રહણ કરો.”
અભયકુમારે કુવાના કાંઠા ઉપર ઊભો રહી તરતજ આ ગોમયનો પિંડ તે કુવામાં રહેલી મુદ્રિકા ઉપર નાખ્યા અને પછી તેની ઉપર એક બળતો તૃણને પળે નાખે, જેથી તે ગમય તરતજ શોષાઈ ગયું. પછી નંદકુમારે (અભયકુમારે) શીઘ્રતાથી પાણીની નીક કરાવીને કુવાને પૂર્ણ ભરી દીધો અને લોકોને વિમયથી ભરી દીધા. પછી પેલું ગમય તર્યું એટલે તે ચતુર બાળકે તરત હાથવતી તે લઈ લીધું અને તેને ચોટેલી વીંટી છુટી પાડી. બુદ્ધિમાન પુરૂષોએ પ્રોજેલા ઉપાયની આગળ શું દુષ્કર છે?”
રક્ષકોએ આવીને શ્રેણિકને આ ખબર આપ્યા એટલે તેણે વિસ્મય પામી તરતજ અભયકુમારને પિતાની પાસે બોલાવ્યા અને પુત્રની જેમ તેને આલિંગન કર્યું. “સ્વજન કદિ ઓળખાયેલ ન હોય તે પણ દૃષ્ટિએ પડતાં તેના પર હદય હર્ષ ધરે છે.” શ્રેણિક રાજાએ તેને પૂછયું કે, “તમે કયાંથી આવે છે?” અભયે કહ્યું, “હું વેણુતટ નગરથી આવ્યો છું.' રાજાએ પૂછ્યું, “હે ભદ્રમુખ! તે શહેરમાં સુભદ્ર નામે એક પ્રખ્યાત શેઠ રહે છે અને તેને નંદા નામે એક પુત્રી છે, તે સારી પેઠે છે?” અભયે કહ્યું, “હા, તે સારી રીતે છે. રાજાએ ફરીથી પૂછ્યું, “તે શેઠની પુત્રી નંદા સગર્ભા હતી, તેને શું અપત્ય થયું?” તે સાંભળી અભયકુમારે મનહર દાંતના કિરણેની શ્રેણિથી પ્રકાશ કરતાં કહ્યું કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org