SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૫ સર્ગ ૪ ] રામ લક્ષમણુની પૂર્વ વંશાવળી. હદયસુંદર ફરીવાર મશ્કરીમાં કહ્યું- હે રાજા! જો તમારું મન હોય તે વિલંબ કરે નહિ, હું તમને સહાય આપીશ.” વાજબાહુએ કહ્યું-“મર્યાદાને સમુદ્ર ન તજે તેમ તમે તમારી પ્રતિજ્ઞાને ત્યાગ કરશે નહિ.” તેણે “બહુ સારું' એમ કહ્યું. તત્કાળ વજબાહુ જેમ મેહ ઉપરથી ઉતરે તેમ વાહન ઉપરથી ઉતરી પડ્યો, અને ઉદયસુંદર વિગેરેથી પરવાર્યો સતે વસંતશૈલ ઉપર ચડ્યો. તેને દઢ વિચાર જાણી ઉદયસુંદર બે -“સ્વામી! તમે દીક્ષા લેશે નહિ. મારા આ ઉપહાસ્ય વચનને ધિક્કાર છે! આપણા બંનેની વચ્ચે દીક્ષા વિષે ફક્ત મશ્કરીનાં જ વચને હતાં, તે તે વચનને ઉલ્લંઘન કરવામાં કાંઈ દેષ નથી. પ્રાયઃ વિવાહનાં ગીતની જેમ ઉપહાસ્યનાં વચને સત્ય હેતાં નથી. તમે અમને સર્વ પ્રકારની આપત્તિઓમાં સહાયકારી થશે, એવા અમારા કુળના મનોરથને દીક્ષા લઈને અકસ્માત્ તમે ભાંગશો નહિ. હજુ આ તમારે હાથે વિવાહની નિશાનીરૂપ માંગલિક કંકણ છે, તે સહસા તે વિવાહથી પ્રાપ્ત થનારા ભોગને કેમ છેડી શો છે? હે સ્વામી! તેમ કરવાથી મારી બેન મનેરમા સાંસારિક સુખના સ્વાદથી ઠગાઈ જશે, અને તમે જ્યારે તૃણની જેમ તેને ત્યાગ કરી દેશે ત્યાર પછી તે કેવી રીતે જીવી શકશે?” વજુબાહુ કુમાર બે -“હે ઉદયસુંદર! માનવજન્મરૂપી વૃક્ષનું સુંદર ફળ ચારિત્ર જ છે. વળી સ્વાતી નક્ષત્રના મેઘનું જળ જેમ છીપમાં મોતીરૂપ થાય છે તેમ તમારાં મશ્કરીનાં વચન પણ મને પરમાર્થરૂપ થયાં છે. તમારી બેન મનેરમાં કુળવાન હશે તે તે મારી સાથે દીક્ષા ગ્રહણ કરશે, નહિ તો તેને માર્ગ કલ્યાણકારી થાઓ; પણ મારે તે હવે ભેગથી સર્યું. હવે તું મને વ્રત લેવાની આજ્ઞા આપ, અને મારી પછવાડે તું પણ વત ગ્રહણ કર; કેમકે પિતાની પ્રતિજ્ઞા પાળવી તેજ ક્ષત્રિઓને કુળધર્મ છે.” આ પ્રમાણે ઉદયસુંદરને પ્રતિબંધ આપીને વાજબાહુ ગુણરૂપ રત્નના સાગર ગુણસાગર નામના મુનિની પાસે આવ્યા, તરત જ વજબાહુએ તેમની પાસે દીક્ષા લીધી, એટલે તેની પછવાડે ઉદયસુંદર, મનેરમાં અને બીજા પચીશ રાજકુમારોએ દીક્ષા લીધી. વજુબાહુએ દીક્ષા લીધી એવા ખબર સાંભળી “એ બાળક છતાં ઉત્તમ છે, અને હું વૃદ્ધ છતાં ઉત્તમ નથી.” એમ વિચારતાં વિજયરાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે; તેથી તેણે પુરંદર નામના લઘુ પુત્રને રાજ્ય ઉપર બેસારીને નિર્વાણુમેહ નામના મુનિની પાસે દીક્ષા લીધી. અનુક્રમે પુરંદરે પણ પિતાની પૃથિવી નામની રાણીની કુક્ષીથી ઉત્પન્ન થયેલા કીતિધર નામના પુત્રને રાજ્ય સેંપીને ક્ષેમકર નામના મુનિ પાસે દીક્ષા લીધી. દીતિધર રાજા ઇંદ્રાણી સાથે ઈંદ્રની જેમ સહદેવી નામની પત્નીની સાથે વિષયસુખ ભેગવવા લાગ્યો. એકદા તેને દીક્ષા લેવાની ઈચ્છા થઈ, એટલે મંત્રીઓએ તેને કહ્યું કે-“જ્યાં સુધી પુત્ર ઉત્પન્ન થયે નથી ત્યાં સુધી તમારે વ્રત લેવું ગ્ય નથી. જો તમે અપુત્રપણુમાં વ્રત લેશે તે આ પૃથ્વી અનાથ થઈ જશે, માટે હે સ્વામી! પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી રાહ જુઓ.” મંત્રીઓએ આ પ્રમાણે કહેવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy