________________
૫૪] રામ લક્ષ્મણની પૂર્વ વંશાવળી.
[પર્વ ૭ મું. પુત્રી તેણે હર્ષથી હનુમાનને આપી. સુગ્રીવે પરાગ, નલે હરિમાલિની અને બીજાઓએ પણ પિતાની હજારો દુહિતા હનુમાનને આપી. રાવણે હર્ષથી દઢ આલિંગન કરી વિદાય કરેલ પરાક્રમી હનુમાન હનુપુર ગયે, અને બીજા પણ જે વાનરપતિ (સુગ્રીવ) વિગેરે વિદ્યાધર હતા તે પણ હર્ષ સહિત પિતાપિતાનાં નગરે ગયા.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये सप्तमे
पर्वणि हनुमदुत्पत्तिवरुणसाधनो नाम ततीयः सर्गः ॥ ३ ॥
tetter
territtent સર્ગ ૪ થો રામ લક્ષ્મણની ઉત્પત્તિ, વિવાહ અને વનવાસ
મિથિલા નગરીમાં હરિવંશને વિષે વાસવકેતુ નામે એક રાજા હતું, તેને વિપુલા નામે સ્ત્રી હતી. તેને પૂર્ણ લક્ષ્મીવાળો અને પ્રજાને જનક સમાન જનક નામે એક પુત્ર થયો. અનુક્રમે તે રાજા થયો. એ સમયમાં અયોધ્યા નગરીમાં શ્રી હષભ ભગવાનના રાજ્ય પછી ઈવાકુવંશની અંતર્ગત રહેલા સૂર્યવંશમાં અનેક રાજાઓ થયા, જેમાંથી કેટલાક ક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા. તે વંશમાં વશમા અહંતનું તીર્થ પ્રવર્તતાં એક વિજય નામે રાજા થશે. તેને હિમચૂલા નામે પ્રિયા હતી. તેઓને વજુબાહુ અને પુરંદર નામે બે પુત્રો થયા. તે સમયમાં નાગપુરમાં લિવાહન રાજાને તેની ચૂડામણિ નામની રાણીથી મનેરમા નામે એક પુત્રી થઈ હતી. જ્યારે તે યૌવનવતી થઈ ત્યારે રોહિણીને ચંદ્રની જેમ વાકાહુ તેને મોટા ઉત્સવથી પર. ઉદયસુંદર નામને તેને સાથે ભક્તિથી જેની પછવાડે આવેલ છે. એવો વળબાહુ મનેરમાને લઈને પિતાના નગર તરફ ચાલ્યો. આગળ ચાલતાં માગમાં એક ગુણસાગર નામના મુનિ તેમના જેવામાં આવ્યા. તે ઉદયાચલ ઉપર રહેલા સૂર્યની જેમ વસંતગિરિપર તપતેજથી પ્રકાશિત થઈ રહેલા હતા. તે મુનિ આતાપના કરતાં ઊંચું જોઈ રહેલા હતા, તેથી જાણે મોક્ષમાર્ગને જતા હોય તેમ દેખાતા હતા. મેધને જોતાં મયૂરની જેમ તેને જોતાંજ વબાહુને હર્ષ ઉત્પન્ન થયે. તેથી તત્કાળ પિતાના વાહનને ઊભું રાખીને તે બા–“અહા! કેઈ આ મહાત્મા મુનિ વંદન કરવા લાગ્યા છે. તે ચિંતામણિ રત્નની જેમ ઘણા પુણ્યથી જોવામાં આવ્યા છે.” તે સાંભળી તેના સાળા ઉદયસુંદરે ઉપહાસ્યમાં કહ્યું કે કુમાર! કેમ દીક્ષા લેવાની ઈચ્છા છે?' વબાહુ બે-“હા, તેમ કરવાને મારું મન છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org