SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પર ] પવનંજય ને અંજનાને મેળાપ. [ પર્વ ૭ મું. શોધ કરતાં કરતાં હનુપુરમાં આવ્યા. તેઓએ ત્યાં પ્રતિસૂર્ય અને અંજનાને ખબર આપ્યા કે “અંજનાના વિરહદુઃખથી પવનંજયે અગ્નિમાં પ્રવેશ કરવાની પ્રતિજ્ઞા કરેલી છે.” તેમના પાસેથી તેવું દુઃશ્રવ વચન સાંભળી જાણે વિષપાન કર્યું હોય તેમ અંજના “અરે હું મારી ગઈ" એમ બેલતી મૂછ ખાઈને પૃથ્વી પર પડી. ચંદનજળથી સિંચન કરતા અને પંખાથી પવન વીંઝતાં એ બાળ સંજ્ઞા પામી. તે ઊઠીને દીનવચને રૂદન કરવા અને બોલવા લાગી કે-“પતિવ્રતા સ્ત્રીઓ પતિના શોકથી અગ્નિમાં પ્રવેશ કરે છે, કારણકે પતિ વિના તેઓનું જીવિત માત્ર દુઃખને માટે જ થાય છે, પણ જે શ્રીમંત પતિઓ હજારો સ્ત્રીઓના ભોગવનારા છે તેઓને તો પ્રિયાને શેક ક્ષણિક હેવો જોઈએ; તે છતાં તેમને અગ્નિમાં પ્રવેશ કરવાનું શું કારણ? હે નાથ! મારે વિરહે તમે અગ્નિમાં પ્રવેશ કરે અને તમારે વિરહ છતાં હું ચિરકાળ જીવતી રહે, તે કેટલું બધું વિપરીત કહેવાય? અથવા મહાસત્વવાળા તે અને અલ્પ સત્વવાળી હું, તેઓની વચ્ચે નીલમણિ અને કાચની જેટલા અંતરની અત્યારે ખબર પડી. આ બાબતમાં સારાં સાસુસસરાને કે મારાં માતાપિતાને કાંઈ દેવ નથી, માત્ર હું મદભાગ્યવાળીના કર્મને જ દેષ છે.” આ પ્રમાણે રૂદન કરતી અંજનાને સમજાવી પુત્ર સહિત તેને સાથે લઈ પ્રતિસૂર્ય એક ઉત્તમ વિમાનમાં બેસી પવનંજયને શોધવા ચાલ્યું. તે ફરતે ફરતો ભૂતવનમાં આવ્યું. દરથી પ્રહસિતે અશ્રુવાળા ને તેને જે, એટલે અંજના સહિત આવતા પ્રતિસૂર્યની ખબર તેણે તત્કાળ પ્રહૂલાદ અને પવનંજયને વિનયપૂર્વક કહી. પ્રતિસૂર્ય અને અંજનાએ વિમાનમાંથી ઉતરી ભક્તિથી પૃથ્વી પર મસ્તક નમાવી દૂરથીજ પ્રહૂલાદને નમસ્કાર કર્યો. પછી પ્રતિસૂર્યને આલિંગન કરી પિતાના પૌત્ર હનુમાનને ઉત્સગ પર બેસારી પ્રહૂલાદે આહ્લાદ પામીને સંભ્રમથી કહ્યું-“હે ભદ્ર! આ દુઃખસમુદ્રમાં કુટુંબ સહિત ડુબી જતાં એવા મારે ઉદ્ધાર કરનારા તમે છે, તેથી મારા સર્વ સંબંધીઓમાં તમે અગ્રેસર બંધુ છે. મારા વંશની પૂર્વભૂત શાખા અને સંતતિના કારણભૂત આ મારી પુત્રવધૂને મેં દેવ વિના ત્યજી દીધી હતી તેની તમે રક્ષા કરી, તે ઘણું સારું કર્યું છે.” પિતાની પ્રિયાને જોઈ તત્કાલ પવનજય સમુદ્રની જેમ દુઃખની ભરતીથી નિવૃત્ત થયે; અને શેકાગ્નિ શાંત થવાથી તે અત્યંત ખુશી થયે. સર્વ વિદ્યાધરીએ વિદ્યાના સામર્થ્યથી ત્યાં આનંદસાગરમાં ચંદ્રરૂ૫ માટે ઉત્સવ કર્યો. પછી તેઓ પોતાના વિમાનેથી આકાશને તારાવાળું કરતાં હર્ષથી હનુપુરમાં ગયા. મહેંદ્ર રાજા પણ માનસવેગા સહિત ત્યાં આવ્યું, અને કેતુમતી દેવી તથા બીજા સર્વ સંબંધીઓ પણ ત્યાં આવી મળ્યા. એક બીજાના સંબંધી અને બંધુરૂપ ત્યાં મળેલા વિદ્યાધરના રાજાઓએ પરસપર મળીને પૂર્વના ઉત્સવથી પણ અધિક ઉત્સવ કર્યો. પછી પરસ્પરની રજા લઈ સર્વે પિતપતાના સ્થાને ગયા, અને પવનંજય પિતાની પ્રિયા અંજના અને કુમાર હનુમાનની સાથે ત્યાં રહ્યો. કુમાર હનુમાન પિતાના મનોરથની સાથે માટે થયે અને તેણે સર્વ કળા અને વિદ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy