SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] ચ'દ્રનખા (સૂપ ણખા)નું અપહરણ વેગથી રાવણ ઉપર દોડયો. શત્રુએને નપુÖસકની જેવા ગણુનારા રાવણે ક્ષુરપ્ર ખાણવડે કમળની જેમ તે દંડના ચુરેચુરા કરી નાંખ્યા. ફરીવાર યમરાજે રાવણુને ખાણેાથી ઢાંકી દીધા, એટલે રાવણે સગુણેાને જેમ લેાભ નિવારે તેમ તે સવ માણેાને નિવારણ કરી નાંખ્યાં. પછી એક સાથે ઘણાં માણેાને વર્ષાવતા રાવણે મળનેા નાશ કરનાર જરાની જેમ યમરાજને જજર કરી દીધેા; એટલે યમરાજ સ`ગ્રામમાંથી નાસીને વેગવર્ડ સ્થનુપુરના રાજા ઇંદ્ર વિદ્યાધરને શરણે ગયેા. ઇંદ્રરાજાને નમી અંજલિ જોડીને તે એલ્સે કે- હે પ્રભુ ! મારા યમપણાને હવે હું જળાંજલિ આપું છું. હે નાથ ! રાષથી કે તેાષથી હવે હું યમપણું કરીશ નહિ, કારણ કે અત્યારે યમના યમ જેવા રાવણુ ઉઠેલા છે. તેણે નરકના રક્ષકેાને નસાડી સવ નારકીને છેડાવી દીધા છે; અને તેની પાસે ક્ષાત્રવ્રતરૂપ ધન છે, તેથીજ તેણે મને રણમાંથી જીવતે મૂકયા છે, તેણે વૈશ્રવણને જીતીને લંકાનું રાજ્ય અને તેનું પુષ્પક વિમાન કબજે કર્યું છે, અને સુરસુર જેવા વીર વિદ્યાધરને પણ જીતી લીધા છે. ” યમરાજનાં આવાં વચન સાંભળી ઇંદ્ર વિદ્યાધર ક્રોધ પામ્યા અને યુદ્ધ કરવા તૈયાર થયે; પણુ ખલવાનની સાથે યુદ્ધ કરવામાં લીરૂ એવા કુલમંત્રીઓએ અનેક ઉપાયાથી સમજાવીને તેને અટકાવ્યેા. પછી તેણે ચમરાજને સુરસંગીત નામનું' નગર આપ્યું અને પોતે રથનુપુર નગરમાં રહીને પૂર્વવત્ વિલાસ કરવા લાગ્યા. [ પ અહી. પૂ પરાક્રમી રાવણુ આદિત્યરજાને ક્રિષ્કિંધાપુરી અને ઋક્ષરજાને ઋક્ષપુર આપી દેવતાઓની જેમ મધવેા અને નગરજનેાથી સ્તવાતા લંકા નગરીમાં ગયા. અમરાવતીમાં ઇંદ્રની જેમ લંકામાં રહીને રાવણે પેાતાના પિતામહનું રાજ્ય ચલાવવા માંડ્યુ. Jain Education International ૭ મું. વાનરાના રાજા આદિત્યરજાને ઇંદુમાલિની નામની રાણીથી વાળી નામે એક મહા અલવાન પુત્ર થશે. બાહુબલમાં ઉગ્ર એવા વાળી નિત્ય સમુદ્રાંત જખૂદ્વીપની પ્રદક્ષિણા કરીને સવ ચૈત્યાની વદના કરતા હતા. આદિત્યરજાને સુગ્રીવ નામે ખીન્ને પુત્ર થયેા અને શ્રીમભા નામે તેનાથી નાની પુત્રી થઈ. ઋક્ષરાને હરિકાંતા નામની સ્ત્રીથી નલ અને નીલ નામના એ જગપ્રખ્યાત પુત્રો થયા. રાજા આદિત્યરજા પાતાના મહા બલવાન પુત્ર વાળીને રાજ્ય આપી પાતે દીક્ષા લઈ તપ કરીને મેક્ષે ગયા. વાળીએ સમ્યગ્દષ્ટિ, ન્યાયી, દયાળુ અને મહાપરાક્રમી એવા પેાતાની જેવા પેાતાના લઘુ ખંધુ સુગ્રીવને યૌવરાજ્યપદે સ્થાપન કર્યાં. એક વખતે રાવણુ અંતઃપુર સહિત હાથી ઉપર બેસીને ચૈત્યવંદન કરવા માટે મેરૂફિંગર ઉપર ગયેા હતેા; તેવે વખતે મેઘપ્રભના પુત્ર ખર નામના એક ખેચરે લંકામાં સૂણખાને જોઈ. જોતાંજ પાતે અનુરાગી થઈ એ સાનુરાગી કન્યાનું હરણ કર્યું, અને ત્યાંથી પાતાળલંકામાં ગયેા. ત્યાં રહેલા આદિત્યરજાના પુત્ર ચંદ્રોદરને કાઢી મૂકીને પેાતે તે નગરી કબજે કરી લીધી. ક્ષણવાર પછી મેરૂ ઉપરથી રાવણુ લંકામાં આવ્યો ત્યાં તેણે ચંદ્રનખા (સૂપ ણખા )ના હરણના ખબર સાંભળ્યા, તેથી તત્કાળ ગુસ્સે થયા અને હાર્થીના શિકાર ઉપર કેસરીસિ’હ દોઢ તેમ તે ખર વિદ્યાધરનેા ઘાત કરવાને ચાલ્યેા. તે વખતે મંદોદરીએ ત્યાં આવી રાવણને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy