SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૨ જે.] વૈશ્રવણે લીધેલ દીક્ષા-સૂર્યરાજા ને અક્ષરજાનું કારાગ્રહમાં પૂરાવું. [૧૫ કલકલ શબ્દની સાથે એક વનના હાથીની ગર્જના સાંભળી. તે સમયે પ્રહસ્ત નામના એક પ્રતિહારે આવી રાવણને કહ્યું કે-“દેવ! આ હસ્તિરત્ન આપનું વાહન થવાને યોગ્ય છે. પછી જેના દાંત પહેળા અને ઊંચા છે, નેત્ર મધુ પિંગલ વર્ણનાં છે, કુંભસ્થળ શિખર જેવું ઉન્નત છે, મદને ઝરનારી નદીને જે ગિરિ છે અને જે સાત હાથ ઊંચે ને નવ હાથ લાંબે છે. એવા તે વનરાજેદ્રને ક્રીડામાત્રમાં વશ કરી રાવણ તેની ઉપર આરૂઢ થયે. તેના ઉપર બેસવાથી ઐરાવત ઉપર બેઠેલા ઈદ્રના જેવી શોભાને અનુસરતા રાવણે તે હસ્તીનું ભુવનાલંકાર એવું નામ પાડયું, અને તેને ગજ શ્રેણિમાં બાંધી રાવણે તે રાત્રિ ત્યાંજ નિર્ગમન કરી. પ્રાતઃકાળે પરિવાર સાથે રાવણ સભામાં આવીને બેઠે, તેવામાં ઘા વાગવાથી જર્જર થઈ ગયેલે પવનવેગ નામે વિદ્યાધર પ્રતિહારની પાસે આજ્ઞા મંગાવી સભામાં આવી પ્રણામે કરીને બે-“હે દેવ! કન્કિંધિરાજાના પુત્ર સૂર્ય રજા અને રૂક્ષરજા પાતાળલંકામાંથી કિષ્કિધા નગરીએ ગયા હતા. ત્યાં યમની જેવા ભયંકર અને પ્રાણને સંશય કરે તેવા યમરાજાની સાથે તેમને મોટું યુદ્ધ થયું. ચિરકાળ યુદ્ધ કરી છેવટે યમરાજાએ તે બંનેને ચારની જેમ બાંધી લઈને પિતાના કારાગ્રહમાં નાંખ્યા છે, ત્યાં યમરાજા વૈતરણી સહિત નરકાવાસ બનાવી તે બંનેને પરિવાર સાથે છેદનભેદન વિગેરેનાં દુઃખ આપે છે. હે અલંઘનીય આજ્ઞાવાળા દશમુખ! તેઓ તમારા ક્રમે આવેલા સેવકે છે માટે તેમને છેડા, કેમકે તેમને પરાભવ તે તમારે પરાભવજ છે.” તે સાંભળી રાવણ બે -“તમે કહે છે તે નિઃશંક એમજ છે. “આશ્રયના દુર્બળપણથીજ આશ્રિતને પરાભવ થાય છે.” તે દુબુદ્ધિએ પરોક્ષ રીતે મારા સેવકોને બાંધ્યા છે અને કારાગ્રહમાં નાંખ્યા છે, તેનું ફળ હું તેને સત્વર આપીશ.” આ પ્રમાણે કહી અનેક પ્રકારની ઈચ્છાવાળો અને ઉગ્ર ભજવીને ધારણ કરનારે રાવણ સૈન્ય સહિત યમ દિકપાલે પાળેલી કિષ્કિધાપુરીએ આવ્યું. ત્યાં ત્રપુપાન, શિલાફાલન અને પશુ છેદ વિગેરે મહા દુઃખેવાળાં સાત દારૂણ નરકે રાવણના જોવામાં આવ્યાં. તેમાં પોતાના સેવકેને કલેશ પામતા જોઈ સર્પોને ગરૂડ ત્રાસ પમાડે તેમ રાવણે રેષ કરી તેના રક્ષક તરીકે રહેલા પરમધામિકેને ત્રાસ પમાડયો. પછી તે કલ્પિત નરકમાં રહેલા પિતાના સેવકોને અને બીજાઓને પણ સર્વને તેમાંથી છોડાવ્યા. મોટા પુરૂષનું આગમન કેના કેલેશનો છેદ નથી કરતું? પછી ક્ષણમાં તે નરકના રક્ષક કુંફાડા મારતા અને ઊંચા હાથ કરતા યમરાજા પાસે ગયા અને સર્વ સમાચાર તેને કહ્યા. તે સાંભળી યુદ્ધરૂપ નાટકને સૂત્રધાર યમરાજા બીજે યમ હોય તેમ ક્રોધથી રક્ત નેત્ર કરતે યુદ્ધ કરવાને નગરીથી બહાર નીક. સૈનિકે સિનિકેની સાથે, સેનાપતિઓ સેનાપતિઓની સાથે અને ક્રોધી યમરાજ ક્રોધી રાવણની સાથે એમ પરસ્પર યુદ્ધ ચાલ્યું. ઘણીવાર સુધી બાણાબાણી યુદ્ધ કર્યા પછી ઉન્મત્ત હસ્તી ગુંડાદંડને ઊંચા કરીને જેમ દેડે, તેમ યમરાજા દારૂણ દંડ લઈને ( ૧ નરકેની કલ્પના કરીને મુન્હેગારને તપાવેલું સીસું પાવું, પથરની શિલા સાથે પછાડવાં, ફરશીવડે છેદન કરવા વિગેરે દુખે. નરકમાં પરમાધામી દુઃખ આપે છે તેમ અહીં પણ તે નામ આપેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy