SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ અગ ] થી પાશ્વનાથ પ્રભુને જન્મ વિગેરે [૪૭૯ કાળરાત્રીના સહોદર જેવા ભયંકર મેઘ આકાશમાં વિક્ર્ચા. તે વખતે આકાશમાં કાળજિ જેવી ભયંકર વિધુત થવા લાગી, બ્રહ્માંડને ફડે તેવી મેઘગર્જના દિશાઓમાં વ્યાપી ગઈ અને નેત્રરા વ્યાપારને હરણ કરે તેવું ઘોર અંધકાર છવાઈ ગયું, તેથી અંતરિક્ષ અને પૃથ્વી જાણે એકત્ર પરવાઈ ગયાં હોય તેમ થઈ ગયાં, પછી “આ મારા પૂર્વ વૈરીનો હું સંહાર કરી નાખું' એવી બુદ્ધિથી મેઘમાળીએ કલ્પાંત કાળના મેઘની જેમ વર્ષવા માંડ્યું. મુશળ અથવા બાણ જેવી ધારાઓથી જાણે પૃથ્વીને કેદાળવડે ખેદતો હોય તેમ તે તાડન કરવા લાગ્યું. તેના પ્રહારથી પક્ષીઓ ઉછળી ઉછળીને પડવા લાગ્યા, તેમજ વરાહ અને મહિષ “વિગેરે પશુઓ આમ તેમ નાસભાગ કરવા લાગ્યા. અતિ વેગવડે ભયંકર એવા જળપ્રવાહો અનેક પ્રાણીઓને ખેંચી જવા લાગ્યા અને મોટાં મોટાં વૃક્ષોને પણ મૂળમાંથી ઉમૂલન કરવા લાગ્યા. શ્રી પાર્શ્વનાથ પ્રભુને ક્ષણવારમાં તે તે જળ ઘુંટણ સુધી આવ્યું, ક્ષણવારમાં જાનુ સુધી પહોંચ્યું, ક્ષણવારે કટિ સુધી થયું અને ક્ષણમાં તે કંઠ સુધી આવી ગયું. મેઘમાળી દેવે જ્યારે તે જળ બધે પ્રસરાવ્યું ત્યારે પદ્મદ્રહમાં લક્ષમીના સ્થાનરૂપ મહાપવની જેમ પ્રભુ તે જળમાં શોભવા લાગ્યા. રત્નશિલાના સ્તંભની જેમ તે જળમાં પણ નિશ્ચળ રહેલા પ્રભુ નાસિકાના અગ્ર ભાગપર દષ્ટિ રાખી રહા, જરા પણ ચલિત થયા નહીં. છેવટે તે જળ પાર્શ્વનાથની નાસિકાના અગ્ર ભાગ સુધી આવ્યું. તે વખતે અવધિજ્ઞાનથી ધરણંદ્રના જાણવામાં આવ્યું કે “અરે! પેલે બાળ તાપસ કમઠ મારા પ્રભુને વૈરી માનીને ઉપદ્રવ કરે છે. પછી તત્કાળ પિતાની મહિષીઓ સાથે નાગરાજ ધરણંદ્ર વેગથી મનની સાથે પણ સ્પર્ધા કરતા હોય તેમ ઉતાવળો પ્રભુની પાસે આવ્યું. પ્રભુને નમીને ધરણે તેમના ચરણ નીચે કેવળીના આસન જેવું અને નીચે રહેલા લાંબા વાળવાવાળું એક સુવર્ણકમળ વિકુવ્યું. પછી તે ભોગીરાજે પિતાની કાયાથી પ્રભુનાં પૃષ્ઠ અને બે પડખાને ઢાંકી દઈને સાત ફણવડે પ્રભુને માથે છત્ર કર્યું. જળની ઊંચાઈ જેવડા લાંબા વાળવાળા કમળની ઉપર સમાધિમાં લીન થઈને સુખે સ્થિત રહેલા પ્રભુ રાજહંસની જેવા દેખાવા લાગ્યા. ભક્તિભાવ યુક્ત ચિત્તવાળી ધરણંદ્રની ઓ પ્રભુની આગળ ગીત નૃત્ય કરવા લાગી. વેણુ વિણાને તાર ધ્વનિ અને મૃદંગને ઉદ્ધત નાદ વિવિધ તાળને અનુસરતે વૃદ્ધિ પામવા લાગ્યા, અને વિચિત્ર ચાર ચારીકવાળું, હસ્તાદિકના અભિનયથી ઉજજવળ અને વિચિત્ર અંગહારથી રમણિક એવું નૃત્ય થવા લાગ્યું. એ વખતે ધ્યાનમાં લીન થયેલા પ્રભુ નાગાધિરાજ ધરણેન્દ્ર ઉપર અને અસુર મેઘમાળી ઉપર સમાન ભાવે રહેલા હતા. એમ છતાં પણ કેપથી વર્ષના એવા મેઘમાળીને જોઈ નાગરાજ ધરણંદ્ર કોપ કરી આક્ષેપથી બોલ્યા કે “અરે! દુર્મતિ! પોતાના અનર્થને માટે તું આ શું આરંભી બેઠે છે? હું એ મહા કૃપાળુને શિષ્ય છું, તથાપિ હવે હું સહન કરીશ નહીં. તે વખતે આ પ્રભુએ કાષ્ઠમાંથી બળતા સર્ષને બતાવીને તને ઉલટો પાપ કરતાં અટકાવ્યો હતો, તેથી તેમણે તારે શે અપરાધ કર્યો? અરે! મૂઢ! ખારી જમીનમાં પડતું મેઘનું જળ પણ જેમ હવણને માટે થાય, તેમ પ્રભુને સદુપદેશ પણ તારા વૈરને માટે થયે છે. નિષ્કારણ બંધુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy