SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮] . શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂ ચરિત્ર [ પ ક મું પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પંચ દિવ્ય પ્રગટ કર્યા, અને ધન્ય પ્રભુનાં પગલાંની ભૂમિપર એક પાદપીઠ કરાવી. પછી વાયુની જેમ પ્રતિબંધરહિત એવા પ્રભુએ યુગમાત્ર દષ્ટિ કરતાં અનેક ગ્રામ, આકર અને નગર વિગેરેમાં છઘસ્થપણે વિહાર કરવા લાગ્યા. એક વખતે વિહાર કરતા પ્રભુ કેઈ નગરની પાસે આવેલા તાપસના આશ્રમ સમીપે આવ્યા, ત્યાં સૂર્ય અસ્ત થઈ ગયે, એટલે રાત્રી થવાથી એક કુવાની પાસે વડવૃક્ષ નીચે જગદ્ગુરૂ તેની શાખાની જેમ નિષ્કપણે કાયોત્સર્ગ મુદ્રાએ સ્થિત રહ્યા. હવે પેલા મેઘમાળી નામના મેઘકુમાર દેવને અવધિજ્ઞાનવડે પિતાના પૂર્વ ભવને વ્યતિકર જાણવામાં આવ્યું, તેથી પાર્શ્વનાથના જીવ સાથે પ્રત્યેક ભવમાં પિતાનું વૈર સંભારીને વડવાનળથી સાગરની જેમ તે અંતરમાં અત્યંત ક્રોધવડે પ્રજવલિત થયા. પછી પર્વતને ભેદવાને હાથી આવે તેમ તે અધમ દેવ અમર્ષ ધરીને પાર્શ્વનાથને ઉપદ્રવ કરવા આવ્યો. પ્રથમ તેણે દારૂપ કરવતથી ભયંકર મુખવાળા, વજ જેવા નખાકુરને ધારણ કરનારા અને પિંગલ નેત્રવાળા કેશરીસિંહો વિદુર્થી. તેઓ પુંછડાવડે ભૂમિપીઠ પર વારંવાર પ્રહાર કરવા લાગ્યા, અને મૃત્યુના મંત્રાક્ષર જેવા ધુત્કાર શબ્દ કરવા લાગ્યા. તથાપિ ધ્યાનમાં નિશ્ચળ લોચન કરીને રહેલા પ્રભુ તેમનાથી જરા પણ ક્ષે પામ્યા નહીં, એટલે ધ્યાનાગ્નિથી ભય પામ્યા હોય તેમ તેઓ કયાંઈ ચાલ્યા ગયા. પછી તેણે ગર્જના કરતા અને મદને વર્ષના જંગમ પર્વત જેવા મેટા હાથીએ વિકુવ્ય. ભયંકરથી પણ ભયંકર એવા તે ગજે દ્રોથી પ્રભુ જરા પણ ભ પામ્યા નહીં, તેથી તેઓ લજજા પામ્યા હોય તેમ તત્કાળ નાસીને કયાંઈ ચાલ્યા ગયા. પછી હિકાનાદથી દિશાઓને પૂર્ણ કરતા અને દયા વિનાનાં અનેક ર છે, યમરાજાની સેના જેવા દૂર અનેક ચિત્તાએ, કંટકના અગ્રભાગથી શિલાઓને પણ ફેડનારા વીંછીએ અને દષિથી વૃક્ષોને પણ બાળી નાખે તેવા દષ્ટિવિષ સ વિકુળં. તેઓ સર્વે ઉપદ્રવ કરવાની ઈચ્છાથી પ્રભુ પાસે આવ્યા, તથાપિ સરિતાએથી સમુદ્રની જેમ પ્રભુ ધ્યાનથી ચલિત થયા નહીં. પછી વિદ્યુત સહિત મેઘની જેમ હાથમાં કતિકા (શસ્ત્ર)ને રાખનારા, ઊંચી દાઢવાળા અને કિલકિલ શબ્દ કરતા વેતાળ વિકુવ્યું. જેની ઉપર સર્પ લટક્તા હોય તેવાં વૃક્ષની જેમ લાંબી જિ અને શિક્ષવાળા અને દીર્ઘજઘા તથા ચરણથી તાડ વૃક્ષ પર આરૂઢ થયા હોય તેમ લાગતા તેમજ જાણે જઠરાગ્નિ જ હોય તેવી મુખમાંથી જવાળા કાઢતા તે વૈતાળો હાથી ઉપર શ્વાન ડે તેમ પ્રભુ ઉપર દેડી આવ્યા, પરંતુ ધ્યાનરૂપ અમૃતના દ્રહમાં લીન થયેલા પ્રભુ તેમનાથી જરા પણ ક્ષોભ પામ્યા નહીં, તેથી દિવસે ઘુવડ પક્ષીની જેમ તેઓ નાસીને કયાંઈ ચાલ્યાં ગયા. પ્રભુની આવી દઢતા જોઈને મેઘમાળી અસુરને ઉલટે વિશેષ ક્રોધ ચડ્યો, તેથી તેણે ૧. યુગ કે ધેસિડું, એટલે ધોંસરા જેટલી (ચાર હાથ) પિતાની આગળની જમીન જેવાવડે ઈસમિતિ. પાળીને ચાલતા. ૨. લિંગ-પુરૂષ ચિન્હ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy