________________
૪૪૪] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર.
[ પ ૯ મું. દબાવી દઈને કાંપિલ્લપુર તરફ ચાલ્યા. જે સૈન્યથી પૃથ્વીનું અને તેની ઉખડેલી રજથી આકાશનું આચ્છાદન કરતા હતા, અને છડીદારની જેમ આગળ ચાલતું ચક્ર જેને માર્ગ બતાવતું હતું, એવા ચૌદ રતના સ્વામી અને નવ નિધિઓના ઈશ્વર બ્રહ્મદત્ત ચક્રી અવિચ્છિન્ન પ્રયાણથી ચાલતા અનુક્રમે પિતાના નગર સમીપે આવી પહોંચ્યા. પછી વાજિંત્રોના ઇવનિના મિષથી જાણે પિતજ હર્ષથી સંગીત કરતું હોય તેવા કાંપિલ્ય નગરમાં બ્રાદને પ્રવેશ કર્યો.
ત્યાં સર્વ દિશાઓમાંથી આવી આવીને એકઠા થયેલા બત્રીસ હજાર રાજાઓએ ભરતની જેમ તેને ચક્રવર્તી પણાને દ્વાદશ વાર્ષિક અભિષેક કરવાનો આરંભ કર્યો.
- પૂર્વે જ્યારે બ્રહ્મદત્ત એકાકી ફરતે હતું, તે વખતે કઈ બ્રાહ્મણ તેને સહાય આપીને સુખ દુઃખને વિભાગી થયા હતા. તે વખતે બ્રહ્મદરે તેને કહેલું કે “ જ્યારે મને રાજ્ય મળે, ત્યારે તું સત્વર આવીને મને મળજે.” આવો સંકેત કરેલ હોવાથી તે બ્રાહ્મણ આ વખતે બ્રહ્મદત્તની પાસે આવ્યા, પરંતુ રાજ્યાભિષેકની વ્યગ્રતાથી તેને રાજ્યમહેલની અંદર પ્રવેશ પણ થઈ શક્યો નહીં, તેથી રાજદ્વારમાંજ બેસી રહીને તેણે રાજાની સેવા કરવા માંડી. રાજ્યાભિષેકની ક્રિયા સંપૂર્ણ થયા પછી બ્રહ્મદત્ત ચકી રાજમહેલની બહાર નીકળ્યા. ત્યારે તે બ્રાહ્મણ પિતાને ઓળખાવવાને માટે જુનાં ઉપાનહુની દવજા કરી ઊભો રહ્યો. બીજી વજાએથી વિલક્ષણ વજાવાળા તે બ્રાહ્મણને જોઈને ચક્રીએ છડીદારને પૂછ્યું કે “અપૂર્વ દવા કરનાર આ પુરૂષ કેશુ છે?” છડીદારે કહ્યું કે “બાર વર્ષ સુધી આપની સેવા કરનાર તે પુરૂષ છે.” બાદતે બોલાવીને પૂછયું કે “આ શું?” તે બ્રાહ્મણ બે -“હે નાથ! તમારી સાથે ફરી ફરીને મારાં આટલાં ઉપાનહુ ઘસાઈ ગયાં, તથાપિ તમે મારી ઉપર કૃપા કરી નહીં.” ચક્રવતી તેને ઓળખીને હસી પડ્યા, અને તેને સેવા કરવા માટે રાજદ્વારમાં આવતાં ન રોકવાની દ્વારપાળને આજ્ઞા કરી. પછી તેને સભાસ્થાનમાં બેલાવીને કહ્યું કે “ભટજી! કહે, તમને શું આપું?” બ્રાહ્મણ બે કે “મને ભેજન આપ.” ચક્રીએ કહ્યું કે “આવું અલ્પ શું માગ્યું? કોઈ દેશ માગી લે.” એટલે જિહ્વાલંપટ બ્રાહ્મણ બેલ્યો કે “રાજ્યનું ફળ પણ ભેજનજ છે, માટે મને તમારા ઘરથી આરંભીને આખા ભરતક્ષેત્રમાં ઘેર ઘેર ભજન અને એક દીનાર દક્ષિણમાં મળે તે હુકમ કરો.” તે સાંભળી ચક્રીએ વિચાર્યું કે “આ બ્રાહ્મણની યોગ્યતા એટલીજ જણાય છે. પછી તેને પિતાને ઘેરથી પહેલે દિવસ દીનાર અને ભેજન અપાવ્યું. શજાની આજ્ઞાથી તે બ્રાહ્મણે ભરતક્ષેત્રમાં અનુક્રમે બધે ઘેર ભેજન કરવા માંડયું અને એવું ચિંતન કરવા લાગ્યું કે બધે જમીને પાછા ફરીને રાજાને ઘેર જમીશ, પરંતુ તેણે ચિરકાળે પણ રાજજન મેળવ્યું નહીં. એવી રીતે વ્યર્થ કાળ ગુમાવતે તે ભટ અન્યદા મૃત્યુ પામી ગયે.
એક દિવસે બ્રહ્મદત્ત ચક્રવર્તી નાટય સંગીત જોતા રાજસભામાં બેઠા હતા. તેવામાં એક દાસીએ આવીને દેવાંગનાએ ગુંચ્યો હોય તેવો એક વિચિત્ર પુષ્પને દડે તેને આપે. તેને
* પગરખાં, જોડા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org