SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ ] શ્રી બ્રહ્મદત્ત ચક્રવત્તીનું ચરિત્ર | ૪૪૩ સામે જાતે યુદ્ધ કરવા આવ્યા. પ્રલયકાળનો સમુદ્ર જેમ કલ્લોલથી કલ્લોલને તોડે, તેમ બંને બળવાન વીરો એક બીજાનાં અસ્ત્રો તોડવા લાગ્યા. તે વખતે સેવકની જેમ અવસર જાણીને કાંતિને પ્રસારતું અને દિશાઓના સમૂહને અર્થાત્ સર્વ દિશામાં રહેલા રાજાઓને જીતે તેવું ચક્રરત્ન બ્રહ્મદત્તની સમીપે પ્રગટ થયું, જેથી તત્કાળ બ્રહ્મકુમારે તે ચક્રથી દીર્ઘરાજાના પ્રાણને હરી લીધા. “વીજળીને ચંદનઘોને મારવાનાં બીજાં સાધનોની શી જરૂર છે?” તે વખતે “આ ચક્રવત્તી જય પામો” એમ ચારણભાટની જેમ બેલતા દેવતાઓએ બહાદત્તની ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પછી પિતાની જેમ, માતાની જેમ અને દેવતાની જેમ પુરજનોએ જોયેલા બ્રહ્મદત્ત ચકીએ અમરવતીમાં ઇંદ્ર પ્રવેશ કરે તેમ કાંપિલ્યપુરમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તેણે પ્રથમ પરણેલી સર્વ સ્ત્રીઓને ત્યાં બોલાવી લીધી, અને તે સર્વ સ્ત્રીઓમાં કુરૂમતીને સ્ત્રીરત તરીકે સ્થાપના કરી. અન્યદા ભરતક્ષેત્રને સાધવાને માટે બ્રહ્મદત્ત ચક્રવર્તી ચક્રની પછવાડે અગણિત સૈન્ય સહિત ચાલ્યા. પૂર્વે નૃપશ્રેષ્ઠ શ્રી ઋષભદેવે રાજ્ય તજીને દીક્ષા લેતી વખતે સર્વ પુત્રમાં મોટા ભરતને મુખ્ય રાજય આપ્યું હતું, અને બીજા નવાણું પુત્રને જુદા જુદા દેશ વહેંચી આપી ચારિત્ર લઈ તપસ્યા કરીને મોક્ષે ગયા હતા, ત્યારથી તે પુત્રોનાં નામ પ્રમાણે તે તે દેશનાં નામ પડ્યાં હતાં. તે આ પ્રમાણે-પૂર્વ દિશામાં પ્રગમ, મસ્તક, પુત્રાગારક, મલ્લ, અંગ, અમલય, ભાર્ગવ, પ્રાગૃતિષ, વંશ, મગધ, અને માસવત્તિક-દક્ષિણ દિશામાં બાણમુક્ત, વૈદર્ભ, વનવાસિક, મહીષક, વનરાષ્ટ્ર, તાયિક, અમદંડક, કલિંગ, ઈષિક, પુરૂષ, મૂલક, અને કુંતલપશ્ચિમ દિશામાં દુર્ગ, સૂર્ધારક, અબુદ, આયંકલ્ફી, વનયસ્ત, કાક્ષિકા, નર્ત સારિક, માહેષ, રૂરૂ, કચ્છ, સુરાષ્ટ્ર, નર્મદ, સારસ્વત અને તાપસ-ઉત્તર દિશામાં કુરૂજાંગલ, પંચાલ, સૂરસેન, પશ્ચર, કલિંગ, કાશિ, કૌશલ, ભદ્રકાર, વૃક, અર્થક, વિગત, કીસલ, અંબઇ, સાલવ, મત્સ્ય, કુનીયક, મૌક, વાહીક, કાંજ, મધુ, મદ્રક, આત્રેય, યવન, આભીર, વાન, વાનસ, કૈકય, સિંધુ, સૌવીર, ગાંધાર, કાથ, તેષ, દસેરક, ભારદ્વાજ, ચમ્, અશ્વપ્રસ્થાલ, તાણુકર્ણક ત્રિપુર, અવંતિ, ચેદિ, કિષ્કિન્ધ, નૈષધ, દશાર્ણ, કુસુમણું, નૌપલ, અંત, કેસલ, દામ, વિનિયેત્ર અને વૈદિશ. આ દેશે વિંધ્યાચળના પૃષ્ઠ ભાગે છે. વિદેહ, ભત્સ, ભદ્ર, વજ, સિંડિંભ, સિડવ, કુત્સ અને ભંગ આ દેશે પૃથ્વીના મધ્યભાગે છે. પ્રારંભમાં માગધાધીશને સાધીને વરદામ, પ્રભાસ, કૃતમાલ અને બીજા દેવોને પણ બ્રહ્મદત્તે અનુક્રમે સાધી લીધા. પછી બ્રહ્મદત્ત ચક્રીએ ચક્રને અનુસરીને નવાણું દેશે પણ સ્વયમેવ સાધી લીધા, અને ત્યાંના રાજાઓના સમૂહને વશ કર્યો. જુદા જુદા સ્વામીઓનું ઉમૂલન કરીને ષટ્રખંડ પૃથ્વીના પોતે એકજ સ્વામી થઈ તેને એક ખંડ જેવી કરી દીધી. પછી સર્વ રાજાઓના મુગટપર જેનું શાસન લાલિત થયેલું છે એવા બ્રહ્મદત્ત સર્વ શત્રુઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy