________________
સર્ગ ૧ લે ]. શ્રી બ્રહ્મદત્ત ચક્રવતીનું ચરિત્ર
[૪૩૭ આ અરસામાં કૌશાંબી નગરીના સ્વામી પાસે દીર્ઘરાજાએ મોકલેલા સુભટે નષ્ટ થયેલા શલ્યની જેમ બ્રહ્મદર અને વરધનુને શેધવાને માટે આવ્યા. કૌશાંબીના રાજાની આજ્ઞાથી અહીં તે બન્નેને શોધ થવા માંડ્યો. તેની ખબર પડતાં સાગરદત્તે તેમને નિધાનની જેમ ભૂમિગૃહમાં સંતાડયા, તેમની ત્યાંથી બહાર જવાની ઈચ્છા થતાં તેજ રાત્રીએ રથમાં બેસાડીને સાગરદત્ત તેમને કેટલેક દૂર લઈ ગયો. પછી તે પાછો વળે. બને જણ આગળ ચાલ્યા, ત્યાં નંદનવનમાં દેવીની જેમ તે નગરીના ઉદ્યાનમાં એક સુંદર સ્ત્રી તેમના જોવામાં આવી. તે બંનેને જોઈને “તમને આવતાં આટલી બધી વાર કેમ લાગી ?” એમ તેણીએ આદરથી પૂછયું, એટલે તેઓ વિસ્મય પામી બોલ્યા-“ભ! અમે કોણ છીએ? અને તું અમને શી રીતે ઓળખે છે ?” તે બેલી-“આ નગરીમાં ધનપ્રભવ નામે કુબેરના બંધુ જે ધનારા શ્રેષ્ઠી છે. તેમને આઠ પુત્રો થયા પછી બુદ્ધિના આઠ ગુણ ઉપરાંત વિવેકલક્ષ્મીની પ્રાપ્તિ થાય તેમ હું એક પુત્રી થઈ છું. ઉત્કટ યૌવનવતી થતાં મેં વરની પ્રાપ્તિને માટે આ ઉદ્યાનમાં એક યક્ષનું બહુ પ્રકારે આરાધન કર્યું, કેમકે “સ્ત્રીઓને પતિપ્રાપ્તિ સિવાય બીજું કાંઈ પણ મનોરથ હેત નથી. ભક્તિથી સંતુષ્ટ થયેલા યક્ષે મને વરદાન આપ્યું કે “બ્રહ્મદત્ત નામે ચક્રવત્ત તારે ભર્તા થશે. જે સાગર અને બુદ્ધિલ શ્રેષ્ઠીના કુકડાને બરાબર જોડી દેનારે, શ્રીવત્સના ચિન્હવાળે અને મિત્ર સાથે રહેનાર હોય તે બ્રહ્મદત્ત છે એમ તારે ઓળખી લેવો. વળી આ મારા મંદિરમાં રહેતાંજ તને બ્રહ્મદત્તને મેળાપ થશે.” યક્ષનાં આવાં વચન પ્રમાણે તમે અહીં મળ્યા છે, તેથી તે સુંદર ! તે બ્રહ્મદત્ત તમેજ છે, માટે અહીં આવે, અને જળના પૂર જેવા તમારા સંગથી ચિરકાળ થયેલા વિરહાગ્નિથી પીડિત એવી મને શાંત કરે.” બ્રહ્મદને તેમ કરવાને અંગીકાર કર્યું. પછી તેણીના અનુરાગની જેમ તેને પણ રથમાં બેસાડી. આગળ ચાલતાં “અહીંથી ક્યાં જશું?” એમ તેને પ્રીતિથી પૂછ્યું, એટલે તે બેલી કે “અહીં મગધપુરમાં ધનાવહ નામે મારા કાકા રહે છે, તે આપણે ઘણે સત્કાર કરશે, માટે તે તરફ ચાલે.” આવી રત્નવતીની વાણીથી બ્રહ્મદરે મંત્રીપુત્રને સારથિ કરીને તે બાજુ ઘેડા હંકાવ્યા. ક્ષણવારમાં કૌશાંબીના પ્રદેશને ઉલંઘીને બહાદત્ત વિગેરે જાણે યમરાજનું સ્થાન હોય તેવી ભયંકર અટવીમાં આવી પહોંચ્યા. ત્યાં સુકંટક અને કંટક નામના બે ચેરની સેનાના નાયક હતા; તેઓએ હાથી જેમ શ્વાનને રૂંધે તેમ બ્રહાદત્તને ર્યો, અને કાળરાત્રીના જાણે બે પુત્ર હોય તેવા તે સિન્ય સહિત ચેરનાયકેએ આકાશમાં મંડપ રચે તેમ બાણેથી તેમને આચ્છાદન કરી દીધા. તે વખતે મેઘ જેમ જળાધારાથી દાવાનળને નિષેધે, તેમ ધનુષ્ય ધારણ કરેલા બ્રહ્મદત્તકુમારે ગર્જના કરીને બાવડે તે ચરોની સેનાને નિષેધી. કુમારનાં બાણેના વરસાદથી તે બંને ચારનાયક સૈન્ય લઈને નાસી ગયા, કેમકે “સિંહ પ્રહાર કરે ત્યારે હરિ કેમ ટકી શકે ?” પછી મંત્રીપ કુમારને કહ્યું, “સ્વામિન્ ! યુદ્ધ કરીને થાકી ગયા હશો, માટે બે ઘડી આ રથમાંજ સુઈ જાઓ.” એટલે યુવાન હાથી જેમ હાથિણી સાથે પર્વતના નિતંબ પર સુવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org