________________
૧૯૬]
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [ પ ૮ મું સાવધાનપણે ધર્મ સાંભળ્યો, તેથી અપૂર્વ વૈરાગ્ય ઉત્પન્ન થતાં બંને પત્નીઓ સહિત માતા પિતાની આજ્ઞા મેળવીને તેણે પ્રભુની પાસે દીક્ષા લીધી. જ્યારે ગજસુકુમાળે દીક્ષા લીધી ત્યારે તેના વિયેગને નહિ સહન કરી શકતા એવા તેના માતાપિતાએ અને કૃષ્ણ પ્રમુખ ભાઈઓએ ઊંચે સ્વરે રૂદન કર્યું.
જે દિવસે દીક્ષા લીધી તેજ દિવસે ગજસુકુમાળ મુનિ પ્રભુની આજ્ઞા લઈ સાયંકાળે સ્મશાનમાં જઈને કાર્યોત્સર્ગ ધ્યાને રહ્યા. તેવામાં કાંઈક કારણે બહાર ગયેલા મશર્મા બ્રાહ્મણે તેમને દીઠા. તેમને જોઈ તે સોમશર્માએ ચિંતવ્યું કે, “આ ગજસુકુમાળ ખરેખર પાખંડી છે, તેને આ વિચાર છતાં માત્ર વિટંબના કરવાને એ દુરાશય મારી પુત્રીને પર હતે.” આમ ચિંતવી એ મહા વિરોધી બુદ્ધિવાળા સોમશર્માએ અતિ ક્રોધાયમાન થઈને બળતી ચિતાના અંગારાથી પૂરેલી એક ઘડાની ઠીબ તેના માથા ઉપર મૂકી. તેના વડે અત્યંત દહન થયા છતાં પણ તેમણે સમાધિપૂર્વક તે સર્વ સહન કર્યું, તેથી એ ગજસુકુમાળ મુનિનાં કર્મરૂપ સર્વ ઇધન બળીને ભસ્મ થઈ ગયાં, અને તત્કાળ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી આયુષ્ય પૂર્ણ થવાથી તે મુનિ મોક્ષે ગયા.
પ્રાતઃકાળે કૃષ્ણ પિતાના પરિવાર સહિત રથમાં બેસીને પૂર્ણ ઉત્કંતિ મનથી ગજસુકુમાળ મુનિને વાંદવા માટે ચાલ્યા. દ્વારકાની બહાર નીકળ્યા, તેવામાં તેમણે એક વૃદ્ધ બ્રાહ્મણને માથે ઇંટે લઈ કઈ દેવાલય તરફ જતે જે. કૃષ્ણ તેની પર દયા લાવીને તેમાંથી એક ઇટ પિતાની જાતે તે દેવાલયમાં લઈ ગયા, એટલે કેટીગમે કે તે પ્રમાણે એકએક ઈંટ લઈ ગયા, જેથી તેનું તે કામ થઈ ગયું. આ પ્રમાણે તે બ્રાહ્મણને કૃતાર્થ કરીને કૃષ્ણ નેમિનાથની પાસે આવ્યા. ત્યાં સ્થાપન કરેલા ભંડારની જેવા પિતાના ભાઈ ગજસુકુમાળને તેમણે દીઠા નહીં, એટલે કૃષ્ણ ભગવંતને પૂછયું કે “પ્રભુ! મારા ભાઈ ગજસુકુમાળ ક્યાં છે?' ભગવંતે કહ્યું કે “સેમશર્મા બ્રાહ્મણને હાથે તેને મોક્ષ થા.” તે વાત વિસ્તારથી સાંભળતાં જ કૃષ્ણને મૂછ આવી. થોડી વારે સંજ્ઞા પામીને કૃષ્ણ ફરીવાર પ્રભુને પૂછયું “ભગવદ્ ! એ મારા ભાઈના વધ કરનાર બ્રાહ્મણને મારે શી રીતે ઓળખવે?” પ્રભુ બોલ્યા કૃષ્ણ! એ સોમશર્માની ઉપર તમે કે૫ કરશે નહી, કારણ કે તમારા ભ્રાતાને સઘ મોક્ષ પ્રાપ્ત થવામાં તે સહાયકારી થયે છે. લાંબે કાળે સાધ્ય થાય તેવી સિદ્ધિ હોય તે પણ સહાય મળવાથી ક્ષણમાં સિદ્ધ થાય છે. જેમ તમે પેલા વૃદ્ધ બ્રાહ્મણને સહાય કરી તે તેની સર્વ ઇંટે સ્વલ્પ સમયમાં ઈચ્છિત સ્થાનકે પહોંચી ગઈ છે સોમશર્મા તમારા ભાઈને આ ઉપસર્ગ ન કરત તે કાળક્ષેપ વગર તેની સિદ્ધિ શી રીતે થાત? હવે તમારે તેને ઓળખવો છે તે તમને અહીંથી પાછા વળીને નગરીમાં પેસતાં જોઈ જે મસ્તક ફાટીને મરી જશે તેને તમારા ભાઈને વધ કરનાર જાણી લેજે.પછી કૃષ્ણ રૂદન કરતા સતા પોતાના ભાઈને ઉત્તરસંસ્કાર કર્યો. ત્યાંથી ખેદયુક્ત ચિત્ત પાછા વળીને દ્વારકાનગરીમાં પેસતાં તેમણે પેલા સેમશર્મા બ્રાહાણને મસ્તક ફાટીને મરી જતે જોયે, એટલે તત્કાળ તેને પગે દેરડી બાંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org