SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [પવું ૮ મું છે. રાત્રીભજનનો નિયમ કર્યા વિના ભલે કોઈ માણસ માત્ર દિવસે જ જમનારે હોય તે પણ તે તેના ચાખા ફળને પામતે નથી, કારણ કે કોઈને રૂપીઆ આપતાં બલી કર્યા વિના તેનું વ્યાજ મળી શકતું નથી. જે જડ મનુષ્યો દિવસને ત્યાગ કરીને રાત્રીએજ ભેજન કરે છે, તેઓ રત્નને ત્યાગ કરીને કાચને જ સ્વીકાર કરે છે. મનુષ્ય રાત્રીજન કરવાથી પરભવે ઘુવડ, કાગડા, બિલાડા, ગીધ, શંબર, મૃગ, ભુંડ, સર્પ, વીંછી અને ગોધા (ઘે) અથવા ગૃહગંધા (ગોળી) પણે ઉત્પન્ન થાય છે. જે ધન્ય પુરૂષ સર્વદા રાત્રીભેજનની નિવૃત્તિ કરે છે, તે પિતાના આયુષ્યને અર્ધો ભાગ અવશ્ય ઉપવાસી થાય છે. રાત્રીજનને ત્યાગ કરવામાં જે (જેટલા) ગુણ રહેલા છે, તે સદ્ગતિને જ ઉત્પન્ન કરનારા છે, સર્વે ગુને ગણવાને કેણ સમર્થ થાય તેમ છે? કાચા ગોરસ (દુધ, દહીં ને છાશ)માં દ્વિદળાદિક મળવાથી તેમાં ઉત્પન્ન થતાં સૂક્ષમ જંતુઓ કેવળીએ જેયાં છે, તેથી તેને પણ ત્યાગ કરે. વળી દયા ધર્મમાં તત્પર એવા મનુષ્ય જંતુથી મિશ્રિત એવાં ફળ, પુષ્પ અને પત્ર વિગેરેને ત્યાગ કરે, તથા વમિશ્રિત અથાણુને કે જેમાં દીર્ઘકાળ રહેવાથી ઘણાં ત્રસ જતુઓ ઉત્પન્ન થયાં હોય તેને પણ ત્યાગ કરે. આ રીતે સર્વ ધર્મમાં દયાધર્મજ મુખ્ય છે એમ જાણીને ભક્ષ્ય પદાર્થોને વિષે પણ વિવેક બુદ્ધિવાળો શ્રાવક અનુક્રમે સંસારથી મુક્ત થાય છે.” આવી પ્રભુની દેશના સાંભળીને વરદત્ત રાજા સંસારથી પરમ વૈરાગ્ય પામી વ્રત લેવાને ઉત્સુક થયે. પછી કૃષ્ણ ભગવંતને નમસ્કાર કરીને પૂછયું કે “હે ભગવન્! તમારે વિષે સર્વ જન અનુરાગી છે, પણ રામતીને સર્વ કરતાં વિશેષ અનુરાગ થવાનું શું કારણ તે કહે.” એટલે પ્રભુએ ધન અને ધનવતીને ભવથી માંડીને આઠ ભવને તેની સાથેને પિતાને સંબંધ કહી સંભળાવ્યું. પછી વરદત્ત રાજાએ ઊભા થઈનમસ્કાર કરી અંજલિ જોડીને પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે-“હે નાથ! સ્વાતિ નક્ષત્રમાં મેઘથી પુષ્કર (છીપ) માં મુક્તાફળ ઉત્પન્ન થાય છે તેમ તમારાથી પ્રાપ્ત કરેલો શ્રાવકધર્મ પણ પ્રાણીને મહા ફળદાયક થાય છે, પરંતુ તમે ગુરૂ પ્રાપ્ત થયા છે તેથી તેટલાથી હું સંતેષ પામતે નથી; કારણ કે કલ્પવૃક્ષ પ્રાપ્ત થતાં માત્ર તેના પત્રની ઈચ્છા કોણ કરે? માટે હું તે તમારો પ્રથમ શિષ્ય થવાને ઈરછું છું, તેથી હે દયાનિધિ! મારા પર દયા કરીને મને સંસારતારિણી દીક્ષા આપે.” આ પ્રમાણે કહેતા એ રાજાને પ્રભુએ તત્કાળ દીક્ષા આપી, એટલે તેની પછવાડે બે હજાર ક્ષત્રિએએ દીક્ષા લીધી. પૂર્વે ધનના ભાવમાં જે ધનદેવ અને ધનદત્ત નામે બે બંધુ હતા તે અને અપરાજિતના ભવમાં વિમળબોધ નામે મંત્રી હતા તે ત્રણે સવામીની સાથે ભવભ્રમણ કરી આ ભવમાં રાજાઓ થયા હતા અને સમવસરણમાં આવેલા હતા, તેઓને રાજીમતીના પ્રસંગથી પિતાના પૂર્વ ભવ સાંભળવામાં આવતાં તત્કાળ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, જેથી અપૂર્વ વૈરાગ્યસંપત્તિને પ્રાપ્ત કરીને તેમણે શ્રી અરિષ્ટનેમિની પાસે તે જ વખતે વ્રત ગ્રહણ કર્યું. પછી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy