________________
સર્ગ ૯ મે ] શ્રી અરિષ્ટનેમિને વૃત્તાંત
[ ૩૭૯ દક્ષિણ બહુ ફરક્યો, તેથી તેના મનમાં અને અંગમાં સંતાપ ઉત્પન્ન થયા. પછી ધારાગૃહની પુતળીની જેમ નેત્રમાંથી અશ્રને વર્ષાવતી રાજમતીએ પિતાની સખીઓ પ્રત્યે ગદ્ગદ્ સ્વરે તે વાત જણાવી. તે સાંભળી સખીઓ બેલી “સખી! પાપ શાંત થાઓ, અમંગળ હણાઓ અને બધી કુળદેવીઓ તારૂં કલ્યાણ કરે. બહેન! ધીરી થા, આ તારા વર પાણિગ્રહણમાં ઉત્સુક થઈને અહીં આવેલા છે, તે હવે વિવાહમહત્સવ પ્રવર્તતા સતા તને અનિષ્ટ ચિંતા શા માટે થાય છે?'
અહીં નેમિનાથે આવતાં આવતાં પ્રાણીઓને કરૂણ સ્વર સાંભળે, તેથી તેનું કારણ જાણતાં છતાં પણ તેમણે સારથિને પૂછયું કે “આ શું સંભળાય છે?' સારથિએ કહ્યું, “નાથ! શું તમે નથી જાણતા? આ તમારા વિવાહમાં ભેજનને માટે વિવિધ પ્રાણીઓને લાવેલા છે. હે સ્વામિન! મેંઢાં વિગેરે ભૂમિચરે, તેતર વિગેરે ખેચરે અને ગામડાનાં તથા અટવીનાં પ્રાણીઓ અહીં ભેજનને નિમિત્તે પંચત્વને પામશે, તેઓને રક્ષકોએ વાડામાં પૂરેલાં છે, તેથી તેઓ ભયથી પિકાર કરે છે, કારણ કે સર્વ ને પ્રાણુવિનાશને ભય મોટામાં મોટા છે.” પછી દયાવીર નેમિપ્રભુએ સારથિને કહ્યું કે “જ્યાં એ પ્રાણુઓ છે, ત્યાં મારો રથ લઈ જા.” સારથિએ તત્કાળ તેમ કર્યું, એટલે પ્રભુએ પ્રાણનાશના ભયથી ચકિત થઈ ગયેલાં એવાં વિવિધ પ્રાણીઓને ત્યાં જોયાં. કોઈને દેરડાથી ગ્રીવામાં બાંધેલાં હતાં, કેઈને પગે બાંધ્યાં હતાં, કોઈને પાંજરામાં પૂર્યા હતાં અને કેઈને પાશમાં નાખેલાં હતાં. ઊંચા મુખવાળાં, દીન નેત્રવાળાં અને જેમનાં શરીર કંપે છે એવાં તે પ્રાણુઓએ દર્શનથી પણ તૃપ્ત કરે તેવા નેમિનાથ પ્રભુને જોયા, એટલે તેઓ પિતપતાની ભાષાથી “પતિ, પાહિ” (રક્ષણ કરે, રક્ષણ કરે) એમ બોલ્યાં. તે સાંભળી તત્કાળ પ્રભુએ સારથિને આજ્ઞા કરીને તેઓને છોડાવી મૂક્યાં. તે પ્રાણીઓ પિતપોતાનાં સ્થાનમાં ચાલ્યાં ગયાં, એટલે પ્રભુએ પિતાના રથને પાછા પોતાના ઘર તરફ વળાવ્યો.
નેમિકુમારને પાછા વળતા જોઈ શિવદેવી અને સમુદ્રવિજય તત્કાળ ત્યાં આવી નેત્રમાં અબુ લાવીને બેલ્યાં, “વત્સ! આ ઉત્સવમાંથી અકસ્માત કેમ પાછા વળ્યા?” નેમિકુમાર બેલ્યા- “હે માતા પિતા! જેમ આ પ્રાણીઓ બંધનથી બંધાયેલાં હતાં, તેમ આપણે પણ કર્મરૂપ બંધનથી બંધાયેલા છીએ, અને જેમ મેં તેમને બંધનથી મુક્ત કર્યા, તેમ હું પણ કર્મબંધનથી મુક્ત થવાને માટે અદ્વૈત સુખના કારણરૂપ દીક્ષા ગ્રહણ કરવાને ઈચ્છું છું.' નેમિકુમારનાં આવાં વચન સાંભળી તેમનાં માતાપિતા મૂછ પામ્યાં અને સર્વ યાદવ નેત્રથી અવિચ્છિન્ન અશુપાત કરી કરીને રોવા લાગ્યા. તે વખતે કૃષ્ણ ત્યાં આવી શિવાદેવી અને સમુદ્રવિજયને આશ્વાસન આપી સર્વનું રૂદન નિવારીને અરિષ્ટનેમિને કહ્યું, “હે માનવંતા ભાઈ! તમે મારે અને રામને સદા માન્ય છે, તમારૂં અનુપમ રૂપ છે અને નવીન યૌવન છે, વળી આ કમળલેચના રાજીમતી તમારે એગ્ય છે, તે છતાં તમને વૈરાગ્ય થવાનું શું કારણ છેતે કહે. વળી તમે જે પ્રાણુઓને બંધાયેલાં જોયાં હતાં, તેમને પણ બંધનમાંથી છોડાવ્યાં, તે હવે તમારાં માતાપિતાના અને બાંધના મનોરથને પૂર્ણ કરે. હે બંધુ! તમારાં માતાપિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org