SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૫ ૮ શું આરૂઢ થયા. તે વખતે અશ્વોના હેવારવથી દિશાએથી બધિર કરતા ક્રોડગમે કુમારે જાનૈયા થઈને તેમની આગળ ચાલ્યા, બને પડખે હજારે રાજા હાથી પર ચડીને ચાલવા લાગ્યા, અને પછવાડે દશ દશાહ અને રામ કૃષ્ણ ચાલવા લાગ્યા. ત્યારબાદ મહામૂલ્યવાળી શિબિકાઓમાં બેસીને અંતઃપુરની સ્ત્રીઓ અને બીજી પણ ઓ મંગળ ગીત ગાતા ગાતી ચાલી. આ પ્રમાણે મોટી સમૃદ્ધિથી શ્રી નેમિકુમાર રાજમાર્ગે ચાલ્યા. આગળ મંગળપાઠકે ઊંચે વરે મંગળપાઠ કરતા કરતા ચાલતા હતા, અને માર્ગમાં અટારીઓ ઉપર ચઢેલી પુરસ્ત્રીઓની પ્રેમાદ્ધ દષ્ટિએ મંગળ લાજાની જેમ નેમિનાથની ઉપર પડતી હતી. એ પ્રમાણે પુરજનેએ જોયેલા અને પરસ્પર હર્ષથી વર્ણવેલા નેમિકુમાર અનુક્રમે ઉગ્રસેનના ઘર પાસે આવ્યા. નેમિનાથના આગમનને કેળાહળ સાંભળી મેઘવનિથી મયરીની જેમ કમળલોચના રાજીમતી ગાઢ ઉત્કંઠાવાળી થઈ. તેને ભાવ જાણીને તેની સખીઓ બોલી કે “હે સુંદરી! તમે ધન્ય છે કે જેનું નેમિનાથ પાણિગ્રહણ કરશે. હે કમળલેચના! જે કે નેમિનાથ અહીં આવવાના છે, તથાપિ અમે ઉત્સુક થવાથી ગોખ ઉપર રહીને તેમને જેવાને ઇચ્છીએ છીએ.” પિતાના મને ગત અર્થને કહેવાથી હર્ષ પામેલી રામતી પણ સંભ્રમથી સખીઓ સહિત ગેખ ઉપર આવી. રાજીમતીએ ચંદ્ર સહિત મેઘના જે માલતી પુષે ગુંથેલે કેશપાશ ધર્યો હતો, તે બે વિશાળ લેચનથી કર્ણમાં ધારણ કરેલાં આભૂષણભૂત કમળને હરાવતી હતી, મુક્તાફળવાળા કુંડળ યુક્ત કર્ણથી છીપની શોભાને તિરસ્કાર કરતી હતી, હીંગળોક સહિત અધરથી પાકેલા બિંબફળને લજાવતી હતી, તેની કંઠાભૂષણયુક્ત ગ્રીવા સુવર્ણની મેખલાવાળા શંખના જેવી શેભતી હતી, હારથી અંકિત એવાં સ્તન બિસ ગ્રહણ કરનારા ચક્રવાક જેવા શુભતાં હતાં, કરકમળથી કમળ ખંડયુક્ત સરિતા જેવી દેખાતી હતી, જાણે કામદેવની ધનુલતા હોય તે તેને મધ્ય ભાગ (કટિપ્રદેશ) મુષ્ટિગ્રાહ્ય હતું, જાણે સુવર્ણ ફલક હોય તેવા નિતંબવડે મનેરમ હતી, કદલી જેવા તેના ઉરૂ હતા, મૃગલીના જેવી તેની જંઘા હતી, રત્ન જેવી નખાવળી હતી, છેડાદાર શ્વેત વસ્ત્ર પહેર્યા હતાં અને અંગે ગેરચંદનનું વિલેપન કર્યું હતું. આ પ્રમાણે તૈયાર થઈને દેવી જેમ વિમાનમાં બેસે તેમ તે ગોખ ઉપર આવીને બેઠી. ત્યાં રહીને તેણીએ જાણે પ્રત્યક્ષ કંદર્પ હેય તેમ હદયમાં કંદર્પને પ્રદીપ્ત કરનાર નેમિનાથને દૂરથી જોયા. તેમને દૃષ્ટિથી નીરખીને તેણે મનમાં વિચાર્યું કે “અહો! આવા મનથી પણ અગોચર એવા પતિ મળવા દુર્લભ છે. ત્રણ લેકમાં આભૂષણરૂપ એવા આ પતિ જે મને પ્રાપ્ત થાય તે પછી મારા જન્મનું ફળ શું પૂર્ણ નથી થયું? જો કે આ પરણવાની ઈચ્છાએ અહીં આવ્યા છે, તથાપિ મને પ્રતીતિ આવતી નથી, કારણ કે આવા પુરૂષ ઘણું પુણ્ય હોય તેજ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે તે ચિંતવતી હતી તેવામાં તેનું દક્ષિણ વેચન અને ૧ મંગળિક નિમિતે ઉડાડેલી લાજા–ધાણું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy