SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ] શ્રી વસુદેવ ચરિત્ર [ પ ૮ મુ કે ‘મારું રાજ્ય અને પતિ અને ગયાં.' પછી તે તારલેાચના લલનાએ મુક્તક કે લાંબા સ્વરથી રૂદન કરવા માંડ્યુ. ‘દુર્દશામાં પડેલી આને ધૈય ગુણુ કયાંથી હોય ?” “ અરે નાથ! તમે મને કેમ છેાડી દીધી ? શુ... હું તમને ભારરૂપ થઈ પડત? ‘સર્પને પેાતાની કાંચળીના દિ પશુ ભાર લાગતો નથી.' જો તમે મશ્કરી કરવાને કાઈ વેલના વનમાં સતાઈ ગયા હ। તો હવે પ્રકટ થાઓ, કેમકે લાંબા કાળ સુધી મશ્કરી કરવી તે પણ સુખને માટે થતી નથી. હું વનદેવતાઓ! હુ' તમને પ્રાર્થુ છુ કે તમે મારાપર પ્રસન્ન થાઓ અને મારા પ્રાણેશને કે તેણે પવિત્ર કરેલા માર્ગને અતાવે. હું પૃથ્વી! તું પાકેલા કાકડીના ફળની જેમ એ ભાગે થઈ જા, જેથી હું તારા દીધેલા વિવરમાં પ્રવેશ કરી સુખી થાઉં.” આ પ્રમાણે વિલાપપૂર્વ ક રૂદન કરતી વૈદભી જળવડે નીકની જેમ અાજળથી અરણ્યનાં વૃક્ષાને સિંચન કરવા લાગી. જળમાં કે સ્થળમાં, છાયામાં કે તડકામાં જાણે વરાત હાય તેમ તે દવદતીને નળરાજા વિના જરા પણું સુખ થયું નહી. પછી તે ભીમસુતા અટવીમાં ભમવા લાગી, તેવામાં વસ્ત્રના છેડા ઉપર લખેલા અક્ષરે તેના જોવામાં આવ્યા; એટલે તત્કાળ હર્ષોંથી નેત્ર વિકવર કરીને તે વાંચવા લાગી. વાંચીને તેણીએ વિચાયુ” કે ‘જરૂર પ્રાણેશના હૃદયરૂપ પૂર્ણ સરેાવરમાં હું હંસલી તુલ્ય છું, નહી તે મને આવા આદેશરૂપ પ્રસાદનું સ્થાન શા માટે કરે? માટે આ પતિના આદેશને હું ગુરૂનાં વચનથી પણ અધિક માનુ છું. આ આદેશ પ્રમાણે વવાથી મારે। આ લેાક અતિ નિર્મળ થશે, માટે ચાલ, હું સુખવાસના કારણરૂપ પિતાને ઘેર જાઉં, પણ પતિ વિના સ્ત્રીઓને પિતૃગૃહે પણ પરાભવનું સ્થાન છે. જો કે મેં પ્રથમ પતિની સાથે જવાને ઈચ્છ3" હતું, પણ તે ચેાગ બન્યા નહીં; પરંતુ હવે પતિની આજ્ઞાને વશ થઈ ને પિતૃગૃહે જવું એજ યુક્ત છે.' આવા વિચાર કરી વૈદભાઈએ પેલા વડને માગે ચાલવા માંડ્યું. જાણે નળરાજા સાથે હાય તેમ તેના અક્ષરાને જોતી જોતી તે માર્ગે ચાલી. માગમાં વ્યાધ્રો મુખ ફાડી ધ્રુવતીને ખાવાને ઉદ્યમવંત થતા હતા, પણ અગ્નિની જેમ તેની સમીપે જઈ શકતા નહીં, તે ત્વરાથી ચાલતી ત્યારે રાક્ડાના મુખમાંથી મોટા સર્પી નીકળતા, પણ જાણે મૂત્તિમાન્ જા'ગુલી વિદ્યા હોય તેમ તેની પાસે જઈ શકતા નહીં. જેએ ખીજા હાથીની શંકાથી પેાતાની છાયાને પણ દાંતથી ભેદતા હતા એવા ઉન્મત્ત હાથીએ પણ સિંહણની જેમ તેણીથી દૂરના દૂર ઉભા રહેતા હતા. એવી રીતે મા'માં ચાલતી વૈદલીને ખીજા કાઈ પણ ઉપદ્રવ થયા નહીં. “ જે સ્ત્રી પતિવ્રતા હાય છે તેનું સત્ર કુશળ થાય છે.” એ રાજરમણીના કેશ ભિલ્લની સ્ત્રીની જેમ અત્યંત વિશ’સ્થૂળ થઈ ગયા હતા, જાણે તરતમાં જ સ્નાન કર્યું" હાય તેમ તેનુ' સવ અંગ પ્રસ્વેદ જળથી વ્યાપ્ત થયેલું હતું, માગમાં કરીર અને આરડી વિગેરે કટકી વૃક્ષેા સાથે ઘČણુ થવાથી તેના શરીરમાંથી ગુંદરવાળા સલકી વૃક્ષની જેમ ચાતરમ્ રૂધિર નીકળતુ હતુ, અને શરીરપર માની રજ ચેાંટવાથી જાણે ખીજી ત્વચાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy