SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૩ ને ] શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૭૧ આવી પિતાની સ્ત્રીને પૃથ્વી પર આળોટતી જેઈ ફરીવાર વિચાર કરવા લાગે. “અહા! આ દવદંતી એક વસ્ત્ર પહેરી માર્ગમાં સૂતી છે. જે નળરાજાનું અંતઃપુર સૂર્યને પણ જેતું નહીં, તેની આ શી દશા? અરે મારાં કર્મના દેષથી આ કુલીન કાંતા આવી દશાને પામી છે, પણ હવે હું અભાગીઓ શું કરું? હું પાસે છતાં આ સુચના ઉન્મત્ત અથવા અનાથની જેમ ભૂમિપર સુતેલી છે, તથાપિ આ નળ અદ્યાપિ જીવે છે! જે હું આ બાળાને એકલી મૂકીશ તો પછી જ્યારે તે મુગ્ધા જાગ્રત થશે ત્યારે જરૂર તે મારી સ્પર્ધાથી જ જીવિતમુક્ત થઈ જશે, માટે આ ભક્ત રમણીને ઠગીને બીજે જવા ઉત્સાહ આવતો નથી. હવે તો મારું મારણ કે જીવિત એની સાથેજ થાઓ. અથવા આ નરક જેવા અરણ્યમાં નારકીની જેમ હું એકલેજ અનેક દુઃખને પાત્ર થાઉં, અને મેં તેણના વસ્ત્રમાં જે આજ્ઞા લખી છે, તેને જાણ એ મૃગાક્ષી પોતાની મેળે સ્વજનગૃહમાં જઈ ભલે કુશલિની થાય.” આવો વિચાર કરી નળ ત્યાં રાત્રી નિર્ગમન કરી પત્નીને પ્રબંધ (જાગ્રત) સમયે ત્વરાથી ચાલતો અંતહિંત (અદશ્ય) થઈગયે. હવે અહીં રાત્રીના અવશેષ ભાગે વિકસિત કમળના સુગંધવાળો મૃદુ મૃદુ પ્રાતઃકાળને પવન વાતો હતો, તે વખતે દવદંતીને એક સ્વપ્ન આવ્યું. જાણે ફાળેલા, પ્રફુલ્લિત અને ઘાટા પત્રવાળા આમ્રવૃક્ષ ઉપર ચઢી ભ્રમરના શબ્દોને સાંભળતી તે ફળ ખાવા લાગી, તેવામાં કઈ વનના હાથીએ અકસ્માત આવી તે વૃક્ષનું ઉમૂલન કર્યું, જેથી પક્ષીના ઇંડાની જેમ તે વૃક્ષની નીચે પડી ગઈ આવા સ્વપ્નથી દવદંતી એકદમ જાગી ઊઠી, ત્યાં પિતાની પાસે નળરાજાને દીઠા નહીં; એટલે ચૂથથી ભ્રષ્ટ થયેલી મૃગલીની જેમ તે દશે દિશાઓમાં જોવા લાગી. તેણીએ વિચાર્યું કે “અહા! મારી ઉપર અનિવાર્ય દુઃખ અકસ્માત આવી પડ્યું, કારણ કે મારા પ્યારાએ પણ મને આ અરણ્યમાં અશરણ ત્યજી દીધી; અથવા રાત્રી વીતવાથી મારા પ્રાણેશ મુખ દેવા અને મારે માટે જળ લાવવાને કઈ જળાશયે ગયા હશે, અથવા તેના રૂપથી લુખ્ય થયેલી કઈ બેચરી તેને આગ્રહ કરી ક્રીડા કરવા લઈ ગઈ હશે, પછી તેણીએ કેઈ કળામાં તેને જીતી લીધા હશે, અને તેમાં રોકાવાની હેડ કરેલી હોવાથી ત્યાં રોકાઈ ગયા હશે. આ તેને તે પર્વતો, તેનાં તે વૃક્ષ, તેજ અરય અને તેની તેજ ભૂમિ જેવામાં આવે છે, માત્ર એક કમળલોચન નળરાજાને હું જોતી નથી. આ પ્રમાણે વિવિધ ચિંતા કરતી દવદંતીએ બધી દિશાઓ તરફ જોતાં પણ જ્યારે પિતાના પ્રાણનાથને જોયા નહીં ત્યારે તેણે પિતાના સ્વપ્નને વિચાર કરવા લાગી કે “જરૂર મેં સ્વપ્નમાં જે આમ્રવૃક્ષ જોયું તે નળ રાજા, પુષ્પફળ તે રાજ્ય, ફળને સ્વાદ તે રાજ્યસુખ અને ભ્રમરાએ તે મારે પરિવાર છે. જે વનના ગજે આવી આમ્રવૃક્ષને ઉમેહ્યું તે દેવે આવી મારા પતિને રાજયથી ભ્રષ્ટ કરીને પ્રવાસી કયો એમ સમજવું, અને હું વૃક્ષ ઉપરથી પડી ગઈ તે આ નળરાજાથી વિખુટી પડી એમ સમજવું. આ સ્વપ્નને વિચાર કરતાં જરૂર હવે મારા પ્રાણેશ નળનું મને દર્શન થવું દુર્લભ છે.” આ પ્રમાણે સ્વપ્નના અર્થને વિચારી તે બુદ્ધિમતી બાળાએ ચિંતવ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy