SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ ૩ ] શ્રી ત્રિષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર [૨૫૫ વસુદેવને આપી, તે તેણે કનિષ્ઠિકા અંગુલિમાં ધારણ કરી. તે મુદ્રિકાના પ્રભાવથી ત્યાં રહેલા સર્વ જનોએ વસુદેવને કુબેરની બીજી મૂર્તિ હોય તેવા દીઠા. તે સમયે સ્વયંવરમંડપમાં અદ્વૈત આષણા પ્રગટ થઈ કે “અહે! ભગવાન કુબેર દેવ બે મૂત્તિ કરીને આવ્યા જણાય છે. એ સમયે રાજપુત્રી કનકાવતી રાજહંસની જેમ મંદ ગતિએ ચાલતી ચાલતી સ્વયંવરમં. ડપમાં આવી. તેણે વેત વસ્ત્ર ધારણ કરેલાં હોવાથી તે ચંદ્રગ્ના સહિત રાત્રીના જેવી દેખાતી હતી, કાનમાં રહેલાં મોતીના બે કુંડળથી બે ચંદ્રવાળી મેરૂગિરિની ભૂમિ હોય તેવી જણાતી હતી, અલતાથી રક્ત એવા એઠવડે પાકેલાં બિંબ બિંબિકા જેવી લાગતી હતી, હારવડે સુશોભિત સ્તનને લીધે ઝરણાંવાળી પર્વતભૂમિ જેવી ફળવાળી દેખાતી હતી, અને તેના હાથમાં કામદેવના હિંડોળા જેવી પુષ્પમાળા રહેલી હતી. તેના આવવાથી માંગલ્યદીપિકાવડે ગર્ભગૃહની જેમ સ્વયંવરમંડપ શેભાયમાન થયા. પછી ચંદ્રની લેખા શિશિરપ્રભાવડે જેમ કુમુદજાતિના કમળને જુએ તેમ તેણે તેને વરવા ઈચ્છતા સર્વ યુવાનને મિટ દષ્ટિથી અવલેકયા પરંતુ પ્રથમ ચિત્રપટમાં અને પછી દૂતપણામાં જે વસુદેવને જોયા હતા તેને આ સમૂહમાં જોયા નહીં એટલે સાયંકાળે કમલિની પ્લાન થઈ જાય તેમ તે ખેદથી ગ્લાનિ પામી ગઈ, તેથી સખીઓ સાથે રહેલી અને હાથમાં સ્વયંવરમાળાનો ભાર ધરનારી તે બાળા પુતળીની જેમ અસ્વસ્થ અને કાંઈ પણ ચેષ્ટા રહિત ઘણે કાળ ઉભી રહી. જ્યારે તે કોઈને વરી નહી, ત્યારે સર્વ રાજાએ “શું આપણામાં રૂપ, વેષ કે ચેષ્ટા વિગેરેમાં કાંઈ દોષ હશે?” એવી શંકાથી પિતપિતાને જેવા લાગ્યા. એવામાં એક સખીએ કનકવતીને કહ્યું “હે ભદ્ર! કેમ અદ્યાપિ વિલંબ કરે છે? કઈ પણ પુરૂષના કંઠમાં સ્વયંવરની માળ આરોપણ કર.” કનકાવતી બોલી “જેનીપર રૂચિ થાય તેવા વરને વરાય, પણ મારા મંદ ભાગ્યે જે મને રૂચતો હતો તે પુરૂષને હું આ મંડપમાં જોતી નથી.” પછી તે ચિંતા કરવા લાગી કે હવે મારે શો ઉપાય કરવો ? મારી શી ગતિ થશે? હું ઈષ્ટ વરને આમાં જેતી નથી, માટે હે હૃદય! તું બે ભાગે થઈ જા.” આ પ્રમાણે ચિંતા કરતી તે રમણીએ ત્યાં કુબેરને દીઠા, એટલે તેને પ્રણામે કરી દીનપણે રૂદન કરતી અંજલિ જોડીને આ પ્રમાણે કહેવા લાગી “હે દેવ! હું તમારી પૂર્વ જન્મની પત્ની છું, માટે તમે આવી રીતે મારી મશ્કરી કરે નહીં; કેમકે જેને હું વરવાને ઈચ્છું છું તે ભર્તારને તમે અંતહિંત કરી દીધા છે એમ મને લાગે છે. પછી કુબેરે હાસ્ય કરી વસુદેવને કહ્યું–“હે મહાભાગ! મેં તમને જે કુબેરકાંતા નામે મુદ્રિકા આપી છે તે હાથમાંથી કાઢી લે.” કુબેરની આજ્ઞાથી વસુદેવે તે મુદ્રિકા કાઢી નાખી, એટલે તે નાટકના પાત્રની જેમ પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયા. પછી વસુદેવના સ્વરૂપને ઓળખીને ઉજજવલ દૃષ્ટિવાળી તે રમણ જાણે તેને હર્ષ બહાર આવ્યું હોય તેમ પુલકાંકિત થઈ ગઈ. તત્કાળ નુપૂરને ઝણઝણાટ કરતી કનકવતીએ વસુદેવની પાસે જઈ પિતાની ભુજલતાની જેમ સ્વયંવરની ૧ સૌથી નાની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy