SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪] : શ્રી વસુદેવ ચરિત્ર [ પર્વ ૮ મું હતા, તેવામાં કુબેરેજ કહ્યું કે “તે બધું વૃત્તાંત મારા જાણવામાં આવી ગયું છે.” પછી કુબેરે પિતાના સામાનિક દેવતાઓની આગળ વસુદેવનાં વખાણ કર્યા કે “આ મહાપુરૂષનું કોઈ નિર્વિકારી ચરિત્ર છે.” આ પ્રમાણે પ્રશંસા કરીને સંતુષ્ટ થયેલા કુબેરે સુરેંદ્રપ્રિય' નામના દિવ્ય ગંધથી વાસિત એવાં બે દેવદૂષ્ય વસ્ત્ર, સૂરપ્રભ નામે શિરારત (મુકુટ), જળગર્ભ નામે બે કુંડળ, શશિમયૂખ નામે બે કેયૂર (બાજુબંધ), અર્ધશારદા નામે નક્ષત્રમાળા, સુદર્શન નામે વિચિત્ર મણિથી જડેલાં બે કડાં, સ્મરદારૂણ નામે વિચિત્ર રતનમય કટિસૂત્ર, દિવ્ય પુષ્પમાળાઓ અને દિવ્ય વિલેપન તેજ વખતે વસુદેવને આપ્યાં. તે સર્વ આભૂષણો વિગેરે અંગપર ધરવાથી વસુદેવ કુબેર જેવા દેખાવા લાગ્યા. આ પ્રમાણે કુબેરે પણ સત્કાર કરેલા વસુદેવને જોઈ તેના સાળા વિગેરે જે વિદ્યાધરે સાથે આવેલા હતા તે સર્વ અત્યંત ખુશી થયા. હરિશ્ચન્દ્ર રાજા પણ કૌતુકથી તેજ વખતે ત્યાં આવી કુબેરને પ્રણામ કરી અંજલિ જેડીને બે -હે દેવ! આજે તમે આ ભારતવર્ષ ઉપર માટે અનુગ્રહ કર્યો છે કે જેથી મનુષ્યનો સ્વયંવર જેવાની ઈચ્છાએ અહીં સ્વયમેવ પધાર્યા છે. આ પ્રમાણે કહીને રાજાએ સ્વયંવરમંડપ તત્કાળ તૈયાર કરો. તેમાં વિવિધ આસનવડે મનહર મંચ ગોઠવવામાં આવ્યા. પછી ઉત્તર દિશાને પતિ કુબેર સ્વયંવર જેવાને ચાલ્યું. વિમાનની છાયાવડે પૃથ્વીના સંતાપને હરતો હતો, ઉદ્દેદ છત્રની વિડે ચંદ્રની પરંપરાને દર્શાવતો હતો, વિઘતનાં ઉધમ કિરણને નચાવતાં હોય તેવાં અને દેવાંગનાના કર પલથી લલિત થયેલાં ચામરેથી વીંજાતો હતો, અને વાલિખિલ્લ જેમ સૂર્યની સ્તુતિ કરે તેમ બંદિજનો તેની સ્તુતિ કરતા હતા. આ પ્રમાણે આડંબરયુક્ત કુબેરે તે સ્વયંવરમંડપમાં પ્રવેશ કર્યો. તેમાં સ્નાલિપ્ત આકાશની જેમ શ્વેત અને દિવ્ય વસના ઉલેચ બાંધ્યા હતા, કામદેવે સજજ કરેલા ધનુષ્યની જેવાં તોરણે લટકી રહ્યાં હતાં, ચારે તરફ રત્નમય દર્પણથી અંક્તિ હોવાને લીધે જાણે અનેક સૂર્યોથી આશ્રિત હોય તે તે દેખાતો હતો. દ્વારભૂમિપર રહેલી રત્નમય અષ્ટમંગળીથી શોભતો હતો, આકાશમાં ઉડતી ખગલીઓના ભ્રમને કરતી શ્વેત દવાઓથી તે વિરાજિત હતે, વિવિધ રત્નમય તેની પૃથ્વી હતી, ટૂંકામાં સુધર્માસભાને અનુજ બંધુ હોય તે તે સ્વયંવરમંડપ દેખાતો હતો, અને તેમાં ત્યાં આવેલા રાજવીરના દષ્ટિવિનોદને માટે નાટકનો આરંભ થયેલ હતો. એવા સુશોભિત મંડપમાં એક ઉત્તમ મંચની ઉપરના આકાશમાં અધર રહેલા સિંહસનની ઉપર કુબેર પિતાની દેવાંગનાઓ સહિત બેઠો. તેની નજીક જાણે તેના યુવરાજ હોય નહીં તેમ વસુદેવ કુમાર પ્રસન્નતાવડે સુંદર મુખવાળા થઈને બેઠા. બીજા પણ ઉત્કૃષ્ટ અદ્ધિવાળા રાજાઓ અને વિદ્યાધરો લક્ષમીથી એકબીજાની સ્પર્ધા કરતા હોય તેમ અનુક્રમે આવીને બીજા મંચ ઉપર બેઠા. પછી કુબેરે પિતાના નામથી અંકિત અજુન જાતિના સુવર્ણની એક મુદ્રિકા ૧ આ સવં નામ ગુણનિષ્પન્ન જાણવાં. ૨ સત્તાવીશ મોતીને બનાવેલે હાર. ૩ કઈ ઋષિ અથવા સૂર્ય સેવક-સૂર્યભક્ત વિશેષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy