________________
૧૯૨]
નારદે લવણાંકુશને રામને કહેલ વૃત્તાંત [ પર્વ ૭ મું કોધથી અંકુશની ઉપર છોડયું. તે આવતા ચકને રોકવા માટે અંકુશે અને લવણે તેની ઉપર અનેક શસ્ત્રો નાખ્યાં, તથાપિ તે ખલિત થયું નહિ અને વેગથી આવી અંકુશને પ્રદક્ષિણ કરી જેમ પક્ષી પાછું પિતાના માળામાં આવે તેમ લમણના હાથમાં પાછું આવ્યું. લક્ષમણે ફરીવાર છોડયું, તે વખતે પણ જેમ ભાગી ગયેલે હાથી પાછો ગજશાળામાં આવે તેમ તે પાછું લક્ષમણુના હાથમાં આવ્યું. તે જોઈ ખેદ પામેલા રામલક્ષમણ ચિંતવવા લાગ્યા કે “શું આ ભારતમાં આ બંને કુમારજ બલભદ્ર અને વાસુદેવ હશે, અમે નહિ હઈએ?” તેઓ આવો વિચાર કરે છે તેવામાં અકસ્માતું નારદમુનિ સિદ્ધાર્થ સહિત ત્યાં આવ્યા. તેમણે ખેદ પામેલા રામલક્ષમણને આ પ્રમાણે કહ્યું-“અરે રઘુપતિ ! આ હર્ષને સ્થાને તમે ખેદ કેમ કરો છે? પુત્રથી થયેલે પરાભવ કેને વંશના ઉદ્યોતને માટે થતું નથી? આ બંને કુમારે લવણ અને અંકુશ નામના સીતાની કુક્ષિથી ઉત્પન્ન થયેલા તમારા પુત્ર છે. તે યુદ્ધને મિષે તમને એવાને આવેલા છે. એ તમારા શત્રુ નથી. તમારું ચક્ર જે તેમની ઉપર ચાલ્યું નહિ, તે જ તેની મુખ્ય નિશાની છે. પૂર્વે પણ ભારતનું ચક્ર બાહુબલિ ઉપર ચાલ્યું નહોતું.” પછી સીતાના ત્યાગથી માંડીને પુત્રોને યુદ્ધ સુધી વિશ્વને વિસ્મયકારી સર્વ વૃત્તાંત નારદે કહી બતાવ્યું. તે સાંભળી વિસ્મય, લજજા, ખેદ અને હર્ષથી' સમકાળે આકુળ-વ્યાકુળ થયેલા રામ મૂછ પામી ગયા; પાછા ઘેડીવારે ચંદનજળના સિંચનથી સંજ્ઞાને પ્રાપ્ત થયા, એટલે પુત્રવાત્સલ્યથી પૂર્ણ હૃદયવાળા રામ લક્ષ્મણને સાથે લઈને તરત જ અબુ સહિત લવણાંકુશની પાસે જવા ચાલ્યા. તેમને આવતા જોઈને વિનયવાન લવણાંકુશ તત્કાળ રથમાંથી ઉતરી સર્વ અસ્ત્રો તજી દઈને રામલક્ષ્મણના ચરણમાં અનુક્રમે પડ્યા. તેમને આલિંગન કરી ઉત્કંગમાં બેસાડીને રામે તેમના મસ્તક પર ચુંબન કર્યું. પછી શેક અને સ્નેહથી આકુળ થઈને તે ઊંચે સ્વરે રૂદન કરવા લાગ્યા. રામના ઉલ્લંગમાંથી પોતાના ઉત્સંગમાં લઈને લમણે તેમના મસ્તક પર ચુંબન કરતાં અને દષ્ટિને અબુપૂર્ણ કરતાં પિતાની ભૂજાવડે તેમને આલિંગન કર્યું. પિતાની જેમ ચરણકમળમાં આલેટતા તે વિનીત પુત્રોનું શત્રુદને પણ દૂરથી ભૂજ પ્રસારીને આલિંગન કર્યું, બીજા પણ બંને સૈન્યના રાજાએ જાણે વિવાહપ્રસંગમાં એકઠા મળ્યા હોય તેમ એકઠા થઈને હર્ષ પામવા લાગ્યા.
હવે પિતાના પુત્રોનું પરાક્રમ અને તેમના પિતાની સાથે તેમને સમાગમ જોઈ હર્ષ પામેલી સીતા વિમાનમાં બેસીને પુંડરીકપુર ચાલ્યાં ગયાં. પિતાના જેવા જ પુત્રના લાભથી રામલક્ષ્મણ બહુ હર્ષ પામ્યા, અને સ્વામીના હર્ષથી સર્વ ભૂચરો અને ખેચરો પણ હર્ષ પામ્યા. ભામંડલે એાળખાવેલા વજા જંઘ રાજાએ રામલક્ષ્મણને લાંબા કાળના સેવકની જેમ નમસ્કાર કર્યો. રામે કહ્યું-“હે ભદ્ર! તમે મારે ભામંડલ સમાન છે. તમે મારા પુત્રોને મોટા
૧. પુનું પરાક્રમ જોઈને વિસ્મય, તેનાથી થયેલી પોતાની હારથી લજા, સીતાત્યાગની વાત તાજી થવાથી તેના વિરોગજન્ય ખેદ અને પુત્રના આવાગમનથી હર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org