________________
સર્ગ ૯ મ ] રામપુત્રોનું રામલક્ષ્મણ સાથે યુદ્ધ
[ ૧૬૧ જીતનારા તમને અવલેકયા તે બહુ સારું થયું. તમારી જે યુદ્ધશ્રદ્ધાને રાવણે પણ પૂરી કરી નથી તે શ્રદ્ધાને અમે પૂરી કરશું અને તમે અમારી શ્રદ્ધાને પૂરી કરશે.
આ પ્રમાણે કહ્યા પછી રામલક્ષ્મણ અને લવણઅંકુશે પોતપોતાના ધનુષ્યનું ભયંકર દવનિયુક્ત આસ્ફાલન કર્યું. કૃતાંત સારથિએ રામના રથને અને વજાજઘ રાજાએ અનંગલવણના રથને સામસામા જોડી દીધા. તેમજ લક્ષ્મણના રથને વિરાધે અને અંકુશના રથને પૃથુરાજાએ સામસામા જોડી દીધા. પછી તે ચારેનું પરસ્પર યુદ્ધ પ્રવર્યું. તેમના અગ્ર સારથિઓ રથને ચતુરપણે ભમાવવા લાગ્યા અને ચારે વીરે દ્રુદ્ધ યુદ્ધથી વિવિધ શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. તેમાં લવણ અને અંકુશ રામલક્ષ્મણ સાથેને પિતાને સંબંધ જાણે છે, તેથી તેઓ સાપેક્ષપણે-વિચારીને યુદ્ધ કરતા હતા અને રામલક્ષમણ તે સંબંધથી અજ્ઞાત હેવાને લીધે નિરપેક્ષપણે યુદ્ધ કરતા હતા. વિવિધ આયુધવડે યુદ્ધ કર્યા પછી યુદ્ધને અંત લાવવાને ઈચ્છતા રામે-કૃતાંતને કહ્યું કે રથને બરાબર શત્રુ સામે રાખ.' કૃતાંત બેલ્યો-“હું શું કરું? આપણું રથના અશ્વો થાકી ગયા છે. આ શત્રુએ બાણથી તેમનાં અંગે અંગ વીંધી નાંખ્યા છે. હું ચાબુકના માર મારૂં છું તથાપિ અશ્વ ત્વરા કરતા નથી, અને શત્રુનાં બાણેથી બધે રથ પણ જર્જર થઈ ગયો છે, એટલું જ નહીં પણ આ મારા ભુજદંડ પણ શત્રુના બાણના આઘાતથી જજર થયા છે, તેથી ઘેડાની લગામને અને ચાબુકને હલાવવાની મારામાં બીલકુલ શક્તિ રહી નથી.” રામ બોલ્યા–“મારૂં વજન ધનુષ્ય પણ જાણે ચિત્રસ્થ હોય તેમ શિથિલ થઈ ગયું છે, તે કાંઈ પણ કાર્ય કરી શકતું નથી. આ મુલરત્ન શત્રુને નાશ કરવાને અસમર્થ થઈ ગયું છે, અત્યારે તો તે માત્ર અને ખાંડવાની યોગ્યતાવાળું રહ્યું છે. આ હલરત્ન જે દુષ્ટ રાજારૂપી હાથીઓને વશ કરવામાં અનેક વાર અંકુશરૂપ થયેલું છે તે પણ અત્યારે માત્ર પૃથ્વીને ખેડવા યોગ્ય થયું છે. જે અસ્ત્રો હમેશાં યક્ષેએ રક્ષિત અને શત્રુઓને ક્ષય કરનારાં છે તે અસ્ત્રોની આ શી અવસ્થા થઈ?' આ પ્રમાણે રામનાં અસ્ત્રો જેમ નિષ્ફળ થયાં તેમ મદનાંકુશની સાથે યુદ્ધ કરતાં લક્ષ્મણનાં અસ્ત્રો પણ નિષ્ફળ થયાં. આ સમયે અંકુશે લક્ષમણના હૃદયમાં વા જેવું બાણ માર્યું, જેથી લક્ષ્મણ મૂછ ખાઈને રથમાં પડી ગયા. લક્ષ્મણની મૂછ જેઈને વિધુર થયેલા વિરાધે રથને રણભૂમિમાંથી અધ્યા તરફ ચલાવ્યું, એટલામાં તો લક્ષમણને સંજ્ઞા આવી, એટલે તે આક્ષેપ પૂર્વક બેલ્યા કે-“અરે વિરાધ? આ તે નવીન શું કર્યું? રામના ભાઈ અને દશરથના પુત્રને આ અનુચિત છે, માટે જ્યાં મારે શત્રુ હોય ત્યાં રથને સત્વર લઈ જા, જેથી હવે અમેઘ વેગવાળા ચક્રવડે હું તેનું મસ્તક છેદી નાખું.” લમણનાં આવાં વચન સાંભળી વિરાધે અંકુશની તરફ રથને ચલાવ્યું, એટલે “ઊભું રહે, ઊભું રહે.” એમ કહી લક્ષ્મણે હાથમાં ચક્ર લીધું. ભમતા સૂર્યને ભ્રમ કરાવતું અને અખલિત વેગવાળું તે ચક્ર આકાશમાં જમાડીને લક્ષ્મણે C - 21
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org