SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬] હનુમાનને વિજય [ પર્વ ૭ મું અરે પાપી કદ્વાદી *આવું બેલતાં મરી જઈશ! અહીં આવે, મારી સાથે યુદ્ધ કર, હમણા હતે નહતે થઈ જઈશ.” આવાં વજોદરનાં વચન સાંભળી કેસરીસિંહ જેમ હુંકાર કરે તેમ હનુમાને મેટા અહંકારથી ગર્જના કરી તેને બાણથી ઢાંકી દીધું. વજોદરે તે બાણવૃષ્ટિને દૂર કરી વર્ષાઋતુ જેમ વાદળાથી સૂર્યને ઢાંકે તેમ હનુમાનને ઢાંકી દીધો. “અહે! વજોદર વીર હનુમાનને માટે સમર્થ છે, અને વીર મારૂતિ વદરને માટે પણ સમર્થ છે.” આવી રણકીડા જેનારા સભ્ય એવા દેવતાઓની વાણું થવા લાગી, તેને માનના પર્વતરૂપ હનુમાન સહન કરી શક્યો નહીં; તેથી એકસાથે ઉત્પાત મેઘની જેમ વિચિત્ર અને વર્ષોવીને તેણે સર્વ રાક્ષસોના દેખતાં વદરને મારી નાંખે. વિદરના વધથી ક્રોધ પામીને રાવણને પુત્ર જબમાલી સામે આવ્યું, અને હાથીને મહાવતની જેમ મારૂતિને તિરસ્કારથી બોલાવ્યા. પરસ્પર વધ કરવાને ઇચ્છતા તે બને મહામ સર્ષવડે વાદીની જેમ બાણવડે ચિરકાળ યુદ્ધ કરવા લાગ્યા. એક બીજાનાં બાણથી બમણાં બમણાં બાણેને સામાં નાંખીને યુદ્ધ કરતા તે વીરો લેણદાર અને દેણદારની જેવી સ્થિતિને પ્રાપ્ત થયા. પછી હનુમાને કોલ કરીને જંબૂમાલીને રથ, ઘોડા અને સારથિ વિનાને કરી મેટા મુદુગરવડે તે શત્રુ ઉપર પુષ્કળ તાડન કર્યું, જેથી જબૂમાલી મૂછિત થઈ પૃથ્વી ઉપર પડી ગયે. તે જોઈ મહેદર નામે રાક્ષસ કોધથી બાણે વર્ષાવતે હનુમાનની સામે રણમાં આવ્યું. બીજા પણ રાક્ષસે, જાતિવાન શ્વાન જેમ ડુક્કરને વીંટી લે તેમ હનુમાનને મારવાની ઈચ્છાથી તેની ફરતા ફરી વળ્યા. હનુમાને તીક્ષણ બાથી કોઈને ભુજામાં, કેઈને મુખમાં, કેઈને ચરણમાં, કેઈને હૃદયમાં અને કઈને કુક્ષિમાં પ્રહાર કર્યા. તે વખતે વનમાં દાવાનળની જેમ અને સમુદ્રમાં વડવાનળની જેમ રાક્ષસના સૈન્યમાં મહાવીર મારૂતિ પ્રકાશવા લાગે; અને ક્ષણવારમાં પરાક્રમીઓમાં ચૂડામણિ સમાન પવનકુમારે અંધકારને સૂર્ય નસાડે તેમ રાક્ષસેને નષ્ટ કરી દીધા. - રાક્ષસના ભંગથી ક્રોધ પામેલે કુંભકર્ણ જાણે ભૂમિપર આવેલ ઈશાનંદ્ર હોય તેમ સ્વયમેવ યુદ્ધ કરવાને દેડક્યો. કેઈને ચરણના પ્રહારથી, કેઈ ને મુષ્ટિના ઘાતથી, કેઈ ને કેણીના પ્રહારથી, કોઈને લપડાકથી, કોઈને મુદુગરના ઘાથી, કેઈને ત્રિશૂલથી અને કેને પરસ્પર અફળાવવાથી–એમ અનેક રીતે તેણે કપિઓને વધ કરવા માંડશે. કલ્પાંત કાળના સમુદ્ર જેવા રાવણના તપસ્વી બંધુ કુંભકર્ણને રણમાં આવેલ જેઈ સુગ્રીવ તેની સામે દેડક્યો, તેમજ ભામંડલ, દધિમુખ, મહેંદ્ર, કુમુદ, અંગદ અને બીજા પણ કપિવીરો અગ્નિની જેમ પ્રજવલિત થઈને રણભૂમિમાં દેડી આવ્યા. વિચિત્ર અસ્ત્રોને એકીસાથે વર્ષાવતા શ્રેષ્ઠ વાનરોએ આવીને શીકારીઓ જેમ સિંહને રૂધેિ તેમ કુંભકર્ણને રૂંધી લીધો. તત્કાળ કુંભકર્ણ જાણે * કુત્સિત વચને બેલનાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy