SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ મગ ૭ ] હનુમાન અને માલી વચ્ચે યુદ્ધ [૧૨૫ વિગેરે રાક્ષસસુભટો કેધથી સામા આવ્યા. તેમની સાથે મંદનાકુર, સંતાપ, પ્રથિત, આકાશ, નંદન, દુરિત, અનઘ, પુષ્પા, વિન્ન તથા પ્રીતિકર વિગેરે વાનર પૃથક્ પૃથક્ યુદ્ધ કરવા લાગ્યા, અને કુટની સાથે કુટના યુદ્ધની જેમ ઊંચા ઉછળવા અને પડવા લાગ્યા. એ પ્રમાણે યુદ્ધ ચાલતાં મારીચ રાક્ષસે સંતાપ વાનરને, નંદન વાનરે જવર રાક્ષસને, ઉદ્દામ રાક્ષસે વિશ્વ વાનરને, દુરિત વાનરે શુક રાક્ષસને અને સિંહજઘન રાક્ષસે પ્રથિત વાનરને યુદ્ધ કરીને સખ્ત પ્રહાર કર્યા. તે સમયે સૂર્ય અસ્ત પામી ગયે; એટલે રામનું અને રાવણનું સૈન્ય યુદ્ધથી પાછું નિવત્યું અને સૈનિકે પિતાપિતાના મરણ પામેલા તેમજ ઘાયલ થયેલા સુભટોને શોધવા લાગ્યા. રાત્રિ વીતીને જ્યારે પ્રભાતકાળ થયો ત્યારે દેવ પ્રત્યે દાનની જેમ રાક્ષસદ્ધાઓ રામના સૈન્ય સાથે યુદ્ધ કરવા માટે નજીક આવ્યા. રાક્ષસન્યની મધ્યમાં મેરૂગિરિની જેમ હાથીના રથમાં આરૂઢ થયેલે રાવણ યુદ્ધ કરવાને ચાલે. વિવિધ અ ધારણ કરતે અને તત્કાળ રક્ત દૃષ્ટિથી જાણે દિશાઓને પણ બાળતે હોય તે રાવણ યમરાજથી પણ ભયંકર દેખાવા લાગ્યા. ઇંદ્રની જેમ પિતાના પ્રત્યેક સેનાપતિને જેતે અને શત્રુઓને તૃણ સમાન ગણતે રાવણ રણભૂમિમાં આવ્યું. તેને જોતાંજ આકાશમાંથી દેવતાઓએ જોયેલા રામના પરાક્રમી સેનાપતિઓ સૈન્ય સહિત યુદ્ધ કરવાને માટે રણભૂમિમાં આવ્યા. ક્ષણવારમાં કઈ ઠેકાણે ઉછળતા રૂધિરજળથી જાણે નદીવાળું હોય, કેઈ ઠેકાણે પડેલા હાથીએથી જાણે પર્વતવાળું હેય, કેઈ ઠેકાણે રથમાંથી ખરી પડેલી મકરમુખ દવાઓથી જાણે મગરવાળું હેય, અર્ધમસ થયેલા મહા રથેથી જાણે દાંતાળું હોય અને કેઈ ઠેકાણે નાચતા કબજે (ડ) થી જાણે નૃત્યથાન હોય તેવું રણભૂમિનું આંગણું દેખાવા લાગ્યું. પછી રાવણના હુંકારથી પ્રેરાએલા સર્વ રાક્ષસોએ સર્વ બળથી વાનરોના સન્યને હઠાવી દીધું. પિતાના સૈન્યના ભંગથી કેધ પામીને સુગ્રીવે પિતાનું ધનુષ્ય ચડાવ્યું અને પ્રબળ સેનાથી પૃથ્વીને કંપાવતો તે સામે ચાલ્યો. તે વખતે રાજન ! તમે અહીં જ ઊભા રહે, અને મારું પરાક્રમ જુઓ” એમ કહી સુગ્રીવને અટકાવીને હનુમાન યુદ્ધ કરવા ચાલે. અગણિત સેનાનીથી દુર્મદ એવા રાક્ષસોના દુખે પ્રવેશ થઈ શકે એવા સૈન્યમાં સમુદ્રમાં મંદરગિરિની જેમ હનુમાને પ્રવેશ કર્યો. તે સમયે ધનુષ્ય અને ભાથાને ધારણ કરતે મહા દુર્જય માલી નામને રાક્ષસ મેઘની જેમ ઉગ્ર ગર્જના કરતે હનુમાનની ઉપર ચડી આવ્યા. હનુમાન અને માલી એ બનને વીર ધનુષ્યના ટંકાર કરતા સતા પુચ્છને પછાડતા સિંહની જેવા શોભતા હતા અને તેઓ પરસ્પર અસ્ત્રોથી પ્રહાર કરતા પરસ્પરનાં અને છેદી નાંખતા હતા અને પરસ્પર ગર્જના કરતા હતા. અનુક્રમે ગ્રીષ્મ ઋતુને સૂર્ય નાના સરખા સરોવરને જળરહિત કરી નાંખે તેમ હનુમાને ચિરકાળ યુદ્ધ કરીને વીર્યવાન માલીને અરહિત કરી દીધું. પછી “અરે વૃદ્ધ રાક્ષસ! અહીંથી ચાલ્યું જા, તને મારવાથી શું વળવાનું છે?' આ પ્રમાણે બેલતા હનુમાનની સામે આવીને વજોદર રાક્ષસ બેહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy