________________
૧૨૨] રાવણને પક્ષ છોડી વિભીષણનું રામને જઈ મળવું [ પર્વ ૭મું આવેલા છે, તે તેની સ્ત્રી અર્પણ કરવા રૂપ તેનું આતિથ્ય કર, નહિ તે એ રામ બીજી રીતે લેશે, અને તમારી સાથે તમારા બધા કુળને પણ પકડી લેશે. સાહસગતિ વિદ્યાધરના અને ખર રાક્ષસના અંતકરૂપ એ રામલક્ષ્મણની વાર્તા તે એક તરફ રહી, પણ દ્રત થઈને આવેલા હનુમાનને પણ તમે શું નથી દીઠે? આ ઇંદ્રથી પણ અધિક એવી તમારી સંપત્તિ એક સીતાના કારણથી છેડી દે નહિ, કેમકે એમ કરવાથી તમારે ઉભયભ્રષ્ટ થવું પડશે.” વિભીષણનાં આવાં વચન સાંભળી ઇદ્રજિત બે-“અરે વિભીષણ કાકા! તમે જન્મથીજ જીરૂ છે, તમે આપણે બધા કુળને દૂષિત કરેલું છે, તમે મારા પિતાના સહેદરજ નથી! રે મૂર્ખ ! ઇંદ્રને પણ જીતનાર અને સર્વ સંપત્તિના નાયક એવા મારા પિતાને માટે આવી સંભાવના કરો છે, તેથી તમે ખરેખર મરવાનેજ ઈચ્છે છે. પૂર્વે પણ અમૃત ભાષણ કરી તમે મારા પિતાને ઠગ્યા હતા, કારણ કે દશરથ રાજાના વધની પ્રતિજ્ઞા લઈને તમે તે પ્રમાણે કર્યું નહિ. હવે જ્યારે રામ અહીં આવેલ છે ત્યારે ભૂચર મનુષ્યથી નિર્લજપણે ભય બતાવીને તમે મારા પિતાથી એ રામની રક્ષા કરાવવાને ઈછા છે; તેથી હું એમ માનું છું કે તમે રામનાજ પક્ષના છે, તેણે તમને પિતાને વશ કર્યા છે, તેથી તમે હવે વિચાર કરવામાં પણ ભળવાના અધિકારી નથી; કેમકે રાજાઓને આપ્ત મંત્રીની સાથે વિચારજ શુભ પરિણામ લાવે છે.” વિભીષણ બે -“હું શત્રુપક્ષને નથી, પણ તું પુત્રરૂપે કુળને નાશ કરનાર શત્રુ અવતર્યો છે એમ જણાય છે. આ તારો પિતા જન્માંધ હેય તેમ ઐશ્વર્યથી અને કામથી અંધ થયેલે છે. અરે મુગ્ધ! ક્ષીરકંઠ બાળક તું શું સમજે ? હે રાવણ! આ આ ઇંદ્રજિત પુત્રથી અને તારા આવા આચરણથી તું થોડા સમયમાં પતિત થઈશ એમ નક્કી સમજજે. હવે તારે માટે હું વ્યર્થ પરિતાપ કરીશ નહિ.”
વિભીષણનાં આવાં વચન સાંભળીને દેવદૂષિત એવા રાવણને અધિક ક્રોધ ચડ્યો; તેથી તત્કાળ ભયંકર પગ ખેંચીને વિભીષણને વધ કરવા ઊભે થયે. બ્રગુટીવડે ભયંકર એ વિભીષણ પણ હાથીની જેમ માટે સ્તંભ ઉપાડી રાવણની સામે યુદ્ધ કરવા ઊભે થયે; એટલે કુંભક અને ઇંદ્રજિતે બંનેએ વચમાં પડી તેઓને યુદ્ધ કરતાં અટકાવી બે હાથીને જેમ પિતપતાની શાળામાં લઈ જાય તેમ તેમના પિતાના સ્થાનમાં લઈ ગયા. તે વખતે રાવણે કહ્યું કે-“અરે વિભીષણ! તું મારી નગરીમાંથી ચાલ્યા જા; કેમકે અગ્નિની જેમ તું આશ્રયને ભક્ષણ કરનારો છે.” આવાં રાવણનાં વચનથી તત્કાળ વિભીષણ લંકામાંથી નીકળીને રામની પાસે જવા ચાલ્યું. તેની પછવાડે રાક્ષસોની અને વિદ્યાધરોની મળીને મહા ઉત્કટ એવી ત્રીશ અક્ષૌહિણી સેના રાવણને છેડીને તેની સાથે ચાલી નીકળી. વિભીષણને આવતે જોઈ સુગ્રીવ વિગેરે સર્વે ક્ષેભ પામવા લાગ્યા. કારણકે “ડાકણની જેમ શત્રુઓ પર તરત જેમતેમ વિશ્વાસ આવતા નથી.પ્રથમ તેણે માણસ મોકલીને રામભદ્રને પિતાના આવવાના ખબર કહેવરાવ્યા, એટલે રામે પિતાના વિશ્વાસપાત્ર સુગ્રીવના મુખની સામું જોયું. સુગ્રીવ બેભે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org