SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ] રામ આદિનું દંડકારણ્યમાં આવવું. [ પર્વ ૭ મું અન્યદા પૂર્વોક્ત અનલપ્રભ દેવ કૌતુકથી કેટલાક દેવતાઓની સાથે કેવલજ્ઞાની અનંતવીર્ય મહામુનિ પાસે ગયો. દેશના પૂર્ણ થયા પછી કઈ શિષ્ય અનંતવીય મુનિને પૂછ્યું કે-“હે સ્વામી ! મુનિસુવ્રત પ્રભુના તીર્થમાં તમારી પછવાડે કેવળજ્ઞાની કેણુ થશે ?' કેવળી બોલ્યામારા નિર્વાણ પછી કુલભૂષણ અને દેશભૂષણ નામના બે ભાઈઓ કેવલજ્ઞાની થશે.” તે સાંભળી અનલપ્રભ દેવ પિતાને સ્થાનકે ગયે. અન્યદા તેણે વિલંગ જ્ઞાનવડે અમને અહીં કાર્યોત્સર્ગે રહેલા જાણયા; તેથી મિથ્યાત્વપણાને લીધે અનંતવીર્ય મુનિનું વચન અન્યથા કરવાને અને અમારી સાથેનું પૂર્વ જન્મનું વિર વાળવાને તે અહીં આવીને અમને દારૂણ ઉપદ્રવ કરવા લાગ્યો. તેને ઉપદ્રવ કરતાં ચાર દિવસ થયા. આજે તમે અહીં આવ્યા, એટલે તમારા ભયથી તે નાસી ગયે છે, અને કર્મના ક્ષયથી અમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. એ દેવ ઉપસર્ગમાં તત્પર છતાં પણ અમને તે કર્મક્ષયમાં સહાયકારી થયે છે. તે વખતે ત્યાં બેઠેલ ગરૂડપતિ મહાલેચન દેવ બે -“હે રામ! તમે અહીં આવ્યા તે બહુ સારું કર્યું; હવે તમારા ઉપકારનો બદલે હું કેવી રીતે વાળું?” રામે કહ્યું–‘અમારે કાંઈ પણ કાર્ય નથી.” એટલે “હું કઈ રીતે તમારી ઉપર ઉપકાર કરીશ” એમ કહીને મહાલેચન દેવ અંતર્ધાન થઈ ગયે. આ ખબર સાંભળીને વંશસ્થલનો સુરપ્રભ નામે રાજા પણ ત્યાં આવ્યું, અને તેણે રામને નમસ્કાર કરીને તેમની ઊંચે પ્રકારે પૂજા કરી. રામની આજ્ઞાથી તે પર્વત ઉપર તેણે અહંતપ્રભુનાં ચૈત્ય કરાવ્યાં અને ત્યારથી એ પર્વત રામના નામથી રામગિરિ એવે નામે પ્રસિદ્ધ થયો, પછી રામચંદ્ર સુરપ્રભ રાજાની આજ્ઞા લઈને ત્યાંથી ચાલ્યા. આગળ ચાલતાં રામે નિર્ભય થઈને મહાપ્રચંડ એવા દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. ત્યાં એક મોટા પર્વતના ગુહાગૃહમાં નિવાસ કરીને તે પોતાના ઘરની જેમ સ્વસ્થપણે રહ્યા. એક દિવસ ભેજનસમયે ત્રિગુપ્ત અને સુગુપ્ત નામે બે ચારણમુતિ આકાશમાગે ત્યાં આવ્યા. તેઓ બે માસના ઉપવાસી હતા અને પારણાને માટે આવ્યા હતા. તેમને રામ, સીતા અને લક્ષ્મણે ભક્તિપૂર્વક વંદના કરી. પછી સીતાએ પ્રાસુક અન્નપાનથી તે મુનિઓને પ્રતિલાવ્યા. તે વખતે દેવતાઓએ ત્યાં રત્નની તથા સુગંધી જળની વૃષ્ટિ કરી. તે સમયે કંબુદ્વીપના વિદ્યાધરોનો રાજા રત્નજી અને બે દેવતાઓ ત્યાં આવ્યા. તેમણે પ્રસન્ન થઈને રામને અશ્વ સહિત રથ આપ્યો. સુગંધી જળની વૃષ્ટિના ગંધથી ગંધ નામનો કોઈ રોગી પક્ષી છે ત્યાં રહેતા હતા તે વૃક્ષ ઉપરથી ઉતરીને નીચે આવ્યું. મુનિનું દર્શન થતાં જ તેને જાતિસ્મરણ જ્ઞાન થયું; તેથી મૂછ પામીને તે પૃથ્વી ઉપર પડી ગયે. સીતાએ તેની પર જળસિંચન કર્યું, એટલે થોડીવારે સંજ્ઞા મેળવીને તે મુનિઓના ચરણમાં પડ્યો એટલે તે મુનિને પ્રાપ્ત થયેલી સ્પષધી લબ્ધિના પ્રભાવથી મુનિચરણના સ્પર્શ વડે તે તત્કાળ નિરોગી થઈ ગયે. તેની પાંખ સેના જેવી થઈ ગઈ ચાંચ પરવાળાનો ભ્રમ કરાવવા લાગી, ચરણ પદ્યરાગ મણિ જેવા થયા અને આખું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy