SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ પ મ ] કુલભૂષણ અને દેશભૂષણ મુનિએ પૂર્વભવ. [ ૯૩ મુદિતના જીવ મહાશક દેવલેકમાંથી ચવી આ ભરતક્ષેત્રમાં રિષ્ઠપુર નામના મોટા નગરમાં પ્રિયંવદ નામના રાજાની પદ્માવતી સ્ત્રીના ઉદરથી રત્નરથ અને ચિત્રરથ નામના બે વિખ્યાત પુત્રો થયા, ધૂમકેતુ પણ જતિષીમાંથી ચ્યવી તેજ રાજાની કનકાભા નામની દેવીના ઉદરથી અનુદ્ધર નામે પુત્ર થયો. તે પિતાના સાપન્ન બંધુ રત્નરથ અને ચિત્રરથની ઉપર મત્સર રાખવા લાગ્યો, પણ તેઓ તેની પર મત્સર રાખતા નહિ. રત્નરથને રાજ્યપદ અને ચિત્રરથને તથા અનુદ્ધરને યુવરાજપદ આપી પ્રિયંવદ રાજાએ દીક્ષા લીધી, અને માત્ર છ દિવસ વ્રત પાળી મૃત્યુ પામીને તે દેવતા થયે. રાજયનું પાલન કરતા રત્નરથને એક રાજાએ શ્રીપ્રભા નામની પિતાની કન્યા આપી. તે કન્યાને માટે પ્રથમ અનુદ્ધ માગણી કરી હતી, તેથી તેને ક્રોધ ચડ્યો, એટલે યુવરાજપણું છોડી દઈને તે રત્નરથની ભૂમિને લુંટવા લાગ્યો. રત્નરશે તેને રણભૂમિમાં પાડી દઈને પકડી લીધે. પછી ઘણી હેરાનગતિ પમાડીને છેવટે તેને છોડી મૂક્યો, એટલે તે તાપસ થયે. તાપસપણામાં સ્ત્રીનાં સંગથી પિતાના કરેલા તપને તેણે નિષ્ફળ કરી દીધું. ત્યાંથી મૃત્યુ પામી ઘણું ભવભ્રમણ કરી ચિરકાળે પાછો તે મનુષ્ય થયે. ફરીવાર તે ભાવમાં પણ તાપસ થઈને તેણે અજ્ઞાન તપ કર્યું. તે ભવમાં મૃત્યુ પામીને તે અમને ઉપસર્ગ કરનાર આ અનલપ્રભ નામે જતિષી દેવતા થયા છે. પેલા ચિત્રરથે અને રત્નરથે અનુક્રમે દીક્ષા લીધી અને કાળ કરીને અશ્રુત કલપમાં અતિબેલ અને મહાબલ નામે બે મહદ્ધિક દેવતા થયા. ત્યાંથી ચ્યવીને તેમાં સિદ્ધાર્થ પુરના ક્ષેમંકર રાજાની રાણી વિમલાદેવીની કુક્ષિમાં અવતર્યા. અનુક્રમે તે વિમલાદેવીથી હું કુલભૂષણ અને આ દેશભૂષણ નામે બે પુત્ર થયા. રાજાએ ઘોષ નામના ઉપાધ્યાયને અભ્યાસ માટે અમને અર્પણ કર્યા. અમે બાર વર્ષ સુધી ત્યાં રહીને સર્વ કળાને અભ્યાસ કર્યો. તેરમે વર્ષે ઘેષ ઉપાધ્યાયની સાથે અમે રાજાની પાસે આવ્યા. માર્ગમાં રાજમંદિરના ગોખમાં બેઠેલી એક કન્યા અમારા જેવામાં આવી. તેને જોઈને તત્કાળ અમે તેની ઉપર અનુરાગી થયા, તેથી મનમાં તેના વિષેજ ચિંતા થવા લાગી. પછી અમે રાજાની પાસે આવીને બધી કળા બતાવી. રાજાએ ઉપાધ્યાયને પૂજા કરીને વિદાય કર્યો. અમે રાજાની આજ્ઞાથી અમારી માતાની પાસે આવ્યા. ત્યાં તેની પાસે પિલી કન્યા પછી અમારા જેવામાં આવી. માતાએ કહ્યું કે-“હે વત્સ! આ કનકપ્રભા નામે તમારી બેન છે. તમે ઘેષ ઉપાધ્યાયને ઘેર રહેતા હતા તે અરસામાં આ કન્યા જન્મી છે, તેથી તમે તેને ઓળખી શકતા નથી.” તે સાંભળી અમે લજજા પામી ગયા, અને અજ્ઞાનપણથી જે તેની ઈચ્છા કરેલી તેથી ક્ષણવારમાં વૈરાગ્ય પામીને અમે ગુરૂની પાસે જઈ દીક્ષા લઈ લીધી. તીવ્ર તપસ્યા કરતા અમે આ મહાગિરિ ઉપર આવ્યા, અને અહીં શરીરમાં પણ નિસ્પૃહ થઈને કાત્સગે રહ્યા. અમારા પિતા અમારા વિગથી અનશન લઈ મૃત્યુ પામીને મહાચન નામે ગરૂડપતિ દેવતા થયેલ છે. આસનકંપથી અમને થતા ઉપસર્ગને જાણીને પૂર્વ જન્મના સ્નેહથી પીડિત થઈ તે હાલ અહીં આવેલ છે.” ૧ ઓરમાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001012
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 3
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy