________________
દિવસથી તેનું રાવણ નામ પડવું–વાલી મુનિ પ્રત્યે રાવણે કરેલી ક્ષમાપના–તેનું અષ્ટાપદ પરના ચિત્યમાં આવવું. રાવણે કરેલી પરમાત્માની અપૂર્વ ભક્તિ-તેણે વગાડેલી વેણુ-ધરણંદ્રનું તે જોઈને પ્રસન્ન થવું-ધરણે કે આપેલી અમોઘવિજયા શક્તિ ને રૂપવિકારિણું વિદ્યારત્નાવલીને પરણીને રાવણનું લંકાએ આવવું–વાલિમુનિને થયેલ કેવળજ્ઞાન ને પરમપદની પ્રાપ્તિ-જવલનશિખ વિદ્યાધરની તારા નામે પુત્રી–તેને સુગ્રીવ સાથે થયેલ વિવાહ–તેથી સાહસગતિને થયેલ ખેદ–તેણે સાધવા માંડેલી વિદ્યા-સુગ્રીવ ને તારાથી થયેલા અંગદ ને જયાનંદ નામે પુત્ર.
રાવણનું દિગ્વિજય માટે નીકળવું-રેવાનદીના તટપર પડાવ કરવો-રાવણનું જિનપૂજા માટે નદી કિનારે બેસવું–તેવામાં રેવામાં ચડેલું પૂર–તેથી અહંત પૂજનું ધોવાઈ જવું–રાવણને ચડેલ કેાધતેણે પાણીપૂરના કારણની કરેલ પૃચ્છા-એક વિદ્યાધરે પ્રગટ કરેલ કારણુ-તેમાં કરેલું માહિષ્મતીના સહસ્ત્રાંશુ રાજાની જળક્રીડાનું વન–સહસ્ત્રાંશુને બાંધી લાવવાની રાવણે કરેલી આજ્ઞા-રાવણના સુભટોનું હારીને પાછું આવવું-રાવણનું
મંગમન-તેણે સહસ્ત્રાંશને બાંધી લે–રાવણની સભામાં તબાહ મુનિનું આવવું–તેણે પાડેલી સહસ્ત્રાંશુની પિતાના પુત્ર તરીકેની ઓળખાણુ-રાવણે સહસ્ત્રને છોડી દઈને કહેલાં સુવચને-સહસ્ત્રાંશુએ પિતા પાસે લીધેલ ચાંત્રિ-તેણે અયોધ્યાપતિ અનરણયરાજાને સંકેત પ્રમાણે આપેલા ખબર–અનરરાજાએ દશરથને રાજ્ય સ્થાપન કરીને લીધેલી દીક્ષા–રાવણનું માહિષ્મતીથી અન્યત્ર ગમન
નારદનું રાવણ પાસે આવવું-તેણે કરેલી મરૂત્તરાજાના ય સંબંધી હકીકત–રાવણનું નારદ સાથે ત્યાં જવું–રાવણુની આજ્ઞાથી મરૂત્ત રાજાએ યજ્ઞક્રિયાનું છોડી દેવું–મજ્ઞપ્રવૃત્તિ સંબંધી રાવણે નારદને કરેલી પૃચ્છા નારદે યત્પત્તિની કહેલી હકીકત–તેમાં “વસુરાજાનું, પર્વતનું ને પિતાનું” કહેલું પૂર્વચરિત્ર–ગુરૂએ કરેલી ત્રણેની પરીક્ષા–વસુનું રાજા થવું તેની સત્યવાદીપણાની ખ્યાતિ નારદને પર્વત સાથે પડેલે અજ શબ્દના અર્થ સંબંધી વાંધો-પંનેએ કરેલી પ્રતિજ્ઞા–પર્વતની માતાએ વસુરાજાને કરેલી અસત્ય બોલવાની પ્રેરણા-નારદ ને પર્વતનું રાજસભામાં આવવું-વસુરાજાએ આપેલી અસત્યસાક્ષી–તેનું થયેલ મરણને નરકગમન-પર્વતનું નાસી જવું–મહાકાળ અસૂરે કરેલું તેનું ગ્રહણ-રાવણે પૂછેલી મહાકાળની ઉત્પત્તિ-નારદે તેને પૂર્વભવનું કરેલ વર્ણન-સગર રાજાને મધુપિંગની અલસાને વરવાની સ્પર્ધા–મધુપિંગનું નિરાશ થવું–તેણે કરેલ બાળતપ-તેનું મહાકાળ અસુર થવું-સગરના વિનાશ માટે તેણે પર્વતનું કરેલ પ્રહણ–તેના દ્વારા કુધર્મને કરેલો પ્રસારયાદિકની કરાવેલી શરૂઆત-નારદની પ્રેરણુથી દીવાકર વિદ્યાધરે કરેલું પશુહરણ–મહાકાળે યુક્તિથી તેને નિરાશા કર–સગર અને સુલતાને યજ્ઞમાં હોમાવી મહાકાળે માનેલી કતાર્થતા '-આ પ્રમાણે થયેલી યજ્ઞપ્રવૃત્તિની વાત કહીને તેને અટકાવવા નારદે રાવણની કરેલી પ્રાર્થના-નારદનું અન્યત્ર ગમન-મરૂત્તરાજાએ નારદ સંબંધી કરેલ પ્રશ્નરાવણે કહેલી તેની ઉત્પત્તિ-રાવણનું મથુરા નગરીએ આવવું-ત્યાંના રાજા હરિવાહનનું સામે આવવું-હરિવહનના પુત્ર મધુ પાસે ત્રિશળ શસ્ત્ર જોઈ રાવણે તેની પ્રાપ્તિ સંબંધી કરેલ પ્રશ્ન-હરિવાહને કહેલ તેની હકીકતતેમ “સુમિત્રને પ્રભવ નામે બે મિત્રો સંબંધ–સુમિત્ર રાજપુત્ર વનમાળાનું કરેલ પાણિગ્રહણ–પ્રભવ મિત્રને માટે પિતાની સ્ત્રી વનમાળાને તેની પાસે મોકલવી-પ્રભવને થયેલ પશ્ચાત્તાપ-સુમિત્રનું દેવભવ કરીને મધુકુમાર થવું અને પ્રભવનું ભવ જમીને ચમરેંદ્ર થવું-પૂર્વભવની પ્રીતિથી તેણે આપેલું ત્રિશળ–તેની શક્તિ – રાવણનું મેર પર્વત પર જવું-કુંભકર્ણ વિગેરેનું નળકુબેરનું દુધપુર લેવા આવવું–અગ્નિમય કિલ્લો જોઈ તેનું નિરાશ થવું-રાવણનું ત્યાં આવવું-નળકુબેરની સ્ત્રી ઉપરંભાએ મોકલેલ દૂતી–તેણે કહેલો ઉપરંભાને રાવણ પર અનરાગ-તેણે પોતાના સ્વીકારને અંગે બધું કબજે કરાવી દેવાની આશા આપવી-વિભીષણે પાલી હા-રાવણનો પક-ઉ૫રંભાનું રાવણ પાસે આવવું–તેણે આપેલી વિવાથી દુજય કિલ્લાને સંહરી લે-નળકુબેરનું પકડાવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org