________________
સગ૭ મા
પ્રભુને કેવળજ્ઞાન
[ ૬૩
પરમાં સ્પૃહા સહિત લીન થયેલા અમારા લેચને આજે લાંએ કાળે સારાં નશીખને લીધે “ ચકેર પક્ષીનુ... આચરણ કરે છે. વાસગૃહમાં કે સભામાં બેસતા અને ચાલતા એવા મારે “સ” અની સિદ્ધિને આપનારૂ તમારા નામરૂપ મંત્રનું સ્મરણ થયા કરેા. ”
**
>
આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરીને ઇંદ્રે પ્રભુને લઈ રામાદેવીની પાસે જે સ્થિતિમાં હતા તે સ્થિતિમાં સ્થાપન કર્યાં. પ્રભુ જ્યારે ગ*માં હતા ત્યારે તેમની માતા સર્વાં વિધિમાં કુશલ થયા હતા તેથી ‘ સુવિધિ' અને પુષ્પના દાહઢથી પ્રભુને દાંત આવ્યા હતા તેથી ‘પુષ્પદંત એ પ્રમાણે પ્રભુનાં એ નામ માતાપિતાએ મેાટા મહાત્સવથી શુભ દિવસે સ્થાપન કર્યાં. જન્મથી માંડીને મેષ સંક્રાંતિના દિવસની જેમ પ્રભુ માટું અંતર બતાવતા અનુક્રમે વધવા લાગ્યા. જાણે મૂત્તિ માન્ ક્ષીરસમુદ્ર હોય તેવા, સે। ધનુષ્ય ઊંચા શ્વેત અંગવાળા પ્રભુ રૂપથી પવિત્ર એવા યૌવનને પ્રાપ્ત થયા. જોકે પ્રભુ સંસારથી વિરક્ત હતા તાપણુ પિતાના અત્યંત આગ્રહથી શેાભાવડે લક્ષ્મીને વિજય કરનારી રાજકન્યાઓને પરણ્યા. જન્મથી પચાસ હજાર પૂત્ર ગયા પછી રાજ્યમાં લુબ્ધતા નહી' છતાં પણ પિતાની દાક્ષિણ્યતાને લીધેજ રાજ્યભાર ગ્રહણ કર્યાં. તે પછી અઠચાવીશ પૂર્વાંગ સહિત તેટલેાજ કાળ (પચાસ હજાર પૂર્વ) તેએએ વિધિવš રાજ્યઋદ્ધિનું પાલન કર્યુ. પછી જ્યારે પ્રભુએ વ્રત લેવાની ઈચ્છા કરી ત્યારે જાણે મીઠું ખેલનારા હાય તેમ લેાકાંતિક દેવતાઓએ આવીને વ્રતને માટે પ્રભુને પ્રેરણા કરી. પછી કાઈ પણ પ્રકારની કામના રહિત એવા પ્રભુએ ચિંતામણિની જેમ એક વર્ષ સુધી યાચકાને ઈચ્છા. નુસાર દાન આપ્યું. સાંવત્સરિક દાનને અંતે દેવતાઓએ જન્મકાળની જેમ પ્રભુને વિધિથી દીક્ષાભિષેક કર્યાં. પછી સુરઅસુરાએ વિટાયેલા પ્રભુ સૂરપ્રભા નામની શિખિકા ઉપર બેસી સહસ્રામ્રવનમાં ગયા. ત્યાં માગશિર માસના કૃષ્ણ પક્ષની ષષ્ઠીએ મૂલ નક્ષત્રમાં ત્રીજે પહેારે એક હજાર રાજાઓની સાથે પ્રભુએ દ્વૈતપ કરીને દીક્ષાગ્રહણ કરી.
ખીજે દિવસે શ્વેતપુર નગરમાં પુષ્પરાજાને ઘેર પ્રભુએ પરમઅન્નથી પારણું કર્યું. ત્યાં દેવતાઓએ વસુધારાદિક પાંચ દિવ્ય પ્રગટ કર્યો. પુષ્પરાજાએ પ્રભુના ચરણને સ્થાને એક રત્નપીઠ રચાવ્યુ. એકલા, મમતા રહિત, સંગ રહિત અને પરીષહેને સહન કરતા એવા પ્રભુએ ચાર માસ સુધી છદ્મસ્થપણે વિહાર કર્યાં, ફરીવાર તેએ! ફરતા ફરતા સહસ્રામ્રવનમાં આવ્યા. ત્યાં માલુરવૃક્ષ નીચે પ્રતિમાપણે ઊભા રહ્યા પછી ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈ અપૂર્વકરણના ક્રમથી કાન્તિક માસની શુકલ તૃતીયાને દિવસે મૂલ નક્ષત્રમાં પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ સુરઅસુરાએ આવી સમવસરણુ રચ્યું. પ્રભુએ પૂર્વ દ્વારથી તેમાં પ્રવેશ કર્યાં. ત્યાં મધ્યમાં રચેલા ખારસેા ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને સવ અતિશયે શાભતા પ્રભુએ પ્રદક્ષિણા કરી; અને ‘તીર્થાય નમઃ' એમ કહીને પ્રભુ સિંહાસન પર પૂર્વાભિમુખે આરૂઢ થયા. એટલે દેવતાઓએ ખીજી ત્રણ દિશાઓમાં પ્રભુનાં ખીજા રૂપ વિષુવ્યં. પછી દેવાર્દિક પ`દા ચેાગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org