SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૭ મો]. સુવિધિનાથને જન્મ [૬૧ રાજા ખેદ પામતો હતે. જેમ વટેમાર્ગુ માર્ગમાં આવેલી નદી ઉતરતે ઉતરતે પણ જળપાન કરતો જાય છે, તેમ એ રાજા ધર્મનાં કામ કરતે કરતે રાજ્યનાં કામ પણ કરતે હતે. ઉત્તમ બુદ્ધિવાળે એ રાજા પ્રમાદ રહિતપણે પોતાના ઉત્તમ કુળની જેમ નિર્મળ શ્રાવકધર્મનું સારી રીતે ચિરકાળ પાલન કરતો હતો. પ્રાયે સંતેષમાંજ નિષ્ઠાવાળે છતાં એ રાજા ધર્મના કાર્યમાં સંતોષ પામતે નહીં, અને બીજાએ અલ્પ ધર્મ કરનારા હોય તો પણ તેઓને પિતાથી અધિક માનતે હતે. આ પ્રમાણે વર્તતા એ રાજાએ યુદ્ધને પાર પામવાને દિવ્ય અસ્ત્રની જેમ સંસારને પાર પામવાની ઈચ્છાથી જગન્નદ ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી. સંલેખના કરનાર પુરૂષ જેમ મરણ પર્યત અનશન પાળે તેમ શ્રાવકધર્મને નિર્વાહ કર્યા પછી એ રાજા દઢપણે મહા વ્રત પાળવા લાગ્યા. છેવટે ઘણું દુસ્તપ એવા એકાવળી વિગેરે તપવડે કરીને અને અહંત પ્રભુની ભક્તિ વિગેરે કરીને તેણે ઊંચે પ્રકારે તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. એવી રીતનાં આચરણેથી પોતાનું આયુષ્ય નિર્ગમન કરી તે રાજર્ષિ વૈજયંત નામના વિમાનમાં મહદ્ધિક દેવતા થયા. આ જંબુદ્વીપને વિષે દક્ષિણ ભરતાદ્ધમાં વિશેષ સંપત્તિ વડે મોટી કાકંદી નામે એક નગરી છે. ત્યાં આવેલા મહેલેની અંદર મોતીની ઝાલર, મનવિની સ્ત્રીઓને વશ કરવા માટે જાણે કામદેવની નિર્મળ માળાઓ હોય તેવી શોભતી હતી. ત્યાંના દેવમંદિરોમાં થતું ચાર પ્રકારનું સંગીત ખેચરની સ્ત્રીઓની ગતિને સ્તંભન કરવા માટે મંત્રરૂપ થઈ પડતું હતું પ્રફુલ્લિત કમળોથી ભરપૂર અને નિર્મળ જળવાળા ત્યાંના સુંદર જલાશો પષ્ટ નક્ષત્ર સંયુક્ત શરદુ તુના વાદળાવાળ આકાશની શોભાને અનુસરતા હતા. તે નગરીમાં યાચકલેક ગુરૂની જેમ દૂરથી દાતાઓની સામા જઈ પાઘપાત્ર' આપતા હતા, અને તેઓ યોગ્ય દ્રવ્ય દેવાવડે પ્રસન્ન કરાતા હતા. તે નગરીમાં પૃથ્વીનું જાણે કંઠાભરણ હોય અને લક્ષ્મીવડે જાણે પ્રિયકવાસી દેવતા હોય તે સુગ્રીવ નામે રાજા હતા. તેની આજ્ઞા નગર, અરણ્ય, સાગર અને પર્વતને વિષે કઈ ઠેકાણે મંત્રસિદ્ધ આયુધની જેમ અટકતી નહોતી. પર્વતની જેમ તેનાથી ઉત્પન્ન થયેલી નીતિરૂપ સરિતા કીર્તિરૂપ કલ્લોલવાળા જળને વહન કરતી સમુદ્ર સુધી પ્રસરેલી હતી. સર્વ રાજાઓમાં શિરોમણિ એ રાજાને યશરાશિરૂપ સાગર બીજા સર્વભૂતે (રાજાપક્ષે પર્વતે) ની પ્રસરેલી કીર્તિરૂપ સરિતાઓને ગ્રાસ કરી જતે હતે. સર્વ દે રહિત, નિર્મળ ગુણથી અભિરામ અને સર્વ રામા (સ્ત્રી) એમાં શિરોમણિ રામા નામે તેને એક પતની હતી. ગગનમાં ચંદ્રકાંતિની જેમ સવાભાવિક સૌદર્યની “મિરૂપ અને દષ્ટિઓને આનંદ આપનારી આ ભૂતળ ઉપર તે એકજ સ્ત્રી હતી. બનને શુદ્ધ પક્ષથી શોભતી અને મધુર સ્વરવાળી એ રાણું રાજહંસીની જેમ હમેશાં પતિના માનસરૂપ ૧ પૂજનસામગ્રી અર્પણ કરવી અથવા પગે પડવું. ૨ માતૃપક્ષ અને પિતૃપક્ષ-હંસપક્ષે બંને ઉજ્વળ પાખે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy