SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬) પ્રભુની દેશના પૂર્વ ૩ જી. ઉપવન સંબંધી સપત્તિ જોઈ જોઈને યાવજીવિત ઈર્ષ્યારૂપ જવલિત અગ્નિના ઊમિ એથી અન્યા કરે છે. કેટલાએક દેવતાએ ખીજા ખલીષ્ટ દેવતા તરફથી પેાતાનું સર્વસ્વ લુંટાઇ જતાં દીનવૃત્તિએ ‘હે પ્રાણેશ ! હે પ્રભુ ! હે દેવ ! તમે પ્રસન્ન થાએ,’ એમ ગદ્ગદ્ સ્વરે પાકારે છે. પુણ્યથી સ્વર્ગ લેાક પ્રાપ્ત થાય છતાં પણ કામી દેવતાએ કામ, ક્રોધ અને ભયથી આતુર થયા સતા કયારે પણ સ્વસ્થપણાને પામતા નથી. વળી દેવતાએ દેવભુવનમાંથી પેાતાને ચ્યવવાનાં ચિન્હાને અગાઉથી જોઈ ને ‘અમે કયાં સ'તાઈ જઈએ' એમ મેલ્યા કરે છે અને સંતાઈ પણ જાય છે, કલ્પવૃક્ષાનાં પુષ્પોથી ઉત્પન થયેલી માળાએ ગ્લાનિ પામે નહી' પણ ચ્યવન નજીક આવે છે તે વખતે દેવતાના મુખકમળની સાથે તે પણુ ગ્લાનિ પામી જાય છે. મેાટા બળવાન પુરૂષાથી પણ કપ્ય એવાં કલ્પવૃક્ષેા તેએના હૃદયની સાથે સંધિબંધ શિથિલ થઈ જવાથી કપાયમાન થાય છે. ઉત્પન્ન થયા ત્યારથીજ પ્રાપ્ત થયેલી અને ઘણી પ્યારી એવી લક્ષ્મી અને લા પણ જાણે અપરાધ કર્યા હાય તેમ તેઓને તત્કાળ છેાડી દે છે. નિર ંતર નિર્મળ એવી વસ્ત્રની શેાભા પણ અકસ્માત્ પ્રસરેલા મલિન અને ઘાટા પાપના સમૂહથી હાય તેમ તત્કાળ મલિન થઈ જાય છે. મૃત્યુકાળે જેમ કીડીએને પાંખે આવે છે તેમ તેને તે વખતે અનિપણું છતાં દૈન્યતા આવે છે અને નિદ્રા રહિત છતાં નિદ્રા આવે છે. માવાને ઈચ્છતા એવા પુરૂષો જેમ યત્ન કરીને પણ કુપથ્ય સેવનની ઈચ્છા કરે છે. તેમ અજ્ઞાની દેવતાએ એવે વખતે ન્યાય તથા ધર્મને ખાધ કરીને વિષય ઉપર રાગ ધરે છે. નિરોગી છતાં પણ ભવિષ્યમાં આવનારા ચ્યવનથી ઊઠેલી વેદનાને જાણે વશ થયેલા હાય તેમ તેઓના સવ અંગેાપાંગના સાંધા ભાંગવા માંડે છે, અર્થાત્ આળસ પર આળસ મરડવા લાગે છે. જાણે ખીજાએની સ ́પત્તિના ઉત્કષને જોવાને અસમથ હોય તેમ તેએની પદ્મા ને ગ્રહણ કરવામાં દૃષ્ટિએ અપટુ॰ થઇ જાય છે. ભવિષ્યમાં આવવાના ગર્ભાવાસના દુઃખને જાણે તેઓને ભય લાગ્યા હાય તેમ પેાતાને થયેલા પ્રક’પથી ચપળ અંગેાવડે ખીજાઓને પણ ીવરાવે છે. પૂર્વાકત ચિન્હાવર્ડ તેઓને વ્યવવાના નિશ્ચય થવાથી જાણે અગ્નિના અંગારાઓએ તેમનુ આલિંગન કરેલુ' હાય તેમ વિમાનમાં, નંદનવનમાં, વાપિકામાં કે કેાઈ પણ સ્થાનકે તેઓને શાંતિ વળતી નથી, તે વખતે તેએ વિલાપ કરે છે કે ‘હા પ્રિયા ! હા વિમાના ! હા વાપિકાએ ! અને હા કલ્પવૃક્ષા ! હતભાગ્ય એવા મારાથી વિયેાગ પામેલા તમે હવે ફરી મને કયાં જોવામાં આવશે ? અહા ! અમૃતને વરસાવનારી વાણી, અમૃતમય કાંતા, રત્નના ઘડેલા સ્ત ંભેા, ાભા સહિત મણિમય ભૂમિએ અને રત્નમયી વેદિકા ! તમે કેાને આશ્રયે જશે ? રત્નની પદ્મપક્તિએ યુક્ત અને શ્રેણિબંધ કમળાવાળી હે પૂર્ણ વાપિકાએ તમે કાના ઉપભાગને અર્થ થશે ? હે પારિજાત ! હે સંતાન ! હે હરિચંદન ! અને હું કલ્પવૃક્ષ ! શું તમે આ માલેકને છેડી દેશેા ? અરે ! સ્ત્રીના ગર્ભરૂપ નરકમાં શુ મારે પરવશ થઈ ને નિવાસ કરવા પડશે ? અને અશુચિ રસનું શું મારે વારંવાર આસ્વાદન કરવું પડશે ? અહા ! મારે પેાતાના કથી ખંધાઈ નેજર રૂપ અંગારશકટીના ૨ પાકથી થતું દુઃખ સહન કરવું પડશે ! અરે! રતિસુખની ાણે ભડાર હોય તેવી આ દેવાંગનાએ કયાં ! અને અશુચિનુંજ સ્થાનક હાવાથી ખીભત્સ એવી માનવ સ્ત્રીઓને ભાગ કયાં ! ' આ પ્રમાણે સ્વગીય વસ્તુને સંભારી સંભારી વિલાપ કરતા એ દેવતાઓ, દીપક જૈમ ક્ષણ૧ અસુંદર ૨ શગડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy