________________
પર્વ ૩ જુ.
(૩૮)
પ્રભુનું નિર્વાણુ. કેવળજ્ઞાનની ઉત્પત્તિથી આરંભીને સુમતિનાથ પ્રભુએ વીશ વર્ષ અને બાર પૂવગે ઉણા એક લાખ પૂર્વ પૃથ્વી પર વિહાર કર્યો. અનુક્રમે પિતાને મેક્ષકાળ સમીપ જાણીને સમેતશિખર પર્વતે આવ્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે અનશન ગ્રહણ કર્યું. એક માસને અંતે
પગ્રાહી ચાર અઘાતી કર્મને ખપાવી, અનંત ચતુષ્કને પ્રાપ્ત કરી, શિલેશી ધ્યાનમાં વર્તતાં, ચૈત્રમાસની શુકલ નવમીને દિવસે પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રને વેગ થતાં એક હજાર મુનિઓની સાથે સુમતિનાથ સ્વામી અવ્યયપદ (મોક્ષ ) પામ્યા.
દશ લાખ પૂર્વ કૌમાર અવસ્થામાં, ઓગણત્રીસ લાખ ને બાર પૂર્વારા રાજ્યાવસ્થામાં અને બાર પૂર્વાગે ઉણ લાખ પૂર્વ વ્રતધારણમાં એવી રીતે સુમતિનાથ જુએ ચાળીશ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કર્યું. અભિનંદન પ્રભુના નિર્વાણ પછી નવલાખ ક્રોડ સાગરોપમ ગયા પછી સુમતિનાથ પ્રભુ મેક્ષે ગયા. પછી સર્વ ઈદ્ર પ્રભુના શરીરને અને બીજા સહસ્ત્ર મુનિ ઓનાં શરીરને વિધિથી અગ્નિસંસ્કાર કરી ત્યાંથી નંદીશ્વર દ્વીપે જઈ પ્રભુના નિર્વાણપર્વને મહોત્સવ કરી પિતપતાને સ્થાનકે ગયા.
इत्याचार्यश्रीहेमचन्द्रविरचित्ते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीसुमतिस्वामिचरित्र
वर्णनो नाम तृतीयः सर्गः ३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org