________________
સગ ૩ જે. પ્રભુને જન્મ-શદ્રની સ્તુતિ
(૩૫) છે તે ચિરકાળના મારા મનેરથરૂપી પ્રાસાદ ઉપર કળશરૂપ થયેલ છે. હે જગન્નાથ ! સાંપ્રતકાળે હું આ સંસારની પણ પ્રશંસા કરું છું, કારણ કે જેમાં મુક્તિના એક નિબંધનરૂપ તમારૂં દર્શન પ્રાપ્ત થયું છે. હે દેવ ! સ્વયંભૂરમણ સમુદ્રની ઉમિએ કદી ગણી શકાય, પણ મારા જેવા પુરૂષે અતિશના પાત્ર એવા તમારા ગુણોને ગણી શકે નહીં. ધર્મરૂપી મંડપના સ્તંભરૂપ જગને ઉદ્યોત કરવામાં સૂર્યરૂપ અને દયારૂપી વેલાના આશયને માટે મોટા વૃક્ષરૂપ “એવા હે જગત્પતિ ! આ વિશ્વની રક્ષા કરે. હે દેવ ! મુક્તિના બંધ થયેલા દ્વારને ઉઘાડવામાં કુંચીરૂપ તમારી દેશના પુણ્યવંત પ્રાણુઓનાજ સાંભળવામાં આવે છે. હે ભુવનેશ્વર! ઉજજવળ દર્પણ જેવા મારા મનમાં હંમેશાં પ્રતિબિંબ રૂપે પડેલી તમારી મૂર્તિ મને મુક્તિસુખના કારણરૂપ થાઓ.”
આ પ્રમાણે સ્તુતિ કરી શકઈ પ્રભુને લઈને ક્ષણવારમાં ત્યાંથી ઉત્પતી મંગળદેવીની પાસે આવ્યા, અને ત્યાં પ્રભુને મૂકીને પિતાને સ્થાનકે ગયા. પ્રભુ ગર્ભમાં હતા તે વખતે માતાની સારી મતિ થયેલી હતી તેથી પિતાએ પ્રભુનું સુમતિ એવું નામ પાડ્યું. ઇંદ્રની આજ્ઞાથી ધાત્રીઓએ આવીને લાલન પાલન કરેલા પ્રભુ શૈશવલયનું ઉલ્લંઘન કરીને યૌવનવયને પ્રાપ્ત થયા. તે વખતે પ્રભુની કાયા ત્રણસો ધનુષ્ય ઊંચી થઈ સ્કંધ પુષ્ટ થયા, અને ભજારૂપી શાખા જાનુ સુધી લાંબી થઈ, તેથી જાણે જંગમ કલ્પવૃક્ષ હોય તેમ પ્રભુ શેભવા લાગ્યા. તેમની લાવણ્યરૂપી તરંગિણીમાં માછલીઓની જેમ લલનાઓની દૃષ્ટિએ ચંચળ થવા (૨મવા) લાગી. પિતાને ભાગ્ય કર્મ છે એમ જાણીને તેમજ માતાપિતાના આગ્રહથી સૌંદર્યવતી રાજકન્યાઓની સાથે પ્રભુએ પાણિગ્રહણ કર્યું. જન્મથી દશ લાખ પૂર્વ ગયા ત્યારે પિતાના ઘણું આગ્રહથી પ્રભુએ રાજ્યભાર ગ્રહણ કર્યો. જાણે વૈજયંત વિમાનમાં રહ્યા હોય તેમ બાર પૂર્વાગસહિત ઓગણત્રીશ લાખપૂર્વ રાજ્યવસ્થામાં પ્રભુએ નિર્ગમન કર્યા. જોકે પોતે સ્વયંબુદ્ધ છે તથાપિ લોકાંતિક દેવતાઓએ બંધ કરવાથી (યાદ આપવાથી) શ્રીસુમતિનાથ પ્રભુએ દીક્ષા લેવાની ઈચ્છાવડે વાર્ષિક દાન આપવા માંડયું. વાર્ષિક દાનને અંતે જેમના આસન ચલિત થયેલા છે એવા ઈદ્રો અને રાજાઓએ સ્વામીને દીક્ષાભિષેક કર્યો. પછી પ્રભુ અભયંકરા નામની શિબિકા ઉપર આરૂઢ થઈને સુર, અસુર અને મનુષ્યની સાથે સહસામ્રવનમાં પધાર્યા. ત્યાં વિશાખ માસની શુકલ નવમીને દિવસે મધ્યાહન વખતે મઘા નક્ષત્રમાં ચંદ્ર આબે સતે હજાર રાજાઓની સાથે નિત્યક્તિ એવા પ્રભુએ દીક્ષા લીધી. પછી જાણે દીક્ષાને અનુજબંધુ હોય અથવા જાણે પ્રિયમિત્ર હેય તેવું મન:પર્યવ નામે જ્ઞાન તે જ વખતે પ્રભુને ઉત્પન્ન થયું.
બીજે દિવસે વિજયપુરમાં પદ્મરાજાને ઘેર પ્રભુએ પરમાત્રથી પારણું કર્યું. દેવતાઓએ તેને ઘેર સુવર્ણવૃષ્ટિ વિગેરે અદ્દભુત દિવ્ય પ્રગટ કર્યા. રાજાએ નિત્ય પૂજનને માટે તે ઠેકાણે એક રત્નપીઠ બનાવ્યું. ત્યાંથી વિવિધ અભિગ્રહને ધારણ કરતા અને પરિષહાને સહન કરતા પ્રભુએ વીશ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. ગ્રામ આકર વિગેરેમાં વિહાર કરતા કરતા પ્રભુ એકદા પાછા પોતાના દીક્ષાગ્રહણવાળા સહસામ્રવનમાં આવ્યા. ત્યાં પ્રિયંગુ વૃક્ષના મૂળ નીચે ધ્યાન કરતા પ્રભુ અપૂર્વ કરણથી ક્ષપકશ્રેણીમાં આરૂઢ થયા એટલે તેમના સર્વ ઘાતક તુટી
૧. નાનાભાઈ ૨. આમાં ભામંડળ પ્રતિહાર્ય સુચવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org