________________
સગ ૩ જે. પુત્રપ્રાપ્તિ માટે વિજયસેન રાજાએ કરેલ કુળદેવીનું પૂજન (૨૯) વરદાન આપી કુળદેવી તત્કાળ અંતર્ધાન થઈ ગઈ. રાજાએ દેવીના આપેલા વરદાનની વાર્તા પિતાની પ્રિયાને કહી. તેથી મેઘની ગજેનાથી બગલીની જેમ તે વાર્તાથી રાણી ઘણે હર્ષ પામી. બીજે જ દીવસે તુચનાતા થયેલાં સુદર્શના દેવીની કુક્ષિમાં દેવલોકમાંથી ચવીને કઈ મહદ્ધિક દેવતા ઉત્પન્ન થયે. તે વખતે સુતેલા મહાદેવીએ કેશરના જેવી રાતી કેશરાવાળે એક કિશોર કેશરીસિંહ પોતાના મુખમાં પ્રવેશ કરતે જે. તરતજ ભય પામેલા રાણીએ શસ્યા ઉપરથી બેઠા થઈને પોતાના મુખમાં થયેલા સિંહના પ્રવેશની સ્વન વાર્તા રાજાને કહી. એ સાંભળી મહારાજા બોલ્યા- હે દેવી ! આ સ્વપ્ન એ કુળદેવીના વરદાન રૂપી વૃક્ષનું એવું ફળ પ્રકાશિત કર્યું છે કે સિંહના જે પરાક્રમી તમારે એક પુત્ર થશે.” આ સ્વપ્નને વિચાર સાંભળી રાણી ઘણુ ખુશી થયાં અને બાકીની રાત્રી શુભ કથાઓ કરતાં જાગ્રતપણેજ નિર્ગમન કરી.
ઉત્તમ સરિતાના જળમાં સુવર્ણના કમળની જેમ દેવીની કુક્ષિમાં તે ગર્ભ દિવસે દિવસે વધવા લાગ્યું. એક વખતે દેવી પિતાને ઉત્પન્ન થયેલા દેહદ મહારાજાને કહેવા લાગ્યા કે- સર્વ પ્રાણીઓને અભય આપવાને ઈચ્છું છું, સર્વ નગર વિગેરેમાં અમારી ઘોષણા કરાવવાને ઈચ્છું છું, અને સમગ્ર જિનચૈત્યમાં અષ્ટાબ્લિક ઉત્સવ કરવાની અભિલાષા રાખું છું.” રાજાએ કહ્યું- હે દેવી ! ગર્ભના પ્રભાવથી કુળદેવીના વરદાનને અને સ્વપ્નાર્થને સત્ય કરનાર એવા આ તમારા દેહદ છે. ઉત્તમ ઈચ્છાવાળા ! ગર્ભના પ્રભાવથી જ તમારી આવી ઈચ્છા થઈ છે, કારણકે પ્રતિમાનો પ્રભાવ અધિષ્ઠાયક દેવને ઉચિતજ થાય છે. આ પ્રમાણે કહીને રાજાએ ભય પામેલાઓને અભયદાન આપ્યું, પટહ વગડાવીને સર્વ ઠેકાણે અમારીષણું પ્રવર્તાવી અને અષ્ટપ્રકારી પૂજાથી તથા દિવ્ય સંગીતથી દરેક ચૈત્યમાં અષ્ટાબ્લિક ઉત્સવ કરાવ્યા. - એ દેહદ પૂર્ણ થવાથી પૂર્ણ ચંદ્રના જેવા ઉજજવળ મુખવાળી દેવી પ્રસન્ન થઈ અને સમય આવ્યા ત્યારે વેલ જેમ ફળને જન્મ આપે તેમ એક પુત્રરત્નને તેણે જન્મ આપે. તે વખતે સર્વરાજાઓમાં શિરોમણિ વિજયસેન રાજાએ ચિંતામણિરત્નની જેમ ઉદ્ઘેષણ કરાવીને યાચકેને ઈચ્છિત દાન આપવા માંડયું, અને હૃદયરૂપ સમુદ્રને ચંદ્રસમાન માટે મહત્સવ કર્યો. તે પછી તેવીજ રીતે સ્વજનેની જેમ નગરજનોએ પણ મહત્સવ કર્યો. પછી દેવીના સ્વપ્નને અનુસરીને મહારાજાએ પુત્રનું પુરૂષસિંહ એવું મનેહર નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામી વિશાળ ભુજાવાળે એ કુમાર રૂપથી, કળાથી અને કુળથી પિતાને સદશ એવી રાજાઓની આઠ કન્યાઓ પર. અપ્સરાઓની સાથે દેવની જેમ તેઓની સાથે વિજયસેન રાજાને કુમાર ક્ષણે ક્ષણે ક્રીડા કરેતે વિષયસુખ ભેગવવા લાગ્યું.
એક વખતે જાણે સાક્ષાત્ વસંત હોય અથવા જાણે સાક્ષાત્ વસંતને મિત્ર કામદેવ હાય તે પુરૂષસિંહ કુમાર સ્વેચ્છાથી ક્રીડા કરવાને ઉદ્યાનમાં ગયો. ત્યાં રૂપથી અને શમથી આનંદને જય કરનાર વિનયનંદન નામના સૂરિને સમારેલા તેણે જોયા. તેમને જોતાં જ જાણે અમૃતનું પાન કર્યું હોય તેમ કુમારનાં લોચન, હૃદય અને બીજાં અંગે પણ પૂર્ણ વિકાસ પામ્યાં. ક્ષણવાર તેમને નીરખી રાજકુમાર વિચારવા લાગ્યો કે “જેવું વેશ્યાની પાસે રહીને સતીવ્રતનું પાલન કરવું, ચેરની પાસે રહીને નિધાનનું ગેપવવું, યુવાન માજરની પાસે રહીને અમૃતના આસ વનું રક્ષણ કરવું અને ડાકણની પડોશમાં રહીને પોતાની કુશળતા સાચવવી મુશ્કેલ છે, તેવી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org