________________
(૧૮) સંભવનાથના ચરિત્રની સમાપ્તિ.
પર્વ ૩ જુ. નિષ્કપ એવા પ્રભુએ સર્વ ગને નિરોધ કરનારૂં શૈલેશી નામે છેલ્લું ધ્યાન પ્રાપ્ત કર્યું, અને ચૈત્રમાસની શુકલ પંચમીને દિવસે ચંદ્ર મૃગશિર નક્ષત્રમાં આવતાં, ચાર અનંતને સિદ્ધ કરતા એવા સંભવનાથ પ્રભુ નિરાબાધ પદ (મેક્ષ ) ને પામ્યા. જાણે પ્રભુના અંશ હેય તેવા નિર્મળ એક હજાર મુનિઓ પણ તેજ વિધિથી તેજ પદને પામ્યા. પ્રભુએ કુમારપણામાં પંદર લાખ પૂર્વ, રાજ્યમાં ચાર પૂર્વાગ સહિત ગુમાલીશ લાખ પૂર્વ અને દીક્ષામાં ચાર પૂર્વાગે વજિત એક લાખ પૂર્વ એવી રીતે એકંદર સાઠ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવ્યું અને અજિતનાથ સ્વામીના નિર્વાણ પછી ત્રીશ લાખ કેટી સાગરોપમ ગયા ત્યારે સંભવનાથ પ્રભુ નિર્વાણપદને પામ્યા. સંભવનાથ પ્રભુને શરીરસંસ્કાર તેમજ બીજું પણ જે યેગ્ય કર્મ હતું તે ઈદ્રોએ યથાવિધિ કર્યું. પછી પ્રભુની દાઢ પણ તેઓએ યથાયોગ્ય વહેંચી લીધી અને દેવતાઓએ દાંત તથા અસ્થિઓ ગ્રહણ કર્યા. પછી ઈદ્ર અને દેવતાઓ પોતપિતાને સ્થાને ગયા. ત્યાં પ્રભુનાં અસ્થિઓ માણવક સ્તંભની ઉપર પૂજન કરવાને માટે તેઓએ ઉત્કર્ષ રીતે સ્થાપન કર્યા. તીર્થકાનું શું પૂજવા લાયક નથી? અર્થાત સર્વ દેહ પૂજન કરવા ગ્ય છે.
इत्याचार्यश्रीहेमचन्द्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये तृतीये पर्वणि श्रीसंभवस्वामिचरितवर्णनो
નામ પ્રથમ સી છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org