________________
સગ ૭ મ ] વનમાળાના વિગથી વિરકુવિંદની થયેલ દુઃખી સ્થિતિ [ ૩૪૯ તું કયાં ગઈ ?” એમ વારંવાર બોલતો એ તેને જઈ વનમાળા અને રાજા સુમુખ વિચાર કરવા લાગ્યા- “અહા! નિર્દય ચંડાળની જેમ આપણે દુરશીલી આઓએ આ ઘણું નિર્દય કામ કર્યું આ વિશ્વાસુ ગરીબ માણસને આપણે ઠગી લીધું છે. આને જેવું બીજું કઈપણ પાપ ઉત્કૃષ્ટ નથી, અને આપણેજ સર્વ પાપીઓમાં ઉત્કૃષ્ટ છીએ. વિશ્વાસઘાતી પુરૂથી પણ આપણે ચડીઆતા છીએ કે આ જીવતાં છતાં મરણ પામેલાની જેવા ગરીબ માણસને હેરાન કરીએ છીએ. આ વિષયલંપટપણને વારંવાર ધિક્કાર છે ! આ તીવ્ર પાપકર્મથી અવિવેકીમાં શિરોમણિ એવા આપણને જરૂર નરકમાં પણ સ્થાન મળવાનું નથી. તે મહાત્માઓને ધન્ય છે કે જેઓએ સર્વદા જિતેંદ્રિય થઈ પરિણામે દુઃખનું કારણ એવું વિષયસુખ છોડી દીધું છે. જેઓ અહેરાત્રી જિનધર્મને સાંભળે છે, આચરે છે અને વિશ્વોપકાર કરે છે તેઓ વિવેકથી વંદના રોગ્ય છે.” આ પ્રમાણે પિતાની નિંદા કરતા અને ધમષ્ટ જીવોની પ્રશંસા કરતા તે સુમુખ અને વનમાળાની ઉપર આકાશમાંથી અકસ્માત્ વિજળી પડી અને તેણે તેમના પ્રાણ હરી લીધા.
પરસ્પર સ્નેહના પરિણામથી અને પ્રાપ્ત થયેલા શુભ ધ્યાનથી મૃત્યુ પામીને તે બંને હરિવર્ષ ક્ષેત્રમાં જુગલી આપણે ઉત્પન્ન થયા. માતાપિતાએ હરિ અને હરિણું એવાં તેમનાં નામ પાડ્યાં. પૂર્વજન્મની પેઠે તેઓ અહીં પણ પાછા રાત્રિદિવસ સાથે રહેનારા દંપતી થયા. દસ પ્રકારના કલ્પવૃક્ષેથી ઈચ્છિત અર્થ સંપાદન કરતા કરતા તેઓ દેવતાની જેમ સુખ વિલસતા રહેવા લાગ્યા.
રાજા રાણી વિદ્યુત્પાતથી મૃત્યુ પામ્યા તે જોઈને વિરકુવિંદે મહા દુસ્તપ એવું બાળ તપ આચર્યું”. પ્રાંતે મૃત્યુ પામીને સૌધર્મ કલ્પમાં તે કિલ્વિષિક (મલીન) દેવતા થયે. ત્યાં અવધિજ્ઞાનવડે તેણે પિતાને પૂર્વ જન્મ અને પેલા હરિહરિણે નામે જુગલીઆને જોયા. તેમને જોતાં જ તેનાં નેત્ર રોષથી રાતાં થઈ ગયાં, અને આકૃતિ ભ્રકુટીના ભંગથી ભયંકર થઈ ગઈ. પછી યમરાજની જેમ તેને સંહાર કરવાને ઈચ્છતો હોય તેમ તે હરિહર્ષ ક્ષેત્રમાં આવ્યો. તેણે વિચાર કર્યો કે “આ બંને સ્ત્રી પુરૂષ મારે વધ્ય છે, પણ જો અહીં મારીશ તો ક્ષેત્રના પ્રભાવથી તે અવશ્ય સ્વર્ગે જશે; આ સ્થાન અકાળે મૃત્યુ થવાથી પણ દુર્ગતિ આપતું નથી, માટે મારા પૂર્વજન્મના દ્વેષી આ બંનેને અહીંથી બીજે સ્થાનકે લઈ જાઉં.” આ નિશ્ચય કરી તે દેવ કલ્પવૃક્ષની સાથે તેને ત્યાંથી ઉપાડીને આ ભરતક્ષેત્રની અંદર ચંપાપુરીમાં લાવ્યું. તે વખતે તે નગરીમાં ઇક્વાકુ વંશને ચંદ્રકાતિ નામે રાજા અપુત્ર મરણ પામ્યો હતો, તેથી રોગીઓ જેમ આત્માને શેધે, તેમ તે રાજાના પ્રધાને રાજ્યને લાયક કેઈ પુરૂષને ચારે તરફ શેપમાં હતા. તે વખતે દેવસમૃદ્ધિથી સર્વ લેકને વિસ્મય પમાડતે જાણે તેજ પુંજ હોય તે તે દેવ આકાશમાં રહીને બે-“રાજ્યને માટે ચિંતા કરનારા હે પ્રધાનો અને સામંતો ! તમારો રાજા અપુત્ર મરણ પામેલ છે, તેથી તમે કઈ રાજાને ઈચ્છે છે. તે તમારા પુણ્યથી પ્રેરાયેલે હું હમણાંજ આ હરિ નામે એક જુગલી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org