________________
સગ ૭ ] મલ્લીનાથ પ્રભુને પ્રાપ્ત થયેલ નિર્વાણ
[ ૩૪૫ મલ્લીનાથ પ્રભુએ નિર્વાણુસમય નજીક જાણું સંમેતશિખરે જઈ પાંચસો સાધુઓ અને પાંચસે સાધ્વીઓની સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. એક માસને અંતે ફાળુન માસની શુદ્ધ દ્વાદશીએ યોગ્ય નક્ષત્રમાં મલલીનાથ પ્રભુ તે સર્વે સાધુ અને સાધ્વીઓની સાથે નિર્વાણ પદને પ્રાપ્ત થયા. કૌમારાવસ્થામાં અને વ્રતપર્યાયમાં મળીને મલ્લીનાથ પ્રભુનું પંચાવન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું હતું. અરનાથ પ્રભુના નિર્વાણ પછી કેટહજાર વર્ષ ગયા ત્યારે શ્રી મલ્લીપ્રભુને નિર્વાણકાળ થયે હતે. મલ્લીનાથ પ્રભુ નિર્વાણ પામ્યા પછી ઇદ્રો અને કેટી ગમે દેવતાઓએ આવીને શ્રી મલ્લીનાથ પ્રભુને યથાવિધિ નિર્વાણમહોત્સવ કર્યો.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये षष्ठे पर्वणि मल्लिनाथचरितवर्णनो
નામ ષષ્ઠ: : !
સર્ગ ૭ મો. మదయయంయంయంయంయం
શ્રી મુનિસુવ્રત સ્વામી ચરિત્ર. જ્ઞાનરૂપી ક્ષીરસાગરની વેળા (મર્યાદા) રૂપ અને પૃથ્વીને પવિત્ર કરનારી શ્રી મુનિસુવ્રતનાથની દાંતની કાંતિએ દેશના સમરે જય પામે છે. વિદ્વાનની પ્રતિભા (બુદ્ધિ) ને ઉલ્લાસ કરવામાં સરસ્વતીના તેજ જેવું નિર્મળ શ્રી મુનિસુવ્રત સ્વામીનું ચરિત્ર હવે કહેવામાં આવશે.
આ જંબુદ્વીપના અપર વિદેહમાં રહેલા ભરત નામના વિજયને વિષે ચંપા નામે એક વિશાળ નગરી છે. તે નગરીમાં લેકોત્તર પરાક્રમવાળે અને દીર્ઘ ભુજાવાળો સુરષ્ઠ નામે એક સુરશ્રેષ્ઠ (ઈંદ્ર) જે રાજા હતા. તે ચારે પ્રકારે વીર હતો. દાનવડે સર્વની રક્ષા કરનાર હવાથી દાનવીર, રણમાં ઉત્કટ હેવાથી રણવીર, આચારમાં શ્રેષ્ઠ હોવાથી આચારવીર અને શ્રી જૈનધર્મમાં ધુરંધર હોવાથી ધર્મવીર હતો. આજ્ઞા માત્રથીજ સર્વ રાજાઓને તે સાધી લેતું હતું, તેથી એ રાજા પિતાની અસ્ત્રવિદ્યા અશ્વક્રીડામાંજ બતાવતા હતા. રણમાં બતાવતે
૧. અર્થાત રાજાઓને આજ્ઞા માત્રથી જ વશ કરતો હોવાથી તેને સંગ્રામમાં અસ્ત્રવિદ્યા બતાવવાને પ્રસંગજ આવતે નહીં,
B - 44
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org