SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) પ્રભુએ સાંવત્સરિકદાન આપવાના કરેલ આરંભ. પર્વ ૩ જી. તેના પતાના શિખર જેવડા ઢગલા કરવા લાગ્યા. સ્વામીએ સેવક પુરૂષા પાસે નગરીમાં "ચે પ્રકારે આઘાષણા કરાવી કે જે જેના અથી હાય તેણે આવીને તે માગી લેવું.’ તેવી રીતે અથી એને દાન આપતા એવા પ્રભુ હમેશાં એક કરોડ અને આઠ લાખ સુવર્ણ (સાનૈયા) તું દાન આપતા હતા. એ પ્રમાણે એક વર્ષીમાં પ્રભુએ ત્રણશે અચાશી ક્રોડ અને એશી લાખ સુવર્ણ મુદ્રાનુ દાન કર્યું. વાર્ષિક દાનને અંતે પેાતાના આસન ચલિત થવાથી ઇંદ્રો અંતઃપુરના પિરવારને સાથે લઈ ત્યાં આવ્યા. પ્રથમ પ્રભુના ગૃહને પ્રદક્ષિણા કરી ભૂમિથી ચાર આંગળ ઊંચા રહી વિમાન પરથી ઉતર્યા. વિનયવાળા તે ઇંદ્રોએ ભક્તિથી પ્રભુને પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા. પછી અચ્યુતઇન્દ્રે આભિયાગિક દેવતાઓએ લાવેલા તી જળના કુ ભાવડે જન્માભિષેકની પેઠે પ્રભુના વિધિપૂર્વક દીક્ષા સંબંધી અભિષેક કર્યાં. બીજા ઇન્દ્રોએ પણુ અનુક્રમે જગત્પતિને ભક્તિથી દ્વીક્ષાકલ્યાણક સબંધી સ્નાન કરાખ્યું. સુર અને અસુરાની પેઠે રાજાએ પણ તત્કાળ ભક્તિથી સભવસ્વામીને પવિત્ર જળવડે સ્નાન કરાવ્યું. પછી દેવતાઓએ સ્નાનજળથી આ એવા દેવાધિદેવના શરીરને સુવર્ણના હૃ ણુની જેમ દેવદૃષ્ય વસ્ત્રથી લુછી નાંખ્યું, અને ગાશીષ ચંદનથી પ્રભુને વિલેપન કરી દિવ્ય રેશમી વસ્ત્રા ભક્તિથી ધારણ કરાવ્યાં. જાણે હીરાની ખાણુનું સર્વસ્વ હેાય તેવેા મુગટ પ્રભુના મસ્તક ઉપર આરેપણુ કર્યાં, જાણે આકાશમુક્તામણિમય હોય તેવાં એ કુંડળ કાનમાં પહેરાવ્યાં, કંઠમાં હિમાચળ ઉપરથી પડતા ગંગાના પ્રવાહ જેવા હાર પહેરાવ્યા, ખાડુ પર જાણે સૂર્ય કિરણના રચેલા હોય તેવા કેયૂર' અને કંકણુ ધરાવ્યાં, અને ચરણુકમળમાં કુંડળાકાર કરેલાં નાળવાજેવાં કડાં પહેરાવ્યાં, એ પ્રમાણે પ્રભુને ભૂષણો ધારણ કરાવ્યાં. પછી સ્વામીને માટે સામત રાજાઓએ ચરણુપીઠ સહિત સિંહાસન વાળી સિદ્ધાર્થા નામે એક શિખિકા રચાવી. અચ્યુત ઇંદ્ર પણ આભિયાગિક દેવતાઓની પાસે એક શિખિકા વિકૃત કરાવી. તે વૈમાનિક દેવતાના વિમાનાની જાણે અધિદાયિક દેવી હેાય તેવી જણાવા લાગી. અચ્યુત ઇંદ્રે, તે શિખિકાને શ્રીચંદનમાં અગરૂ ચંદનની જેમ રાજાની શિખિકામાં અંતર્હુિત કરી દીધી. પછી ઈંદ્રે જેમને હાથના ટેકા આપ્ટે એવા પ્રભુ શિબિકાપર આરૂઢ થયા, અને હુંસ જેમ કમળ ઉપર બેસે તેમ અ ંદરના સિંહા સનપર બેઠા. ધારી ઘેાડાએ જેમ મોટા રથને વહન કરે તેમ પ્રથમ મનુષ્યએ અને પછી ઘનવાત જેમ પૃથ્વીને વહન કરે તેમ દેવતાઓએ તે શિખિકાને ઉપાડી, તે વખતે ચારે તરફ મેઘના ગજા રવની જેમ વાજિંત્રા વાગવા લાગ્યાં. ગંધર્વાં કાનમાં અમૃત જેવુ' ગાયન કરવા લાગ્યા, અપ્સરાએ વિચિત્ર અંગહાર કરી નૃત્ય કરવા લાગી, ખદિજના સ્તુતિપાઠ કરવા લાગ્યા, બ્રાહ્મણા બ્રહ્મ (વેદ) ને ગાવા લાગ્યા, કુળની વૃદ્ધ સ્ત્રીઓ ઊંચે સ્વરે મંગળ આશિષ આપવા લાગી, કુલીન કાંતાએ મનેાહર ધવળ મગળ ગાવા લાગી, આગળ પછવાડે અને એ પડખે દેવતાએ અશ્વની પેઠે ચેષ્ટા કરવા લાગ્યા અને લેાકેા નેત્રને પ્રફુલ્લિત કરી જોવા લાગ્યા તથા અંગુળીએથી પ્રભુને અતાવવા લાગ્યા. આવા મહેાત્સવપૂર્વક સ્થાને સ્થાને નગરના લેાકેાના મંગળ આચારને ગ્રહણ કરતા, જાણે અમૃતની વૃષ્ટિ કરતી હેાય તેવી દૃષ્ટિથી જગતને આનંદ આપતા, દેવતાઓએ ચામરાથી વી જેલા અને માથે છત્રને ધારણ કરતા પ્રભુ શ્રાવસ્તીનગરીના મધ્યભાગમાં પસાર થઈ ને ૧. બાજુબંધ ૨. વીરવલય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy