SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ સગ દ ો] ઓગણીશમાં અહતની શકે કે કરેલ સ્તુતિ [ ૩૩૫ જઈને તેમને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવ્યા પછી તેમનું અર્ચન કરી, આરતી ઉતારીને શકઈ આ પ્રમાણે ભક્તિનિર્ભર હૃદયથી સ્તુતિ કરવા માંડી. ત્રણ જ્ઞાનના નિધિ અને ત્રણ જગતમાં પ્રધાન એવા ઓગણીશમાં તીર્થકરને હું “નમસ્કાર કરું છું. હે નાથ ! સારે ભાગ્યે તમારા દર્શનથી હું ચિરકાળે પણ અનુગ્રહિત થ છું; કેમકે સાધારણ પુણ્યથી અહંત પ્રભુનું સાક્ષાત્ દર્શન થતું નથી. હે દેવ! “આજે તમારા જન્મોત્સવ દર્શનથી દેવતાઓનું દેવત્વ સફળ થયું છે. એક તરફ અમ્રુત “ઇદ્રની ઉપર અને બીજી તરફ અન્ય પ્રાણીઓની ઉપર સમાન અનુગ્રહ કરવાની બુદ્ધિવાળા “હે પ્રભુ! સંસારમાં પડતા એવા અમારૂં રક્ષણ કરે, પૃથ્વીના સુવર્ણ મુગટ ઉપર ઇંદ્રનીલ “મણિની જેમ તમે અતિશય શેભે છે. ઈચ્છા કર્યા વગર માત્ર સમરણ કરવાથી પણ તમે મોક્ષને માટે થાઓ છે, તો દર્શન અને સ્તુતિ કરીને તમારી પાસે તેથી અધિક ફળ શું માગીએ? એક તરફ ધાર્મિક બધાં કાર્યો અને એક તરફ તમારું દર્શન તે બંનેની ફળપ્રાપ્તિ “તરફ જતાં તમારું દર્શન અધિક ફળપ્રાપ્તિના સાધનરૂપ જણાય છે. તમારા ચરણકમળમાં “આળોટતાં જેવું સુખ મને થાય છે, તેવું સુખ ઇંદ્રપણામાં, અહમિંદ્રપણામાં કે મોક્ષમાં પણ મને થતું નથી એમ હું માનું છું.” આ પ્રમાણે સ્તુતિ કરી ઈંદ્ર ઓગણીશમાં અહં તને પાછા મિથિલાપુરીમાં લઈ જઈ માતાની પાસે મૂક્યા. જયારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતાને પુષ્પમાલ્યપર શયન કરવાને દેહદ થયે હતું, તેથી પિતાએ તેમનું મલી એવું નામ પાડ્યું. ઇ મોકલેલી પાંચ ધાત્રીઓએ પ્રતિદિન પુષ્પની પેઠે લાલન કરાતા મલીકુમારી અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. અચલરાયનો જીવ વૈજયંત વિમાનથી ચ્યવી આ ભરતક્ષેત્રમાં સાકેતપુર નામના નગરમાં પ્રતિબુદ્ધિ નામે રાજા થશે. રૂપથી સાક્ષાત્ પડ્યા હોય તેવી પદ્યાવતી નામે તેને સર્વ અંતપુરમાં શિરોમણિ રાણી હતી. તે નગરને વિષે ઈશાન દિશામાં એક નાગદેવના મંદિરની અંદર નાગદેવની પ્રતિમા હતી, તેની અનેક લેકે માનતા કરતા હતા. એક વખતે પદ્માવતી રાણીએ તે નાગદેવની યાત્રાને માટે જવા સારૂ પ્રતિબુદ્ધિ રાજાની આજ્ઞા માગી. રાજાએ તેમ કરવા સંમતિ આપી અને તેની સાથે રાજા પણ પુપાદિ સામગ્રી લઈ યાત્રાને દિવસે તે નાગપ્રતિમાના મંદિરમાં આવ્યું. પુષ્પને મંડપ, પુષ્પને મુદુગર અને પોતાની પ્રિયાને જોઈ રાજાએ સ્વબુદ્ધિ નામના ઉત્તમ મંત્રીને પૂછયું-“હે મંત્રીવર્ય! નારી પ્રેરણાથી નમે અનેક રાજાઓના મંદિરમાં ગયા છે, તે તેમાં કોઈ ઠેકાણે આવું શ્રીરત્ન કે આ પુષ્પનો મુદ્ગર તમારા જોવામાં આવ્યું છે? “સ્વબુદ્ધિ મંત્રી બે-“તમારી આજ્ઞાથી હું એકદા કુંભ રાજાની પાસે ગયો હતો ત્યાં તેની મલ્લી નામે એક કન્યા મારા જેવામાં આવી. સ્ત્રીરત્નમાં મુખ્ય એવી તે રાજકન્યાની આપુષગ્રંથીમાં એ પુષ્પમુદ્રગર કરવામાં આવ્યું હતું કે તે ૧. પદ્મદ્રહમાં નિવાસ કરનારી લક્ષ્મી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy