________________
૩૨૬ ] જમદગ્નિનું રેણુકા સાથે પરણવું
[પર્વ ૬ ઠું તે જ્યાં ત્યાં ભમતે ભમતે તાપને આશ્રમે આવી ચડ્યો. ત્યાંના કુલપતિએ (વૃદ્ધ તાપસે) તે અગ્નિકને પુત્ર કરીને રાખે. તે લેકમાં જમદગ્નિના નામથી પ્રખ્યાત થયા. તીણ તપસ્યા કરતા તે પ્રત્યક્ષ અગ્નિની જેમ પોતાના દુઃસહ તેજથી પૃવીમાં વિશેષ વિખ્યાત થયે.
તે સમયે પૂર્વ જન્મમાં શ્રાવક હતો એ વૈશ્વાનર નામે એક દેવ અને તાપસને ભક્ત ધવંતરિ દેવ તે બંનેને આ પ્રમાણે પરસ્પર વાદ થયો, એક કહે કે અહંત ધર્મ પ્રમાણ છે અને બીજે કહે કે તાપસ ધર્મ પ્રમાણે છે. આ વિવાદમાં તેઓએ એ નિર્ણય કર્યો કે
અહંત ધર્મમાં જે જઘન્ય હોય તેની અને તાપસ ધર્મમાં જે ઉત્કૃષ્ટ હોય તેની આપણે પરીક્ષા કરવી કે બેમાં ગુણેથી અધિક કોણ થાય છે?” તે વખતે અભિનવ ધર્મ પામેલ પવરથ નામે રાજા મિથિલાનગરીથી નીકળીને ભાવયતિ થયેલે, તે શ્રી વાસુપૂજય પ્રભુની પાસે દીક્ષા લેવાને ચંપાપુરી જતે હતો. તે વૈશ્વાનર અને ધવંતરિ દેવના જોવામાં આવ્યું. તેની પરીક્ષા કરવાને તે દેવતાઓએ તેની પાસે અન્નપાન લાવી મૂક્યાં. તેને તૃષા અને સુધા ઘણી લાગી હતી, તથાપિ તે અગ્રાહ્ય જણાવાથી તેણે અંગીકાર કર્યા નહીં. વીર પુરૂષ કદિપણું સત્વથી ચલિત થતા નથી. પછી તે દેવતાઓ માર્ગમાં કરવત જેવા કઠેર કાંકરા કાંટા વિમુવી તે રાજાના કમળ ચરણકમળમાં પીડા કરવા લાગ્યા. તેવે માર્ગે ચાલતાં તેના ચરણમાંથી રૂધિરની ધારાઓ ચાલતી હતી તથાપિ રૂની તળાઈની જેમ તે સુંદર પગલાં ભરીને ચાલતું હતું. પછી તેને સેંભ કરવા માટે તે દેવતાઓએ નૃત્યગીત થતાં બતાવ્યાં, પરંતુ ગોત્રજમાં દિવ્ય અસ્ત્રની જેમ તે સર્વ નિષ્ફળ થયાં. પછી સિદ્ધપુત્રનું રૂપ ધરી તેની આગળ આવીને તેઓ બોલ્યા- “હે મહાભાગ! હજુ તમારૂં મેટું આયુષ્ય છે અને તમે યુવાન છે, માટે સ્વચ્છેદપણે ભેગ ભેગ. યૌવનવયમાં તપ કરવું તે કેવી બુદ્ધિ કહેવાય? કયે ઉદ્યોગી પુરૂષ પણ અદ્ધરાત્રીનું કામ સવારમાંથી કરે? તાત! યૌવન ગયા પછી દેહને દુર્બળ કરવાનું શું કારણ અને જાણે બીજી વૃદ્ધ વય હોય તેવું તપચારિત્ર ગ્રહણ કરવાનું શું કારણ? ” રાજા પરથે કહ્યું-“જે મારું આયુષ્ય ઘણું હશે તે મને પુય પણ ઘણું મળી શકશે; કેમકે જળ પ્રમાણે કમળનું નાળ વધે છે. જેમાં ઇઢિયે ચપળ થાય છે એવા યૌવનમાં જે તપ કરવું તેનું નામ જ તપ કહેવાય છે. દારૂણ અસ્ત્રનું યુદ્ધ ચાલતું હોય તેવા રણમાં શૂરવીર જણાય તે જ ખરો શૂરવીર કહેવાય છે. જ્યારે પારથ તેઓની પરીક્ષામાં ચલિત થયો નહીં, ત્યારે તેમને સાબાશી આપતા તે બંને દેવતાઓ ત્યાંથી તાપમાં ઉત્કૃષ્ટ એવા જમદગ્નિની પરીક્ષા કરવાને ગયા.
વડના વૃક્ષની જેવી વિસ્તારવાળી જટાથી પૃથ્વીને સ્પર્શ કરતા અને જેના ચરણ રાફડાથી વ્યાપ્ત થયેલા છે એવા તે દાંત તાપસને તેમણે જોયા પછી બંને દેવતા માયાથી ચટક પક્ષી (ચકલા ચકલી) નું જોડલું બની જમદગ્નિની દાઢીમાં માળે રચી તેમાં નિવાસ કરીને રહ્યા. તે સમયે ચકલે પિતાની સ્ત્રી ચકલીને કહ્યું – “હું હિમાલય ઉપર જઈશ.” ચકલી બેલી–“ત્યાં ગયા પછી બીજી ચકલીમાં આસક્ત થઈ તું પાછો આવે નહીં, માટે તેને જવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org