SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૩ જ. మనయందయడయయ యయయందు છઠ્ઠા આનંદ બલભદ્ર, પુરૂષપુંડરીક વાસુદેવ અને બલિ પ્રતિવાસુદેવનું ચરિત્ર. હવે શ્રી અરનાથ પ્રભુના તીર્થમાં થયેલ છઠ્ઠા વાસુદેવ, બલદેવ અને બલિ નામના પ્રતિવાસુદેવનું ચરિત્ર કહીએ છીએ. વિજયપુર નામના નગરમાં ચંદ્રની જેમ સુદર્શન અને જગતને આનંદ આપનાર સુદર્શન નામે રાજા હતે. દમધર નામના મુનિ પાસેથી જૈનધર્મ સાંભળીને વિરક્ત બુદ્ધિવાળા તે રાજાએ દીક્ષા લીધી અને મોટી તપસ્યા કરીને સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયે. આ ભરતક્ષેત્રને વિષે પિતનપુર નામના નગરમાં મિત્રરૂપ કમળમાં મિત્ર (સૂર્ય)ના ઉદય જે પ્રિયમિત્ર નામે રાજા હતા. તેની પ્રિયાને સુકેતુ નામના કોઈ એક રાજાએ હરણ કરી. તે પરાભવથી વિરક્ત થઈ પ્રિય મિત્રે વસુભૂતિ મુનિની પાસે દીક્ષા લીધી. પ્રિયાના હરણથી થયેલા દુઃખવડે પીડિત એવા તેણે મહા આકરી તપસ્યા કરી. પ્રાતે એવું નિયાણું બાંધ્યું કે “આ તપના પ્રભાવથી હું મારી પત્નીનું હરણ કરનારને વધ કરનાર થાઉં.' આવા નિયાણાની આલોચના કર્યા વગર અનશન કરી મૃત્યુ પામીને તે મહેદ્ર૫માં મહદ્ધિક દેવતા થશે. વૈતાયગિરિ ઉપર અરિંજય નામના નગરમાં સુભૂમ ચક્રીએ જેને બને વૈભવ આપે છે એવો મેઘનાદ નામે વિદ્યાધરનો રાજા હતા. તે સુભૂમ ચક્રવર્તીની સ્ત્રી પદ્મશ્રીનો પિતા થતે હતો. પેલે સુકેતુ ભવભ્રમણ કરી અરિંજય નગરમાં તે મેઘનાદના વંશમાં બલિ નામે પ્રતિવાસુદેવ થયે. તે પચાસ હજાર વર્ષના આયુષ્યવાળો, કૃષ્ણવર્ણ અને છવીશ ધનુષની કાયાવાળો ત્રિખંડ પૃથ્વીને ભોક્તા થશે. આ જંબુદ્વીપમાં દક્ષિણ ભરતાદ્ધમાં પૃથ્વીમંડળના મંડનરૂપ. ચપુર નામે નગર હતું. તેમાં રાજાઓને મોટા મસ્તકને નગ્ન કરાવનાર અને જાણે બીજે લેપાળ હોય તે મહાશિર નામે રાજા હતે. અદ્દભૂત ચરિત્રવાળા અને સર્વ રાજાઓમાં શિરોમણિ તે રાજાને અનુક્રમે બુદ્ધિ અને લક્ષમી વિવેકથી વિભૂષિત હતી. સ્વયંભૂરમણ સમુદ્રમાં જળજતુની જાતિની જેમ કે એવી કળા નથી કે જે તે રાજામાં ન હતી. તે પૃથ્વી પર રાજ્ય કરતાં કંઈ ચારની વાર્તા પણ જાણતું નહીં, માત્ર તે રાજા પુરૂષોના મનને ચોરી લેતે હતે. એકને પ્રીતિ અને બીજાને ભય ઉત્પન્ન કરતે એ રાજા સારા અને નઠારા પુરૂષોના હૃદયમાંથી કદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy