________________
૨૯૬] " કુરચંદ્રને પૂર્વભવ
[[પર્વ પ મું સાથે દર્શન, આલાપ વિગેરે તે વારંવાર થયા છે, પણ મારે ભયંકર વૃત્તાંત તે સાંભળવા જેવો છે. તે સાંભળ-એક વખતે હું શંખપાળ યક્ષને ઉત્સવ જેવાને પરિવાર સાથે ગઈ હતી. ત્યાં અશોકવૃક્ષની નીચે જાણે પ્રત્યક્ષ કામદેવ હેય તે હદયનું સર્વસ્વ ચેરનાર એક યુવાન પુરૂષ મારા જેવામાં આવ્યું. મેં સખીની સાથે તેને તાંબૂળ મોકલાવ્યું. થોડી વારમાં એક તેફાની હાથી ત્યાં આવ્યો. યમરાજની જેમ તે હાથી પાસેથી તે પુરૂષે મને બચાવી. પછી ફરીવાર તે હાથીની શંકા થતાં હું સખીજન સાથે ત્રાસ પામી આઘી પાછી જતી રહી, એટલામાં તે યુવાન નર કયાં ચાલ્યા ગયા તે શોધ કરતાં પણ પાછા જોવામાં આવ્યા નહીં. ત્યારથી ભ્રમરે ડશેલી મર્કટીની જેમ સર્વ ઠેકાણે જેને અપ્રીતિ ઉપજે છે એવી હું કઈ રીતે દીનપણે જીવું છું. ગઈ રાત્રે એ મનહર યુવાનને મેં સ્વપ્નમાં જોયા હતા, તેથી જે દેવ અનુકૂળ હશે તે તે પ્રત્યક્ષ થશે. પ્રિય બહેન! તારું દુખ હલકું કરવાને મેં આ મારી રહસ્યમય વાર્તા કરી છે, કેમકે બીજાને દુઃખી જોઈને દુઃખી માણસ આશ્વાસન પામે છે. તે સખી! હવે ખેદ કરીશ નહીં, જ્યારે વિધિ અનુકૂળ થશે ત્યારે વયમેવ પ્રિયસમાગમ થઈ જશે, માટે કાયર ન થતાં ધીરજવાન થા.”
મદિરાનું આ વૃત્તાંત સાંભળી કામપાળે સુખ ઉપરથી નીરંગી દૂર કરીને કહ્યું કે“શંખપાળ યક્ષના ઉત્સંગમાં તમે જે પુરૂષ જોયા હતા તે તમારો પ્રિય હું જ છું. રે કાંતા! દૈવની અનુકૂળતાથી આપણે અત્યારે સમાગમ થયે છે. તેવી જ રીતે વસંતદેવ અને કેસરને પણ સમાગમ થયું છે. હે સુદર્શના! હવે આલાપરૂપ વિન્ન કરે નહીં, વિહ્વકારી ભયને છેડી દે અને મને જરા નીકળવાનું દ્વાર બતાવે.” આ પ્રમાણે કહેવાથી મદિરાએ ગૃહેવાનને પશ્ચિમ બાજુને માર્ગ બતાવ્યું, એટલે કામપાળ મદિરાની સાથે ત્યાંથી નીકળી ગયું અને એ નગરમાં જ્યાં વસંતદેવ અને કેસરા પ્રથમથી રહેલાં હતાં ત્યાં તેમને મદિરા સાથે કામ પાળ પણ આવી મળ્યો.
હે રાજા! તેઓ પૂર્વના નેહથી નિત્ય આવીને તમને અદ્ભુત પાંચ વસ્તુઓ ભેટ કરે છે તે તત્વથી જાણું લેજે. તે સર્વ વસ્તુ એ ઈષ્ટ જનની સાથે તમે ભેગવી શકવાને સમર્થ થશે. આટલા વખત સુધી એ અભીષ્ટ જનને નહીં જાણવાથી તમે તે ભેગવી શક્યા નથી.” પ્રભુનાં આવાં વચન સાંભળી રાજાને અને તેમને પૂર્વ સનેહનો ઉદ્યત કરવામાં દીપક સમાન જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી કુરચંદ્ર રાજા ભગવંતને નમીને તેઓને સહદરની જેમ સ્નેહથી પિતાને ઘેર લઈ ગયે. દેવતાઓ પણ પ્રભુને નમી પિતે પિતપતાને સ્થાનકે ગયા અને ભગવંતે વિશ્વનો અનુગ્રહ કરવા માટે ત્યાથી અન્યત્ર વિહાર કર્યો.
બાસઠ હજાર આત્મનૈષ્ટિક મુનિઓ, એકસઠ હજાર ને છસે સાધ્વીઓ, આઠસે ચૌદ
૧. બુરખા જેવું વસ્ત્ર અથવા લાજ કાલે વસ્ત્ર છે. ૨. આત્મામાં જ સ્થિતિ કરનાર– પૌદગળિક સુખથી વિમુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org