________________
કેરચંદ્રને પૂર્વભવ
[ પ પ મું વસંતદેવ અવશ્ય તમારે ભર્તાર થશે. માટે આ શુકનગ્રંથી બધો. પછી પ્રિયંકરાએ જઈને વસંતદેવને સ્વપ્નની વાત કહી, એટલે તે પિતાના સ્વપ્ન પ્રમાણે જ તેને સ્વપ્ન આવેલું જાણી પિતાને અર્થ સિદ્ધ થયેલે માનવા લાગ્યો. પછી પ્રિયંકરા બોલી–મારી સ્વામિનીએ પિતાને આત્મા તમને જ અર્પે છે, તે હવે તમે સંકલ્પ-વિકલ્પ છોડી દઈ વિવાહની સર્વ તૈયારી કરે.” વસંતદેવે કહ્યું–‘વિધિએ દેવે) જ તૈયારી કરી મૂકેલી છે, કારણકે મનુષ્યઘટિત કાર્ય કદિ વિઘટિત થઈ જાય છે, પણ વિધિનું કરેલું ફરતું નથી.” આ પ્રમાણે કાર્યચતુર વસંતદેવે આલાપ અને સત્યકાર કરી જાણે મૂર્તિમાન નિયતિ (ભવિતવ્યતા) હેાય તેવી પ્રિયંકરાને વિદાય કરી. આ પ્રમાણે પ્રતિદિન એકબીજાના સંદેશારૂપ અમૃતનું પાન કરતા તે વસંતદેવ અને કેસરાને કેટલેક કાળ ગયે, પણ તે શત વર્ષના નિર્ગમન જેવો થઈ પડ્યો. એક વખતે પિતાને ઘેર રહેલા વસંતદેવે પંચનદી શેઠના ઘરમાં માંગલિક વાજીંત્રો વાગતાં સાંભળ્યા. તત્કાળ વસંતદેવે પિતાના પુરૂષને તેની તપાસ સરવા મોકલ્યા. તેઓએ આવીને કહ્યું કે “કાન્યકુજનાં (
કજ દેશનાનિવાસી) સુદત્ત શેઠના વરદત્ત નામના પુત્રને પંચનંદી શેઠે પિતાની પુત્રી કેસરાને આપી તે વધામણી માટે આ માંગલિક વાજાં વાગે છે.” આ ખબર સાંભળતાંજ જાણે મુદુગરથી તાડિત થયે હેય તેમ વસંતદેવ મૂછ પામી ગયે. તે વખતે તત્કાળ પ્રિયંકરાએ આવી આશ્વાસન આપ્યું કે “હે ભદ્ર! અમારી સ્વામિની કેસરાએ તમને સંદેશો કહા છે કે તમારે કાંઈપણ ખેદ કરવો નહીં. મારા વડીલ જનને ઉપક્રમ સાંભળ્યાં છતાં પણ મારે જે પ્રિય હશે તેની સાથેજ હું વિવાહિત થઈશ. માતાપિતા મારા અભિપ્રાયને જાણ્યા વગર આ કાર્ય કરવાને ઇચ્છે છે તે તે ભલે ઇચ્છે, હું તે મારૂં ઈચ્છિત છે તેજ કરીશ. હે નાથ! કાં તે તમે મારા ભત્ત થશે અથવા તે મારૂં મરણ થશે, બીજું કાંઈ પણ તમારે સમજવું નહીં. કુલીનની વાણું કદિપણ મિથ્યા થતી નથી.” તે સાંભળી સંતેષ પામી વસંતદેવે કહ્યું-“પૂર્વોક્ત પ્રકારના અમને બંનેને સ્વપ્ન આવેલાં છે તેથી અને કુલીની પ્રતિજ્ઞા કદિ પણ વ્યર્થ થતી નથી તેથી મારી પણ એવી પ્રતિજ્ઞા છે કે ગમે તે ઉપાયથી કેસરને જ પરણવું અથવા તે યમદ્વારમાં જવું. આ પ્રમાણે કહી પ્રિયંકરાને વિદાય કરી એટલે તેણે કેસરાની પાસે આવી સર્વ વાર્તા કહીતે સાંભળી કેસરા ખુશી થઈઆ પ્રમાણે પરસ્પર સંબંધ જોડવાના ઉપાયની ચિંતા કરતાં તે બંનેને ચક્રવાક પક્ષીઓને રાત્રીની જેમ કેટલેક કાળ દુઃખમાં વ્યતીત થયે. પરંતુ અનેક ઉપાય કરતાં પણ તેમને ઈરાદે પાર પડ્યો નહીં. તેવામાં કેસરાના વિવાહને માટે એક દિવસ પ્રાતઃકાળે જાન આવી. તે સાંભળી વસંતદેવ પવનની જેમ ઉતાવળ નગરની બહાર ઉદ્યાનમાં ગયે. ત્યાં જઈને તેણે વિચાર્યું કે “અંગુળીવડે બતાવવાથી કેળાની જેમ તે કેસરા બીજાની સાથે વિવાહ થવાથી જરૂર મૃત્યુ પામશે અથવા તે યથાયોગ્ય કૃત્યને નહિ સમજનારા તેના માતાપિતાથી ઘણું કાળથી ખેદ પામેલી અને મારી સાથેના વિવાહમાં નિરાશ થયેલી એ બાળા પરણ્યા વગરજ પંચત્વ પામશે. તેથી હું તેની અગાઉજ મૃત્યુ પામી મારા દુઃખને શાંત કરૂં. કેમકે દાઝયા ઉપર ફિલ્લા થાય તેના જેવું પ્રિયાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org