________________
૨૦] “ કરૂચંદ્ર પૂર્વભવ.
[ પર્વ ૫ મું સૂર્યની પાસે જેમ ચંદ્ર આવે તેમ પ્રભુની પાસે આવ્યો. ચતુર્વિધ સંઘ એગ્ય સ્થાને બેઠે, એટલે પ્રભુએ સંસારમાં વૈરાગ્ય ઉત્પન્ન કરનારી દેશના આપી. દેશનને અંતે પ્રભુને નમી કુરચંદ્ર બેલ્યો-“હે સ્વામી! પૂર્વ જન્મના કયા શુભ કર્મથી હું અહીં રાજ્ય પામ્યું છું? પ્રતિદિન અદ્દભુત એવા પાંચ વસ્ત્ર અને ફલાદિક મને પૂર્વના કયા કર્મથી ભેટ મળે છે? અને તે ભેટની વસ્તુઓ હું ઈષ્ટ જનને આપીશ એવું ધારીને હું કયા કમથી તેને ઉપભોગ કરતે નથી, તેમ બીજાને આપતા પણ નથી ?” પ્રભુ બોલ્યા-“જે તને આ રાજયલક્ષમી મળી છે અને પ્રતિદિન પાંચ વસ્તુની ભેટ મળે છે તે પૂર્વે દીધેલા મુનિદાનના પ્રભાવથી મળે છે અને જે તેનું દાન કે ઉપગ થઈ શકતાં નથી તે સાધારણ પુણ્યને લીધે છે. કેમકે “જે વસ્તુ બહુને આધીન હોય છે તે એકથી ભોગવી શકાતી નથી.” તેથીજ “આ વસ્તુ હું ઈષ્ટ જનને આપીશ” એ તને વિચાર થયા કરે છે. પ્રાણુઓને પૂર્વ કર્મને અનુસારેજ બુદ્ધિ ઉતપન્ન થાય છે, હવે તારું વિશેષ ચરિત્ર સાંભળ.
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે કેશળનામે દેશમાં શ્રીપુર કરીને એક નગર છે. તેમાં સુધન, ધનપતિ, ધનદ અને ધનેશ્વર નામે ચાર સરખી વયના વણિકપુત્રો સહેદર હેય તેમ મિત્રપણે રહેતા હતા. એક વખતે તે ચારે મિત્ર એકઠા થઈ ધન ઉપાર્જન કરવાને માટે દ્રોણુ નામના પુરૂષની પાસે ઘણું ભાતું ઉપડાવી રત્નદ્વીપ પ્રત્યે ચાલ્યા. માર્ગમાં એક મહાટવી આવી. તે અટવી ઘણી ખરી ઉતરી ગયા પણ તે વખતે જે ભાતું ઘણું હતું તે છતાં પણ ખુટી જવા આવ્યું. આગળ ચાલતાં કાઉસગ્ગ ધ્યાને રહેલા એક મુનિ તેમના જેવામાં આવ્યા. તે ક્ષણે તેમણે વિચાર્યું કે “આ મુનિને કાંઈક વહેરાવીએ તો સારું.' પછી તેઓએ ભાતું વહન કરનારા દ્રોણને કહ્યું કે “હે ભદ્ર! આ મહર્ષિને કાંઈક ભાતું આપ.” એટલે તેણે અધિક શ્રદ્ધાથી મુનિને પ્રતિલાભિત કર્યા. તેથી તેણે મહા ભેગફળકર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી સર્વે રત્નદ્વીપે આવ્યા. ત્યાં સારે વ્યાપાર કરી પુષ્કળ ધન ઉપાર્જન કરી પુનઃ પિતાને નગર આવ્યા અને તે પુણ્યના બીજથી સર્વે આનંદ પામવા લાગ્યા. સ્વાતી નક્ષત્રનું જળ એક્વાર મળે તે પણ મોતી ઉત્પન્ન થાય છે. ચાર શ્રેણિપુત્રમાં ધનેશ્વર અને ધનપતિ જરા માયાવી હતા અને દ્રોણની વૃત્તિ તે ચારેથી શુદ્ધ હતી. તે દ્રોણ આયુષ્યને ક્ષય થતાં પ્રથમ મૃત્યુ પામી મુનિદાનના પ્રભાવથી હસ્તિનાપુરના રાજાને તું પુત્ર થયેલ છે. તારા ગર્ભ સમયે તારી માતાએ સ્વપ્નમાં મુખ વિષે ચંદ્રને પ્રવેશ કરતાં જે હતું, તેથી પિતાએ તારૂં કરૂચંદ્ર એવું નામ પાડયું છે, જે સુધન અને ધનદ હતા તેઓ મૃત્યુ પામીને વણિકપુત્રે થયેલા છે, તેમાં સુધન કાંપિલ્યપુરમાં વસંતદેવ નામે વણિક પુત્ર થયું છે અને ધનદ કૃત્તિકાપુરમાં કામપાળ નામે થયો છે. માયાવી ધનપતિ અને ધનેશ્વર કાળગે મૃત્યુ પાપી મદિરા અને કેસરા નામે કઈ વણિકની પુત્રીઓ થયેલ છે. ધનપતિ શંખપુરમાં મદિરા નામે અને ધનેશ્વર જયંતી નગરીમાં કેસરા નામે ઉત્પન્ન થયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org