SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે. વિમલકીતિને રાજ્યાભિષેકમહોત્સવ–વિપુલવાહનને દીક્ષા મહોત્સવ. (૫) નોજ પ્રભાવ છે, તેમાં કાંઈ મારી બહાદુરી નથી.” પુત્રનાં એવાં વચન સાંભળી રાજાએ કહ્યું-“હે મોટી ભુજાવાળા કુમાર ! મારે કઈ શત્રુરાજા નથી, કેઈપણ પહાડી રાજા મારા વચનને ઉલ્લંઘન કરતું નથી, અને કેઈ બેટને રાજા પણ મારી આજ્ઞાને અનાવર કરતા નથી, કે જેને સાધવાને હું તને મોકલું. પણ હું કુળભૂષણ ! હે પૃથ્વીને ભાર ધારણ કરવામાં ધુરંધર ! એક ભવવાસજ મને હમેશાં શલ્યના જે પીડે છે તેનો તું ઉદ્ધાર કર, અને આ પરંપરાથી આવેલા રાજ્યને મારી જેમ તું અંગીકાર કર કે જેથી દીક્ષા લઈને હું આ ભવવાને કાયમને માટે ત્યાગ કરૂં. હે વત્સ ! અલંધ્ય એવી ગુરૂજનની આજ્ઞાને અને હમણું કરેલી તારી પિતાની પ્રતિજ્ઞાને ભકિતપૂર્વક સંભારીને તારે તે અન્યથા કરવી ઘટિત નથી.” એ સાંભળી કુમાર વિચારમાં પડ્યો કે “પિતાશ્રીએ આજ્ઞા આપીને અને મારી પ્રતિજ્ઞાને સંભારી દઈને મને નિરૂત્તર કર્યો.” રાજપુત્ર આ પ્રમાણે ચિંતવતે હતો તેવામાં તે રાજાએ તે જ વખતે અભિષેક મહોત્સવ સાથે તેને પિતાને હાથે રાજ્ય ઉપર બેસાડી દીધો; અને કુમાર વિમલકીર્તિએ જેમને દીક્ષાઅભિષેક કરે છે એવા તે મહારાજા શિબિકાપર બેસી તરત જ સ્વયંપ્રભ નામના સૂરિ પાસે આવ્યા. ત્યાં આચાર્યની સમીપે સર્વ સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન કરીને તેમણે દીક્ષા લીધી. સંયમરૂપી રથમાં આરૂઢ થયેલા એ રાજમુનિએ અંતરંગ શત્રુનો જય કરી વિધિથી સામ્રાજ્યની પેઠે દીક્ષાનું પ્રતિપાલન કર્યું, અને વીશ સ્થાનકમાંહેના બીજા સ્થાનકના પણ આરાધનવડે પોતાના તીર્થકર નામકર્મનું તેમણે સારી રીતે પિષણ કર્યું. ઉપસર્ગોથી ઉદ્વેગને નહિ પામતા અને પરીષથી ખુશી થતા એ મુનિરાજ પહેરેગીર જેમ પોતાના પહેરને ખપાવે તેમ આયુષ્યને ખપાવી છેવટે અનશન કરી મૃત્યુ પામી આનત નામના નવમા દેવકને પ્રાપ્ત થયા. મોક્ષના ફળને આપનારી દીક્ષાનું આટલું ફળ તે ઘણું જ થોડું છે. - આ જંબુદ્વીપમાં પૂર્વ ભરતાદ્ધના આભૂષણરૂપ, લક્ષમીથી ભરપૂર અને વિસ્તારવાળી શ્રાવસ્તી નામે નગરી છે. તેમાં ઈફવાકુ કુળરૂપી ક્ષીર સાગરને ચંદ્ર સમાન અને અરિઓને જીતવાથી યથાર્થ નામવાળે જિતારિ નામે રાજા છે. મૃગોમાં સિંહની જેમ અને પક્ષીઓમાં ગરૂડની જેમ રાજાઓમાં તેના જેવું કે તેનાથી અધિક કોઈપણ રાજા તે વખતે નહતો. મંડળની અંદર પ્રવેશ કરનારા ગ્રહો વડે જેમ ગૃહપતિ શોભે તેમ દિલરૂપે પ્રવેશ કરતા રાજએથી એ રાજા શોભતો હતો. જાણે મૂર્તિમાન્ ધર્મ હોય તેમ તે કોઈપણ અધર્મકારી વચન બેલતે નહીં, તેવું આચરતો નહીં, અને તેવું ચિંતવતે પણ નહીં. દુરાચારીને શિક્ષા કરનાર અને નિર્ધનને ધન આપનાર એ રાજાના રાજ્યમાં કેઈ અધમી કે નિધન હતું નહી. શસ્ત્રધારી છતાં એ દયાળુ હતો, શકિતમાન્ છતાં ક્ષમાવાન હતો, વિદ્વાન છતાં અભિમાન રહિત હતા અને યુવાન છતાં જીતેન્દ્રિય હતે. એ જિતારિ રાજાને રૂપ અને સંપત્તિથી યોગ્ય એવી સેનાદેવી મહિષીક હતી, એ ગુણના સૈન્યની સેનાપતિ તુલ્ય હતી. રોહિણીની સાથે ચંદ્રની જેમ તે રાણી સાથે બીજા પુરુષાર્થો ને બાધા કર્યા સિવાય તે રાજા યે અવસરે ક્રીડા કરતો હતો. અહી વિપુલવાહન રાજાને જીવ નવમા દેવલોકમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી ચ્યવીને ફાગુન માસની ૧. સંસારમાં રહેવું તે. ૨ સૂર્ય. ૩ પટ્ટરાણી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy