SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦] ઘનરથરાજાના અંતઃપુરમાં બે કુકડા વચ્ચે થયેલ યુદ્ધ [ પ પ મું તે બંને પરસ્પર પ્રહાર કરવા લાગ્યા. ઉછળતા, પડતા, ખસી જતા અને હતા તેમજ પ્રહાર દેતા અને ઝીલતા તેઓ પરસ્પર લડવા લાગ્યા, અને ઉત્તમ કુકડાની કલગી જે કે સ્વભાવથી રાતી હતી, તથાપિ પ્રચંડ ચંચુ અને ચરણના પ્રહારવડે નીકળતા રૂધિરથી વિશેષ રાતી થઈ ગઈ જાણે પક્ષીરૂપે બે આયુધધારી મનુષ્ય હોય તેવા તે બંને કુકડા વારંવાર પિતાના તીર્ણ નખ પરસ્પરના અંગમાં મારવા લાગ્યા. આ મહાદેવી મને રમાને કુકડે જીતે છે, અરે ! આ સુરસેનાને કુકટે જીતે છે, એવી રીતે ક્ષણે ક્ષણે જયની ભ્રાંતિ થવા લાગી, પણ કેઈન જય થયે નહીં. આ પ્રમાણે ઘણીવાર સુધી બન્નેનું યુદ્ધ ચાલેલું જોયા પછી રાજા ઘનરથ બેલ્યા કે આ બંને કુકડામાંથી કેઈકેઈથી જીતાશે નહીં.” ત્યારે મેઘરથે પૂછ્યું કે “આ પ્રમાણે યુદ્ધ થતાં આમાંથી એકને જય અને એકને પરાજય કેમ નહીં થાય?' એટલે ત્રિકાળજ્ઞાની રાજા ઘનરથ બોલ્યા-“આ બંને કુકડાના પૂર્વભવને વૃત્તાંત સાંભળો– આ જ બુદ્વીપના એરવત ક્ષેત્રને વિષે વિવિધ રોના રાશિથી ભરપૂર રત્નપુર નામે નગર હતું. તે નગરમાં ધનવમુ અને દત્ત નામે બે પરસ્પર ગાઢ મૈત્રીથી શુભતા વણિક રહેતા હતા. તેઓને ધનની આશા નિવૃત્ત થઈ નહોતી, ચાતક પક્ષીની જેમ અત્યંત તૃષ્ણાવાળા હતા, તેથી તે બંને સાથે નાના પ્રકારનાં કરિયાણાનાં ગાડાં અને ગાડીઓ ભરી ગામ, ખાણુ, નગર અને દ્રોણમુખ વિગેરેમાં દારિદ્રના જાણે માતાપિતા હોય તેમ વ્યાપારને માટે ફરતા હતા. તેઓ તરસ્યા, ભુખ્યા, થાકેલા, મંદ, શિથિલ, કૃશ અને ટાઢતડકા તથા વરસાદથી પીડિત એવા બળદની ઉપર અતિ ભાર ભરી ચાબુક, લાકડીના ઘા કરી અને પુંછડા મરડી પરમાધાર્મિક્રની પેઠે તેમને હાંકતા હતા. તીણ આરોથી તેમના સૂઝી ગયેલા પૃષ્ઠ ભાગને વ્યથા કરતા હતા નાસિકાને પ્રથમને વેધ જે તુટી જાય તે ફરીવાર નાસિકાને વીંધતા હતા ઘણે કાળ થાય તે પણ શીઘ્રતાથી ધારેલે ઠેકાણે જવાની ઈચ્છાએ બળદને છોડતા નહોતા. વિલંબ થાય તેને નહીં સહન કરતા તેઓ ચાલતાં ચાલતાં ખાઈ લેતા હતા. હમેશાં કૂટ તોલા, ફૂટ માન, કૂટ નાણાં અને ફૂટ અર્થવાળાં વચનોથી માણસને માહિત કરતા હતા. શિયાળની જેવા તે કપટી વણિક બધા જગતને ઠગતા, અને એક દ્રવ્યની અભિલાષાથી ઘણાઓની સાથે લડાઈ કરતા હતા. મિથ્યાત્વવડે જેમની બુદ્ધિ મોહિત થઈ છે અને હમેશાં લેભથી ભરેલા છે એવા તે નિર્દય અને કઠેર પુરૂ ધર્મની તો વાર્તા પણ કરતા નહોતા. આવી રીતે આ ધ્યાનમાં પડેલા તેઓએ હાથીનું આયુષ્ય બાધ્યું. આધ્યાનનું ફળ તિર્યંચ નિમાં જન્મ થ તેજ છે. એક વખતે શ્રીનદી તીર્થમાં રાગદ્વેષને વશ થયેલા તેઓ પરસ્પર કલહ કરતા કરતા યુદ્ધ કરીને મૃત્યુ પામ્યા. ત્યાંથી મૃત્યુ પામી તેજ ઐરાવત ક્ષેત્રમાં સુવર્ણકૂલા નદીને કાંઠે તાગ્રંકળશ અને કાંચનકળશ નામે બે હાથી થયા. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયેલા અને સાતે પ્રકારે મદને ઝરતા તે બંને ગજેન્દ્ર કાંઠાનાં વૃક્ષોને ભાંગી નાખતા નદીતીરે વિહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy