SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧ લે. દુકાળમાં રાજાએ કરેલી સંઘની ભક્તિ (૩) એવી રીતે વિચારી રાજાએ પિતાના ઈઆને આજ્ઞા કરી કે “હે પાચકે ! આજથી સંઘના જમ્યા પછી અવશેષ રહેલું અન્ન હું જમીશ, માટે મારે વાતે રાંધેલું અન્ન મુનિઓને વહોરાવવું અને બીજી રાંધેલા અન્નથી શ્રાવકને જમાડવા.” રાજાની એવી આજ્ઞાને સ્વીકાર કરી રઈઆ તે પ્રમાણે નિત્ય કરવા લાગ્યા, અને રાજા પિતે તે જોવા લાગ્યો. નાસિકાથી સુગંધનું પાન કરી શકાય તેવી કમળના જેવી ઉત્તમ શાળી, અડદના દાણાથી પણ મેટા રસ ભરેલા મગ, મેઘના જળની પેઠે પુષ્કળ ઘાટા અને જાણે અમૃતના મિત્ર હોય તેવા જાતજાતના શાકે વિગેરે, ખાંડ ભેળવીને બનાવેલા માંડા, પ્રમેદ કરનારા મોદક, સ્વાદિષ્ટ ખાજાં, ખાંડની મીઠાઈ, કેમળ મમરા, અતિ સુંવાળાં વડાં, મનહર કઢી, ઘાટા દહીં, મસાલા નાખીને ઉકાળેલાં દૂધ અને સુધાને ટાળનાર શીખંડ એવા રાજજન જેવા પદાર્થો શ્રાવકને મળવા લાગ્યા, અને એ મેટા મનવાળે રાજા મહામુનિઓને એષણીય ક૯૫નીય અને પ્રાસુક આહાર પોતાની જાતે આપવા લાગ્યો. આવી રીતે રાજાએ દુકાળ રહ્યો ત્યાં સુધી સર્વ સંઘને યથાવિધિ ભેજન પૂરું પાડ્યું. સર્વ સંઘની વૈયાવચ્ચ કરવાથી અને સમાધિ ઉપજાવવાથી તેણે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. . એકદિવસ વિપુલવાહન મહારાજા મહેલની અગાશી ઉપર બેઠો હતો, તેવામાં પૃથ્વીનું જાણે છત્ર હોય તે આકાશમાં ચડેલે મેઘ તેમના જેવામાં આવ્યું. જાણે આકાશને ગળીએ રંગેલા વને કંચુક હોય તે એ મેઘ વિદુત રૂપ આભૂષણને ધારણ કરતે સર્વ દિશાઓમાં ચેતરફ વ્યાપી ગયે. એ અરસામાં વૃક્ષોને મૂળમાંથી કંપાવતે અને પાતાળકળશનું જાણે સર્વસ્વ હોય તે પ્રચંડ પવન ઉત્પન્ન થયે. એ મેટા પવને આકડાના-તૂલની પેઠે તે મહામેઘને ઉડાડીને દશે દિશામાં વેરણછેરણ કરી દીધો. ક્ષણવારમાં ઉત્પન્ન થયેલા અને પાછા ક્ષણવારમાં નાશ પામેલા એવા મેઘને જોઈને એ સદ્દબુદ્ધિવાળે રાજા વિચાર કરવા લાગ્યું કે “અહો! જોતજોતામાં આ મેઘ જેમ દૂછનષ્ટ થઈ ગયે તેમ આ સંસારમાં બીજું સર્વ પણ જેત. જેતામાંજ નાશ પામી જાય તેવું છે. જે પ્રાણી વેચ્છાથી લે છે, પ્રવેશ કરે છે, નાચે છે, હસે છે, રમે છે, દ્રવ્ય મેળવવાના અનેક ઉપાયે ચિંતવે છે, ચાલે છે; ઉભા રહે છે, સુએ છે, વાહનપર ચડે છે, કેપ કરે છે અને ઘરની અંદર કે બહાર વિલાસ કરે છે, તે પ્રાણીને તેવી ક્રિયા કરતાં જ યમરાજાના દૂતની જેમ નિત્ય પાસે રહેલા અનેક દેશે મૃત્યુ પ્રમાડે છે. તે દેશે આ પ્રમાણે છે. તત્કાળ કાળે પ્રેરેલ સર્ષ આવીને કરડે છે. પ્રચંડ વિજળીરૂપ દંડ પડીને પાડી નાખે છે, ઉન્મત્ત હાથી આવીને દંતશૂળથી પીએ છે, જુની વંડી કે ભીત તૂટી પડી દબાવે છે, ભુખથી કૃશ ઉદરવાળો વ્યાધ્ર ભક્ષ કરી જાય છે, જેની ચિકિત્સા ન થઈ શકે તે રોગ લાગુ પડે છે, અકરમાત્ ઉન્મત્ત (તોફાની) ઘેડા વિગેરે પાડી નાખે છે, શત્રુ કે ચોર આવી છરી વડે હણી નાખે છે, પ્રદીપ્ત થયેલ અગ્નિ બાળી નાખે છે, મહાવૃષ્ટિથી આવેલું નદીનું પૂર વેગવડે તાણી જાય છે, સર્વ અંગમાં વાયુને બળવાન દેષ પ્રગટ થાય છે, શરીરની તમામ ગરમીને શાંત કરીને કફ વ્યાપ્ત થાય છે, પિત્તને પ્રબળ દોષ પ્રાણને લુપ્ત કરી નાખે છે, અથવા તત્કાળ થયેલે સન્નિપાત પરાભવ કરે છે, કળીઓને રેગ શરીરનું ભક્ષણ કરે છે, ક્ષયરોગ પ્રાપ્ત થાય છે, વિશુચિકા (કેલેરા) ને ઉપદ્રવ હેરાન કરે છે, જેનું ખરાબ પરિણામ છે એવું અબુંદ જાતિનું ત્રણ પેઢા થાય છે, પ્રમેહને રેગ મૂચ્છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy