SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦] સહસ્ત્રાયુધને પ્રાપ્ત થયેલ યુવરાજપદ. [ પ પ મું જે પરસ્પર દાઢને ઘસતે તે દેવ “અરે! આ જીવતે કયાં જાય!” એમ ક્રોધથી ચિંતવવા લાગે. પછી તેણે ચણાની મુષ્ટિની જેમ પરિવાર સહિત વાયુધને ચૂર્ણ કરવાને તે વાપિકા ઉપર એક પર્વતને ઉપાડીને નાખે; અને તે અધમ અસુરે મહાવત જેમ પગમાં સાંકળ નાખીને હાથીને બધે તેમ વરુણના પાશ જેવા નાગપાશથી વજાયુને બાંધી લીધે. પરંતુ વજયુબે ઈંદ્ર જેમ વજથી પર્વતને દળી નાખે, તેમ મુષ્ટિથી ગિરિને ભાંગી નાંખે અને કમળના તતુની જેમ પાશને તેડી નાંખે; પછી એ મહાભુજ જેમ પાતાળમાંથી શેષનાગ નીકળે તેમ તે વાપિકામાંથી અન્તઃપુર સહિત અક્ષતાંગે બહાર નીકળ્યો. આ સમયે શક્રઈન્દ્ર મહાવિદેહક્ષેત્રના જિનેશ્વરને નમીને નંદીશ્વર દ્વીપની યાત્રા કરવાને જતા હતા. તેણે વાપિકામાંથી નીકળતા વાયુધને જોયા. એટલે “આ જયુધ આ ભવમાં ચક્રવતી અને આવતા ભવમાં અહત થશે એમ ધારી ઈન્ટે તેની પૂજા કરી. ભવિષ્ય કાળને પણ ભૂતકાળની પેઠે ઉપચાર થાય છે. પછી “તમે ધન્ય છે, કારણ કે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શાંતિનાથ નામે સોળમાં તીર્થકર તમે થશે.” આ પ્રમાણે કહી ઈન્દ્ર નંદીશ્વર દ્વીપે ગયા અને વાયુધે વેચ્છાથી વિવિધ પ્રકારની ક્રીડા કરીને અન્તઃપુરના પરિવાર સહિત પિતાના પુરમાં પ્રવેશ કર્યો. રાજા ક્ષેમકર લેકાંતિક દેવતાએ સમરણ આપવાથી પ્રતિબોધ પામી દીક્ષા લેવાની ઈચ્છાવાળા થયા. તેથી તેણે વાયુધ કુમારને પિતાને રાજયાધિકાર સેંગે, અને વાર્ષિકદાન આપી તેમણે દીક્ષા ગ્રહણ કરી, વિવિધ અભિગ્રહમાં તત્પર થઈ દુસ્તપ તપસ્યા આચરતાં ઘાતકર્મને ઘાત થવાથી તે ભુવનભર્તા ક્ષેમંકર જિનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ દેવતાઓએ આવીને કેવળજ્ઞાનને મહિમા કર્યો. ઈંદ્ર અને વાયુધ યોગ્ય સ્થાને બેઠા. પછી સમવસરણમાં રહેલા સર્વજ્ઞ પ્રભુએ દેશના આપી. તે દેશના સાંભળી ઘણા લેકે એ દીક્ષા લીધી અને ઈંદ્ર તથા વાયુધ વિગેરે પિતપતાને સ્થાનકે ગયા. - તે સમયે અાગારના અધિપતિએ હર્ષભર્યા આવી વજાયુધને માટે સ્વરે કહ્યું કે અસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. વાયુ ચક્રરત્નની મોટી પૂજા કરી. તે સિવાય બીજા તેર રને પણ અનુક્રમે તેમને પ્રાપ્ત થયાં. પછી તેણે ચક્રરત્નની પછવાડે ચાલી વૈતાય પર્વત સહિત મંગળાવતી વિજયના છ ખંડ જીતી લીધા અને પોતાની જાણે બીજી મૂત્તિ હોય તેવા પૃથ્વીને ધારણ કરવામાં સમર્થ સહસ્ત્રાયુધ નામના કુમારને યુવરાજપદે સ્થાપિત કર્યો. એક વખતે સામાનિક દેવથી વીંટાયેલા ઈન્દ્રની જેમ રાજા, સામતે, મંત્રીઓ અને સેનાપતિઓથી વીંટાયેલા વાયુધ સભામંડપમાં બેઠા હતા તે વખતે આકાશમાંથી પૃથ્વી ઉપર આવતે અને હસ્તીએ હણેલા વૃક્ષની જેમ શરીરને કંપાવતે એક યુવાન વિદ્યાધર મનાક પર્વત જેમ સમુદ્રને શરણે આવે તેમ વજયુધને શરણે આવ્યો. તેની પછવાડે જાણે મૂર્તિમાન વિદ્યાદેવી હોય તેવી સુરેખા નામે એક સુંદર વિદ્યાધરી હાથમાં ઢાલ અને ખરું લઈને આવી, તેણે વાયુને કહ્યું-“હે દેવ! તમે આ દુરાત્માને છેડી છે, જેથી હું તેને તેના દુનયનું ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy