SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨] કનકશ્રીનો મોક્ષ [ પર્વ ૫ મું આ પ્રમાણે સાંભળતાંજ કનકશ્રીને વરાગ્ય ઉત્પન્ન થયે; તેથી તેણે વાસુદેવ અને બલભદ્રને વિજ્ઞપ્તિ કરી કે “આવા અલ્પ દુષ્કતવડે પણ જે આવું દુઃખ પ્રાપ્ત થાય છે તે હવે મારે દુષ્કૃતની ખાણરૂપ કામગવડે સર્યું. જેમ નાનાં છિદ્રવડે પણ જળમાં મોટું વહાણ ડુબી જાય છે, તેમ આ પ્રાણી છેડા દુષ્કૃતવડે પણ દુઃખમાં ડુબી જાય છે. પૂર્વ ભવમાં દારિદ્રપીડિત એવી મને મહા ઉત્તમ તપ કરતાં કરતાં પણ ફળની શંકા કયાંથી થઈ? અહા ! કેવી મારી અંદભાગ્યતા! હવે ઐશ્વર્યમાં નિમગ્ન રહેતાં અને ઈચ્છિત ભેગ ભેગવતાં મને કેટલી બધી વિપરીત ક૫નાઓ અને બીજા દેશે થવાનો સંભવ છે! માટે પ્રસન્ન થઈને મને સદ્ય દીક્ષા લેવાની આજ્ઞા આપ. આવા અનેક પ્રકારના છળ કરનાર ભવરૂપ રાક્ષસથી હું ભય પામી છું.” તે સાંભળી વિસ્મયથી વિકસિત નયને તેઓ બોલ્યા કે “ગુરૂચરણના પ્રસાદથી તમારું એ કાર્ય નિર્વિદને થાઓ; પણ તે બુદ્ધિમતી! આપણે અહીંથી સૌભાગ્યશાળી શુભા નગરીમાં જઈએ ત્યાં જઈને અમે તમારો મોટી સમૃદ્ધિએ નિષ્ઠમત્સવ કરશું; અને ત્યાં સ્વયંપ્રભ પ્રભુની પાસે સંસારસમુદ્રને તરવામાં વહાણરૂપ વતનું તમે ગ્રહણ કરશે.” તથાસ્તુ” એમ કહી કનકશીએ તે વાત અંગીકાર કરી. પછી બંને જણ તેને સાથે લઈ મહર્ષિને વાંદી શુભાનગરીમાં આવ્યા. ત્યાં દમિતારિએ પ્રથમ યુદ્ધ કરવાને મોકલેલા વીરની સાથે મોટું યુદ્ધ કરતે અનંતસેન પુત્ર દેવામાં આવ્યું. પિતાના બંધુ અનંતવીર્યના પુત્રને શ્વાનની પેઠે અનેક સુભટથી વીંટાયેલ જોઈ હળને જમાડતા બલભદ્ર કેપથી દેડ્યા. બલભદ્રરૂપ પવનના વેગને નહીં સહન કરતા દમિતારિના સુભટે રૂની પૂણીની જેમ કાંદિશિક થઈને દશે દિશાએ નાસી ગયા. પછી વાસુદેવે સર્વ પરિવાર સાથે તે નગરીમાં પ્રવેશ કર્યો. શુભ દિવસે સર્વ રાજાઓએ મળીને તેમને અર્ધચક્રીપણાને અભિષેક કર્યો. તે અરસામાં પૃથ્વી પર વિહાર કરતા સ્વયંપ્રભ ભગવાન વેચ્છાએ ત્યાં આવીને સમવસર્યા. નગરના દ્વારપાળોએ આવીને “હે સ્વામી! સવયંપ્રભપ્રભુના અત્રે પધારવાથી તમે આજ સર્વ પ્રકારે વૃદ્ધિ પામે છે. એવું કહીને અનંતવીર્યને વધામણી આપી. તેને સાડાબાર કેટી દ્રવ્ય વધામણીમાં આપી અનંતવીર્ય અગ્રજ બંધુ અને કનકશ્રીને સાથે લઈ પ્રભુને વાંદવા ગયા. ભગવાન સ્વયંપ્રભે ભવ્યજનના અનુગ્રહની ઈચ્છાથી સર્વભાષાગામિની વાણીથી દેશના આપી. પછી કનકશ્રીએ કહ્યું-“હે જગદ્ગુરૂ! હું ઘેર જઈ વાસુદેવની આજ્ઞા લઈ દીક્ષા લેવાને આવું છું, માટે મારી ઉપર કૃપા કરશો.” તીર્થકરે કહ્યું-“પ્રમાદ કરવો નહીં.' આ વાકય સાંભળી કનકશ્રી, વાસુદેવ અને બલભદ્ર પિતાને સ્થાને આવ્યા. પછી પિતાના સ્વામી વાસુદેવની આજ્ઞા લઈ મોટી સમૃદ્ધિએ જેને નિષ્ક્રમણત્સવ કરે છે એવી કનકશ્રીએ સ્વયંપ્રભ પ્રભુની પાસે વિક્ષા ગ્રહણ કરી. તેણે એકાવળી, મુક્તાવળી, કનકાવળી, ભદ્ર, મહાભદ્ર અને સર્વતેભદ્ર પાદિ તપ કર્યો. અનુક્રમે શુકલ ધ્યાનરૂપ અગ્નિવડે ઘાતકર્મરૂપ ઇધણા દગ્ધ થતાં કનકશ્રીને • કયાં જવું, કયાં જવું એવા વિચારમાં ભ્રમિત થઈ ગયેલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001011
Book TitleTrishasti Shalaka Purusa Caritra Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorKunvarji Anandji Shah
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year1990
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati & Mythology
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy