________________
[૨૩૭
સગ ૨
દમિતારિ ને અનંતવીર્ય વચ્ચે યુદ્ધ. સાથે યુદ્ધ કરવામાં શા હિસાબમાં છે? હે પ્રિયા! કદી કઈ બીજે પછવાડે યુદ્ધ કરવાની ઈચ્છાએ આવશે, તે અમે તેને મૃત્યુ પમાડી દઈશું, તેથી નિઃશંક થઈને ચાલ્યા આવે.
આ પ્રમાણે અનંતવી કહ્યું, એટલે તે બાળા તે ભજવીર્યશાળી વીરની સાથે સાક્ષાત્, સ્વયંવરા લક્ષ્મી હોય તેવી રીતે ચાલી નીકળી. તે વખતે જાણે દવજા સહિત પ્રસાદ હેય તેમ અનંતવીર્ય ઉંચા હાથ કરી મેઘના જેવી ગંભીર વાણીથી બે-“હે સર્વે પુરાધ્યક્ષે ! સેનાપતિઓ! મંત્રીઓ ! કુમાર! સામંતે! સુભટે? અને જે કોઈ બીજા દમિતારિના પક્ષ કરનારા હોય તેઓ સર્વે! તમે સાવધાન થઈને મારું વચન સાંભળો. આ હું અપરાજિતવડે શેભતે અનંતવીર્ય દમિતારિ રાજાની પુત્રી મારે ઘેર લઈ જાઉં છું. તે ચોરી કરીને લઈ ગયે એ પાછળ અપવાદ આપશે નહિં; માટે ઉપેક્ષા ન કરે અને જે ઇચ્છા હોય તે શસ્ત્રધારી થઈ મારી સામે આવી મારી શક્તિ જુઓ. આ પ્રમાણે ઉદ્ઘેષણું કરી અનંતવીર્ય કનકશ્રી અને અપરાજિતને સાથે લઈ વૈક્રિય વિમાનવડે આકાશમાં ચાલ્યા. અનંતવીર્યના આ પ્રમાણેનાં વચને સાંભળી દમિતારિએ “આ પૃથ્વી પર મરવાની ઈચ્છાવાળો આ તપસ્વી કેણ છે?' એમ કહીને સુભટને આજ્ઞા કરી કે “ભ્રાતા સહિત તે દુષ્ટને મારીને અથવા પકડીને કનકશ્રી પુત્રીને લઈ આવે અને તે દુષ્ટને તેના દુનયનું ફળ આપે.”
દમિતારિની આજ્ઞા થતાંજ સર્વ સુભટો અને વૃત્તિમાં જુસે લાવી, ઉંચા દાંત કરીને ધસી આવતા હાથીઓની પેઠે ઉંચા હથિયાર કરી અનંતવીર્યની પછવાડે દેડયા. તે સમયે વીય ભૂષિત અપરાજિત અને અનંતવીર્યને હળ, શાહુગ ધનુષ્ય વિગેરે દિવ્ય રત્નો સ્વતઃ પ્રાપ્ત થયાં. તેવામાં તે અનેક શત્રુઓને દમન કરનાર દમિતારિના સુભટે એક સાથે મેઘની જેમ શરુધારા વર્ષાવવા લાગ્યા. ક્ષણવારમાં તે બને પુરૂષવ્યાધ્રોએ ક્રોધવડે આળસ વગર યુદ્ધ કરવા માંડયું, જેથી હરિણીની પેઠે તે સર્વ સુભટે તત્કાળ ત્રાસ પામીને પલાયન કરી ગયા. તેમને પલાયન થતાં જોઈ ક્રોધ કરતે દમિતારિ ઓવડે અધિક વૃક્ષવાળા વનની જેવું આકાશ કરતે યુદ્ધ કરવા ચાલ્યું. તે સમયે “અરે યુદ્ધ કર, ઉભું રહે, ઉભે રહે, આયુધ છેડી દે, છોડી દે, મરી જઈશ, મરી જઈશ. અમારા સ્વામીની કન્યાને છોડી દે, અમે તારા પ્રાણ બચાવશું” આવા વિકટ આપવડે ભયંકર અને કાનમાં કટુ લાગે તેવા સુભટના આલાપ સાંભળી કનકશ્રી મેહવિહવલ થઈને “હે આર્યપુત્ર!” હે આર્યપુત્ર! હે આર્યપુત્ર!” એમ કહેવા લાગી. તેને અનંતવી કહ્યું- હે મુગ્ધા ! દેડકાના અવાજની જેમ આકાશમાં થતા તે માનવવનિથી તું વ્યર્થ શા માટે બહે છે? ઈંદ્રથી મેનકાની જેમ મારાથી ત્રાસ પામતા અને હણાતા આ સૈન્ય સહિત દમિતારિને હમણાજ જોઈ લે.” આ પ્રમાણે કનકશ્રીને આશ્વાસન આપી અનંતવીર્ય વાસુદેવ અપરાજિત બળદેવની સાથે તિરસ્કાર કરેલા સિંહની જેમ યુદ્ધ કરવા પાછો ફર્યો. તે વખતે વૈરીઓને કુટનારા દમિતારિના કેટિગમે સુભટેએ દીવાને પતંગીઆઓ ઘેરી લે તેમ વાસુદેવને ઘેરી લીધા, એટલે સ્થિરતામાં મેરૂ સમાન અનંતવી ક્રોધ કરીને વિદ્યાશક્તિથી પિતાની સેના તેની સેનાથી દ્વિગુણી ઉત્પન્ન કરી. દમિતારિના સુભટે ધાતુ સહિત પર્વતની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org