________________
૨૩૪] ચેટીઓએ સભાજને સમક્ષ બતાવેલ અદ્દભુત અભિન. [૫ ૫ મું કેશવાળા, માથે ટાલવાળા, કાણા, બેડેળા, અપાને ઘંટ બાંધનાર, અંગે ભસ્મ લગાવનારા, કાખ અને નાસિકા વગાડનારા, કાન અને ભ્રકુટી નચાવનારા, બીજાની ભાષાને અનુવાદ કરનારા અને પટવડે મુગ્ધ કરનારા કેટલાક વિદૂષક અને વિટપુરૂ ગામડીઆ પુરૂષની પેઠે આવી આવીને નગરના ચતુર પુરૂષને હસાવવા લાગ્યા. આકાશવાણું, દૈવને ઉપાલંભ, અશુપાત, અસ્થાને યાચના, ભૂમિ પર આલેટન, રૂદન, ભૂગુપાત (ભૈરવજવ), ગળેફાંસો, જળ તથા અગ્નિમાં પ્રવેશ, વિષભક્ષણ, શઘાત, હૃદયતાડન, સમૃદ્ધિને નાશ અને ઈષ્ટને વધ-ઈત્યાદિક અનેક દેખાથી દૂર લેકોને પણ આÁ કરી અશુપાત કરાવવા લાગ્યા. તેઓ કઈવાર દાંત તથા હોઠના પીડવાથી, નેત્રની રતાશથી, ભ્રકુટીના ચડાવવાથી, ગાલ વગાડવાથી, કરતલ પછાડવાથી, પૃથ્વી ફાડવાથી, આયુધ ખેંચવાથી, રૂધિર આકર્ષવાથી, વેગવડે દેડવાથી, પ્રહાર સહિત લડાઈએથી, ગાત્રના કંપાવવાથી, અપાત કરવાથી, સ્ત્રીના અપહરણથી અને સેવકેના તિરસ્કારથી ધીર પુરૂષોને પણ કંપાવતા હતા. કોઈવાર ગાંભીર્ય, ધૈર્ય, ચાતુર્ય તથા ત્યાગાદિક ઉજજવળ ગુણ, હૃદયના જુસ્સા, પરાક્રમ, ન્યાય અને દ્રઢ પ્રતિજ્ઞા વિગેરે દેખાથી જે સ્વભાવથી ભીરૂ હતું તેમાં પણ પરાક્રમ પ્રગટ કરતા હતા. તાળવું, કંઠ અને હોઠના શેષાવાથી, ચપળ નેત્રવડે અવલકવાથી, કરકંપથી, સ્વરભેદથી, વિવર્ણ બતાવવાથી, સરલ ચિન્હાથી, પ્રેતાદિક વિકૃતરૂપ બતાવવાથી અને તેમના સ્વરને સંભળાવવા વિગેરેથી કેઈવાર સર્વ સભાજનેને ત્રાસ પમાડી દેતા હતા. કેઈવાર અંગને સંકેચ, હદયને ઉદ્વેગ, નાસિકા ને મુખને વિષમ દેખાવ, થુંકવું, વારંવાર હેઠને મરડવા તેથી અને દુર્ગધ, વમન, વ્રણ, કીડાએાનું દર્શન અને શ્રવણ વિગેરે બીભત્સ દેખાથી સર્વ સામાજિક લેકે મનમાં અત્યંત દુઃખી થતા હતા. કેઈવાર લેચનના વિસ્તારથી, નિનિમેષ જોવાથી, હૈદ, અબુ અને પુલકાવળીના દર્શનથી, સાધુવાદથી, દિવ્ય આલેકથી, ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિથી અને ઇંદ્રજાળના દેખાવથી સહસા સભાસદેને વિસ્મય પમાડતા હતા. કેઈવાર મૂળોત્તર ગુણેથી, ધ્યાનથી, અધ્યાત્મ ગ્રંથના ચિંતનથી, સદ્ગુરૂની ઉપાસનાથી, દેવપૂજાદિકથી અને વૈરાગ્ય, સંસારમય અને તરવજ્ઞાનાદિકના દેખાવોથી વિષયસ્વાદમાં લુબ્ધ પુરૂષને પણ શાંતિ પમાડી દેતા હતા. એવી રીતે સવ નટે જે જે રસને અભિનય કરતા, તે તે રસમાં સર્વ સભાજને તન્મય થઈ જતા હતા. પ્રથમ કહી બતાવેલા સર્વ અભિનયે યથાર્થ પણે કરી બતાવવાથી જાણે તે સર્વ પિતાની સમક્ષ ખડું બને જ છે તેમ સમાજને સમજતા હતા.
ચતુર જનેમાં અગ્રણી મહારાજા દમિતારિ આ નાટકને વિધિ જોઈ આ બે ચેટી સંસારમાં રતરૂપ છે એમ માનવા લાગ્યો. પછી કપટથી નટી થયેલા તે બંને વીરેને રાજાએ પિતાની કનકશ્રી નામે પુત્રી નાટકશિક્ષાને માટે અર્પણ કરી. એ રમણીય રાજકન્યાનું પૂર્ણ ચંદ્ર જેવું મુખ હતું, ત્રાસ પામેલી હરિણીને જેવાં લોચન હતાં. પકવ બિંબફલ જેવા અધર હતા, શંખના જેવી ગ્રીવા હતી, કમળના જેવી ભૂજાઓ હતી, સુવર્ણ કુંભની ઉપમાને પામેલાં સ્તન હતાં, વજીના મધ્યભાગ જેવું કૃશ ઉદર હતું, વાપિકા જેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org